• Gujarati News
  • Entertainment
  • On Athiya Shetty's Birthday, Cricketer KL Rahul Officially Announced His Relationship, Shared A Photo And Wrote, My Love

રિલેશનશિપ:આથિયા શેટ્ટીના જન્મદિવસ પર ક્રિકેટર કેએલ રાહુલે પોતાના સંબંધોની ઓફિશિયલ જાહેરાત કરી, ફોટો શેર કરીને લખ્યું, MY LOVE

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં આથિયાને બર્થ ડે વિશ કરી હતી
  • તસવીરમાં કેએલ રાહુલે આથિયાના ખભા પર હાથ રાખ્યો છે

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીની દીકરી આથિયાના જન્મદિવસ પર ભારતીય ક્રિકેટર કેએલ રાહુલે પોતાના સંબંધોની ઈન્સ્ટા પર ઓફિશિયલ જાહેરાત કરી દીધી. કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં આથિયાને બર્થ ડે વિશ કરી હતી.

કેએલ રાહુલે આથિયાની સાથે રિલેશનશિપની જાહેરાત કરી
પોતાની અને આથિયાની એકસાથેની તસવીર શેર કરતાં રાહુલે લખ્યું, “જન્મદિવસની ઘણી શુભેચ્છાઓ માય લવ, તેની સાથે હાર્ટ ઇમોજી પણ મૂક્યું છે. આ પહેલીવાર છે જ્યારે બંનેએ જાહેરમાં તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે. તેમના સંબંધોની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. પહેલી તસવીરમાં કેએલ રાહુલે આથિયાના ખભા પર હાથ રાખ્યો છે. બીજા ફોટોમાં બંને મસ્તી કરતાં જોવા મળી રહ્યાં છે.

રાહુલની આ પોસ્ટનો જવાબ આથિયા શેટ્ટીએ પણ આપ્યો છે. તેણે વ્હાઇટ હાર્ટ અને ગ્લોબલ વર્લ્ડની ઇમોજી મૂકી છે. એટલું જ નહીં, અનુષ્કા શર્માએ આ પોસ્ટ પર હાર્ટ ઇમોજી સાથે કોમેન્ટ પણ કરી છે. આ પોસ્ટ પર તેના સાથી ક્રિકેટર હાર્દિક પંડ્યા, સાનિયા મિર્ઝા, સયામી ખેર, અહાન શેટ્ટી જેવાં ઘણાં મોટાં સેલેબ્સે આ પોસ્ટમાં કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

જન્મદિવસ પર આથિયા દુબઈમાં હાજર હતી. તેના જન્મદિવસ પર ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ પણ રમાઈ હતી. આથિયા આખી મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહી હતી અને ભારતીય ટીમની સાથે કેએલ રાહુલને ચિયર કરી રહી હતી. રાહુલે મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી અને એ પછી તેણે આથિયાનો જન્મદિવસ ઊજવ્યો હતો. રાહુલે આ સેલિબ્રેશનની તસવીરો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે.

અન્ય સમાચારો પણ છે...