• Gujarati News
  • Entertainment
  • On Eid, 'Radhe', 'Suryavanshi' Will Be Released Three Weeks Before Eid And 'Lal Singh Chadha' Will Be Released On Christmas Or Diwali.

અનાઉસમેન્ટ્સ:ઈદ પર 'રાધે', 'સૂર્યવંશી' ઈદના ત્રણ સપ્તાહ પહેલા અને 'લાલ સિંહ ચડ્ઢા' ક્રિસમસ અથવા દિવાળી પર રિલીઝ થશે

10 મહિનો પહેલાલેખક: અમિત કર્ણ

હાલના દિવસોમાં નવી અનાઉન્સમેન્ટની રીતે જોવા જઈએ તો ફિલ્મોના 'અચ્છે દિન' ચાલી રહ્યા છે. શનિવારે વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાધે'ની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. હવે રવિવારે 'સૂર્યવંશી'ની નવી રિલીઝ ડેટ આવવાની છે. આ દિવસે આમિર ખાન તેની આગામી ફિલ્મ અથવા તેના બેનર સંબંધિત નવા ડેવલપમેન્ટ્સની જાહેરાત કરશે. સલમાન ખાનની 'રાધે' 13 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અક્ષય કુમારની 'સૂર્યવંશી' અગાઉ 2 એપ્રિલે રિલીઝ થવાની હતી. ટ્રેડ એનાલિસ્ટ્સના અનુસાર, મેકર્સ 'સૂર્યવંશી' ને હવે ઈદના 2 અથવા 3 સપ્તાહ પહેલા 23 અથવા 30 એપ્રિલે રિલીઝ કરશે. બીજી તરફ આમિર ખાને જાહેરાત કરશે કે તે 'લાલ સિંહ ચડ્ઢા'ને ક્રિસમિસ પર રિલીઝ કરશે કે દિવાળી પર.

ઈદના પ્રસંગે રિલીઝ થશે 'રાધે'
'રાધે'ના થિયેટ્રિકલ, OTT, મ્યુઝિક અને સેટેલાઈટ સહિતના બાકી બધા રાઈટ્સ zee સ્ટૂડિયોએ ખરીદી લીધા છે. કંપનીના CEO શારિક પટેલે તેની પુષ્ટિ કરી. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું zee સ્ટૂડિયો અને સલમાન ખાન ફિલ્મ્સ (SKF)ની સાથે રિલીઝની બાબતે એક મહિના પહેલા વાતચીત શરૂ થઈ હતી. અમે 2 મહિના બાદ ઈદના પ્રસંગે આવી રહ્યા છીએ. અમારા એક દિવસ પછી 'સત્યમેવ જયતે 2' રિલીઝ થઈ રહી છે. જો કે, ક્લેશથી બંને ફિલ્મોને નુકસાન નહીં થાય. તે એટલા માટે કેમ કે ઈન્ડિયાનું માર્કેટ ઘણું મોટું છે. ઈદની રજાઓને કારણે બંને ફિલ્મોને લાંબો વીકેન્ડ મળી રહ્યો છે. તે ઉપરાંત અમે ફિલ્મ વિશેષને લઈને નથી ચાલી રહ્યા. અમે ઓવરઓલ ઈન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને ફિલ્મો અનાઉન્સ કરી રહ્યા છીએ.

23 અથવા 30 એપ્રિલે 'સૂર્યવંશી' રિલીઝ થશે
રવિવારે રોહિત શેટ્ટી અને આમિર ખાન પોતાના બર્થ-ડે પર તેમની ફિલ્મોની રિલીઝ ડેટ જાહેર કરશે. રોહિત શેટ્ટી જાહેર કરશે કે સિનેમાઘરોમાં 'સૂર્યવંશી' 23 એપ્રિલે રિલીઝ કરશે કે 30 એપ્રિલે. રિલાયંસની ટીમનું કહેવું છે કે, 23 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થનારી 'બંટી અને બબલી 2' સાથે ટક્કર થશે, પરંતુ ફિલ્મને ગુડ ફ્રાઈડેની રજાના કારણે ચાર દિવસનો વીકેન્ડ મળશે. બીજું ઈદ સુધી ત્રણ સપ્તાહ મળશે. 30 એપ્રિલે ફિલ્મ રિલીઝ કરવામાં આવે તો ઈદના લીધે બે સપ્તાહનો સમય બોક્સ ઓફિસ પર ફિલ્મને મળી શકશે. એ જોવાનું રહ્યું કે રવિવારે રોહિત શેટ્ટી શું જાહેરાત કરે છે.

'લાલ સિંહ ચડ્ઢા' દિવાળી પર રિલીઝ થઈ શકે છે
ટ્રેડ એનાલિસ્ટ્સ આમિર ખાન પર નજર રાખી રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટોનું કહેવું છે કે, આમિર ઘણી વખત તેના ફેન્સને સરપ્રાઈઝ આપે છે. શક્ય છે કે તે 'લાલ સિંહ ચડ્ઢા'ને દિવાળી પર રિલીઝ કરે. ત્યારથી અનાઉસમેન્ટના સમાચાર માર્કેટમાં ફરતા થયા છે. નહીં તો તે અત્યાર સુધી ક્રિસમસ પર તેની ફિલ્મો રિલીઝ કરતો. એક બીજી થિયરી એવી પણ છે કે તે એ છે કે આમિર ખાન તેના બેનરથી એક વેબ શોની પણ જાહેરાત કરી શકે છે.