• Gujarati News
  • Entertainment
  • Nusrat Jaha Is Not A Single Mom Even After Separating From Husband, Mentions Son's 'daddy' In Latest Post

સેલેબ લાઈફ:પતિથી અલગ થયા બાદ પણ નુસરત જહા સિંગલ મોમ નથી, લેટેસ્ટ પોસ્ટમાં દીકરાના 'ડેડી'નો ઉલ્લેખ કર્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સો. મીડિયા પર નુસરતે ડેડીનો ઉલ્લેખ કર્યો
  • આ તસવીરમાં તે બ્લેક-વ્હાઈટ સ્ટ્રાઈપવાળો શર્ટ પહેરીને કેમેરાની સામે પોઝ આપે છે

જાણીતી બંગાળી એક્ટ્રેસ અને TMC સાંસદ નુસરત જહાં અત્યારે પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી વ્યસ્ત છે. તેને 26 ઓગસ્ટ, ગુરુવારના રોજ કોલકાતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો છે. જો કે હજી સુધી નુસરતે પોતાના દીકરા ઈશાનનો ચહેરો નથી બતાવ્યો પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આ દરમિયાન નુસરત એક લેટેસ્ટ પોસ્ટના કેપ્શનના કારણે ચર્ચામાં આવી ગઈ છે. જેમાં તેને 'ડેડી'નો ઉલ્લેખ કર્યો છે. નોંધનીય છે કે નુસરતે 2019માં નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. જોકે, જૂન, 2021માં નિખિલ જૈને કહ્યું હતું કે નુસરત પ્રેગ્નન્ટ હોય તો તે બાળક તેનું નથી. પતિ નિખિલ જૈનથી અલગ થયા બાદ એવા સમાચાર વહેતા થયા હતા કે આ બાળક નુસરતના કથિત બોયફ્રેન્ડ યસ દાસગુપ્તાનું છે.

કેપ્શનમાં આ વાત લખી
નુસરતે તાજેતરમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તેમાં તેને પોતાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે બ્લેક-વ્હાઈટ સ્ટ્રાઈપવાળો શર્ટ પહેરીને કેમેરાની સામે પોઝ આપતી જોવા મળી રહી છે. આ ફોટોને શેર કરતા તેને કેપ્શનમાં લખ્યું- જે લોકોની તમે સલાહ નથી લેતા એવા લોકો પાસેથી ક્રિટિસિઝ્મ ન લો. આ કેપ્શનમાં લખ્યું છે કે આ તસવીર Daddyએ ક્લિક કરી છે.

યશ દાસગુપ્તાની તરફ ઈશારો
આ પોસ્ટમાં ઘણા લોકોએ તેને સવાલ કર્યો છે કે શું તે યશ દાસગુપ્તાને અહીં 'ડેડી' કહી રહી છે? જો કે નુસરતે કેપ્શનમાં યશનું નામ નથી લખ્યું. દીકરાના જન્મ બાદ નુસરત ઘરે પરત ફરી હતી ત્યારે યશ તેની સાથે જોવા મળ્યો હતો. તે ડ્રાઈવ કરી રહ્યો હતો અને નુસરત બાજુમાં બેઠી હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ડિલિવરી દરમિયાન નુસરતે હોસ્પિટલના સ્ટાફને અપીલ કરી હતી કે યશને સાથે રહેવા દો. જોકે, યશ હાજર રહ્યો હતો કે નહીં, તેની માહિતી મળી શકી નથી.

ડિલિવરી પહેલાં સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી
નુસરતે બાળકને જન્મ આપ્યા તે પહેલાં સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. નુસરતે પોતાની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'ડર ઉપર શ્રદ્ધા.'

પતિ નિખિલે શુભેચ્છા પાઠવી
નુસરત માતા બની પછી શુભેચ્છા પાઠવતા નિખિલ જૈને કહ્યું હતું, 'હું તેની તથા તેના બાળકની સારી હેલ્થ માટે દુઆ કરે છે. ભગવાન કરે કે બાળક જીવનમાં બહુ જ આગળ જાય. નુસરત સાથેના મારા મતભેદો તેના બાળક માટે મને સારું વિચારતા અટકાવી શકે નહીં. હું તેના માટે ભલું જ ઈચ્છું છું. બાળક હેલ્થી હોય તથા તેનું ભવિષ્ય સમૃદ્ધ બને.'

યશદાસ-નુસરતે એક સરખી પોસ્ટ શૅર કરી
મંગળવાર, 24 ઓગસ્ટના રોજ નુસરત જહા તથા યશદાસ ગુપ્તાએ એક જેવી જ સો.મીડિયા પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પરથી લાગે છે કે બંને સાથે જ બહાર ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચર્ચા છે કે નુસરત તથા યશદાસ એકબીજાને ડેટ કરે છે અને આ બાળક પણ યશદાસ ગુપ્તાનું હોવાની ચર્ચા છે.

યશ-નુસરતની સો.મીડિયા પોસ્ટ
યશ-નુસરતની સો.મીડિયા પોસ્ટ

બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી
બે મહિના પહેલાં નુસરતની પ્રેગ્નન્સીની વાત સામે આવી હતી અને તે અંગે નિખિલે કહ્યું હતું કે તેને આ વિશે કોઈ માહિતી નથી. જો આ વાત સાચી હશે તો તે બાળક તેનુ નથી. ત્યારબાદ નુસરતે કહ્યું હતું કે તેના લગ્ન માન્ય નથી. તેથી ડિવોર્સ લેવાનો તો સવાલ જ નથી.

તૂર્કીમાં લગ્ન બાદ નુસરત તથા નિખિલ
તૂર્કીમાં લગ્ન બાદ નુસરત તથા નિખિલ

2 વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન
નિખિલ તથા નુસરતે તુર્કીમાં 19 જૂન, 2019ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશનના આધારે લગ્ન કર્યાં હતાં. આ જ કારણે નુસરતે નિખિલને પોતાના સેપરેશન માટે ડિવોર્સનું આવેદન આપવાનો ઈનકાર કર્યો છે.