લોકડાઉન ઓન ડિમાન્ડ:રામાયણ-મહાભારત બાદ શક્તિમાન પણ ટૂંક સમયમાં દૂરદર્શન પર પ્રસારિત થશે, મુકેશ ખન્નાએ જાહેરાત કરી

મુંબઈ2 વર્ષ પહેલા

ટેલિવિઝન ડેસ્ક:90ના દાયકાનો સૌથી લોકપ્રિય સુપરહીરો સિરિયલ શક્તિમાન ટૂંક સમયમાં પ્રસારિત કરવામાં આવશે. આ સમાચારની પુષ્ટિ મુકેશ ખન્નાએ વીડિયો શેર કરીને કરી છે. રામાયણ, મહાભારત ઉપરાંત 90ના દાયકાના ઘણા શો લોકડાઉન દરમિયાન દૂરદર્શન પર ટેલીકાસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન લોકો સોશિયલ મીડિયા પર શક્તિમાનને પણ રી-રન કરવાની માંગ કરી હતી. તેમની આ માંગ બાદ મુકેશ ખન્નાનો આ વીડિયો સામે આવ્યો જે વાયરલ થયો છે. 
વીડિયોમાં મુકેશ ખન્ના જણાવી રહ્યા છે કે- કોરોનાવાઈરસના કારણે ચાલી રહેલ લોકડાઉનમાં રામાયણ-મહાભારતના ફરીથી પ્રસારિત કરવામાં આવતા દર્શકોમાં ખુશી જોવા મળી રહી છે. આ ખુશખબરીમાં શક્તિમાનની જાહેરાત થવાની છે, ક્યારે અને કયા સમયે આવશે, તે હું જણાવીશ, રાહ જુઓ.

9 વર્ષ સુધી શો ચાલ્યો હતોઃ શક્તિમાન સિરિયલની શરૂઆત 1997માં થઈ હતી. જેમાં મુકેશ ખન્ના લીડ રોલમાં હતા. તે ઉપરાંત લાસ્ટ એપિસોડ 25 માર્ચ 2005માં પ્રસારિત થયો હતો. શક્તિમાનના લગભગ 400 એપિસોડ આવ્યા હતા, જેમાં અંતમાં શક્તિમાન દ્વારા  શીખવવામાં આવેલી 'નાની પણ મહત્ત્વપૂર્ણ વાતો' ખૂબ જ લોકપ્રિય થઈ હતી. 

અન્ય સમાચારો પણ છે...