13 માર્ચે લોસ એન્જલ્સમાં 95માં ઓસ્કરમાં ધૂમ મચાવ્યા બાદ સાઉથના સુપર સ્ટાર જુનિયર NTR ભારત ફર્યા છે. જુનિયર NTR બુધવાર સવારે લગભગ 3 વાગ્યે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો હતો. આ પહેલાં જ સ્વાગત માટે ફેન્સની ભીડ જોવા મળી હતી. આ દરમિયાન મીડિયા સાથે પણ વાતચીત કરી હતી.
આ વીડિયોમાં જુનિયર NTR મીડિયાથી ઘેરાયેલો જોવા મળે છે. તો એરપોર્ટ ઉપર ફેન્સની ભીડ પણ જોવા મળે છે. લોકો RRR, જુનિયર NTR અને રામચરણના પોસ્ટરથી સુપરસ્ટારનું વેલકમ કરી રહ્યા છે.
ફેન્સે ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી
તો સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો અને તસવીર વાઇરલ થઇ રહી છે, જેમાં ફેન્સ અલગ-અલગ રીતે RRRની જીતની ઉજવણી કરતા જોવા મળે છે. ક્યાંક ફટાકડા ફોડીને આતશબાજી કરવામાં આવી રહી છે તો ક્યાંક જોરદાર ડાન્સ કરી રહ્યા છે.
ઓડિયન્સન ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના પ્રેમથી જ આ શક્ય થયું છે : જુનિયર NTR
એરપોર્ટ જુનિયર NTRએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એમએમ કીરવાની અને ચંદ્રબોસને ઓસ્કર રિસીવ કરતા જોવું તે મારા માટે સુખદ પળ હતી. મને RRR પર ખુબ જ ગર્વ થઇ રહ્યો છે.
તો જુનિયર NTRએ 'નાટુ-નાટુ'ની જીત પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હું RRRને પ્રોત્સાહિત કરનાર દરેક ભારતીયોનો આભાર માનું છું. આ ઓસ્કર આપણે જો જીત્યો છે, તે દર્શકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પ્રેમના કારણે જ શક્ય થયો છે.
સોશિયલ મીડિયામાં જુનિયર NTRને સૌથી વધુ મેંશન કરવામાં આવ્યો
નેટ બેઝ ક્વિડ કંપનીએ હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, ઓસ્કર સમારંભ દરમિયાન મીડિયા ચેનલો અને સોશિયલ મીડિયા પર જુનિયર એનટીઆરનો સૌથી વધુ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રામ ચરણ આ લિસ્ટમાં બીજા નંબર પર છે. ત્રીજા ક્રમે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મેળવનાર કે હુઈ ક્વાન અને ચોથા નંબરેબેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવનાર બ્રેન્ડન ફ્રેઝર છે.
નાટુ-નાટુ ગીતે તમામ ગીતને પાછળ રાખીને મેદાન માર્યું
નાટુ-નાટુ નો ક્રેઝ દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે. ઘણાં આંતરરાષ્ટ્રીય ગીતોને પાછળ છોડીને નામ આપવામાં આવ્યું છે. ઓસ્કર પહેલા આ ગીતે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને બેસ્ટ ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ જીત્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.