'દિલબર ગર્લ'એ ભાંગરો વાટ્યો:નોરા ફતેહીએ ઉત્સાહમાં આવીને ફૂટબૉલ વર્લ્ડકપના સ્ટેજ પર કર્યું રાષ્ટ્રધ્વજનું અપમાન, વીડિયો વાઇરલ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એક્ટ્રેસ-ડાન્સર નોરા ફતેહીનું નામ થોડા સમય પહેલાં 200 કરોડના ખંડણી કેસમાં પણ સામે આવ્યું હતું. આ બાદ નોરાની પૂછપરછ પણ કરવામાં આવી હતી. તો ફરી એકવાર નોરા ફતેહી ચર્ચામાં આવી છે. નોરા આમ તો શાનદાર ડાન્સ માટે જાણીતી છે, હાલમાં જ નોરાએ કતરમાં ચાલી રહેલા ‘ફિફા’ વર્લ્ડ કપ દરમિયાન શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું, પરંતુ આ દરમિયાન એક્ટ્રેસે એક ભૂલ કરી દીધી હતી.

આ કાર્યક્રમ દરમિયાન સૌનાં દિલ જીતીને નોરાએ ત્યાં હાજર એક દર્શકના હાથમાંથી પોતાના હાથમાં ત્રિરંગો લઈને જયહિંદના નારા લગાવ્યા હતા. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સ્તરની ઈવેન્ટમાં આવું કરીને નોરાએ ભારતીયોને ગૌરવ અપાવ્યું હતું, પરંતુ ઉત્સાહમાં આવીને નોરાએ ઊંધો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

પબ્લિકને 'જયહિન્દ'ના નારા લગાવવાનું કહ્યું હતું
આ ઘટનાના ઘણા વીડિયો ઈન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યા છે. નોરાએ આ ઈવેન્ટમાં બોલિવૂડનાં ઘણાં ગીતો પર ડાન્સ કર્યો હતો. હવે આ સમયનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં નોરા હાથમાં ત્રિરંગો લઈને જયહિંદના નારા લગાવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે નોરા દર્શકોને કહે છે, 'અલબત્ત, ભારત ફિફા વર્લ્ડ કપનો ભાગ નથી, પરંતુ ભારતીયોમાં ઉત્સાહની કમી નથી.' તો આ વચ્ચે જ એક્ટ્રેસ ઊંધો રાષ્ટ્રધ્વજ ફરકાવવા લાગી હતી.

2014માં બોલિવૂડ ડેબ્યૂ
2014માં રિલીઝ થયેલી ફિલ્મ 'રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબન્સ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે હિન્દી અને સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં સ્પેશિયલ અપિઅરન્સ આપ્યાં હતાં, જેમાં 'બાહુબલી: ધ બિગિનિંગ' પણ સામેલ છે.

'બિગ બોસ'થી ઓળખ મળી
ફિલ્મના આઈટેમ નંબર 'મનોહારી'માં તે દેખાઈ હતી. જોકે, નોરાને સાચી ઓળખ તો રિયાલિટી શો 'બિગ બોસ 9'માં કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થયાં બાદ મળી હતી. નોરા હવે બોલિવૂડની ટોપ ડાન્સર બની ગઈ છે.

કેનેડાથી આવી ત્યારે 5000 રૂપિયા હતા
નોરાનું કહેવું છે કે જ્યારે તે કેનેડાથી ઇન્ડિયા આવી હતી, ત્યારે તેની પાસે માત્ર 5000 રૂપિયા હતા. તેણે એક ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો હતો. નોરાએ કહ્યું હતું, 'માત્ર 5000 રૂપિયા લઈને ઇન્ડિયા આવી હતી. જોકે, હું જે એજન્સીમાં કામ કરતી હતી, ત્યાંથી દરેક અઠવાડિયે મને 3000 રૂપિયા મળતા હતા. આ રકમમાં ડેલી રૂટિન મેનેજ કરવું ઘણું મુશ્કેલ હતું પણ મેં બધું સ્માર્ટલી મેનેજ કર્યું, જેથી અઠવાડિયાના અંતમાં પૈસા પૂરા ન થઇ જાય.'

નોરાની 200 કરોડ ખંડણી કેસમાં થઇ પૂછપરછ
કાર ગિફ્ટ અંગે 200 કરોડની મની લોન્ડરિંગના કેસમાં EDની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી સુકેશ ચંદ્રશેખરે નોરા ફતેહી અને જેક્લિન ફર્નાન્ડિસને લક્ઝરી કાર સહિત ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી હતી. 14 ઓક્ટોબરે નોરા અને સુકેશની સામસામે પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન નોરાએ પોતે 1 કરોડથી વધુની કિંમતની લક્ઝુરિયસ કાર ગિફ્ટમાં લીધી હોવાનું કબૂલ્યું હતું.