કન્ફર્મ:નુસરત જહાંના દીકરાના પિતાનું નામ સામે આવ્યું, બર્થ રજિસ્ટ્રેશનની ડિટેલથી ઘટસ્ફોટ થયો

3 મહિનો પહેલા
  • પ્રેગ્નન્સી પહેલાં જ નુસરત તેના પતિ નિખિલ જૈનથી અલગ રહેવા લાગી હતી
  • આવી સ્થિતિમાં નુસરતના બાળકના પિતા નામ પર અટકળો ચાલી રહી હતી

TMC સાંસદ અને એક્ટ્રેસ નુસરત જહાંએ 26 ઓગસ્ટ 2021ના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. એક્ટ્રેસની પ્રેગ્નન્સી ઘણી વિવાદોમાં રહી હતી, કેમ કે પ્રેગ્નન્સી પહેલાં જ નુસરત તેના પતિ નિખિલ જૈનથી અલગ રહેવા લાગી હતી. નિખિલે પણ જણાવ્યું હતું કે તેને નુસરતની પ્રેગ્નન્સીને લઈને કોઈ જાણકારી નથી. આવી સ્થિતિમાં નુસરતના બાળકના પિતા નામ પર અટકળો ચાલી રહી હતી.

પરંતુ હવે કન્ફર્મ થઈ ગયું છે કે નુસરત જહાંના બાળકનો પિતા યશ દાસગુપ્તા છે. નુસરતના બાળકના બર્થ રજિસ્ટ્રેશનની ડિટેલ પબ્લિક ડોમેન પર સામે આવી ગઈ છે. એમાં બાળકનું નામ ઈશાન દાસગુપ્તા લખવામાં આવ્યું છે.

કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દાખલ ડોક્યુમેન્ટના અનુસાર, પિતાનું નામ દેબાશીસ દાસગુપ્તા લખવામાં આવ્યું છે, જે એક્ટર યશ દાસગુપ્તાનું ઓફિશિયલ નામ છે. એનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે નુસરતા જહાંના દીકરાના પિતાનું નામ યશ દાસગુપ્તા છે.અત્યારસુધી યશ દાસગુપ્તાના નામ પર માત્ર અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે કન્ફર્મ થઈ ગયું છે કે યશ દાસગુપ્તા અને નુસરત જહાં રિલેશનશિપમાં છે, જેનાથી તેમને એક બાળક છે.

નુસરત જહાંને ડિલિવરી માટે હોસ્પિટલ યશ દાસગુપ્તા જ લઈ ગયો હતો. દીકરાના જન્મ બાદ યશે પબ્લિકને સમાચાર આપ્યા હતા. એ સાથે જ નુસરત અને બાળકના સ્વાસ્થ્યની જાણકારી આપી હતી. નુસરત અને યશ દાસગુપ્તા અત્યારે સાથે જોવા મળે છે.

2 વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન
નિખિલ તથા નુસરતે તુર્કીમાં 19 જૂન, 2019ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશનના આધારે લગ્ન કર્યાં હતાં. લગ્નના થોડા સમય બાદ નુસરત તથા નિખિલ અલગ થઈ ગયાં હતાં. બંનેએ હજી સુધી ડિવોર્સ લીધા નથી. નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન કાયદેસર રીતે માન્ય નથી અને તેથી જ ડિવોર્સ લેવાનો સવાલ નથી. નિખિલે આ બાળક પોતાનું ન હોવાની વાત કહી હતી.