આમિર ખાન એક્ટર તરીકે નહીં કરે કામ !:મિસ્ટર પર્ફેક્શનિસ્ટ દોઢ વર્ષ સુધી કોઈ ફિલ્મમાં નહીં કરે કામ, કહ્યું હવે પરિવાર સાથે સમય વિતાવવો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એકટર આમિર ખાનની ગણના ઇન્ડસ્ટ્રીઝની તે હસ્તીમાં થાય છે કે, જે કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ એકટરને લઇને એક મોટા સમાચાર આવ્યા છે.

સતત 35 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીઝ કામ કરનાર આમિરે અચાનક જ નિર્ણય કર્યો છે કે, તે હવે એકટર તરીકે થોડા સમય માટે બ્રેક લેવા માગે છે. આ સાથે જ આમિર ફિલ્મી કરિયર છોડીને થોડો સમય પરિવાર સાથે વિતાવવા માગે છે.

તો લોકો બીજી તરફ એવી પણ અટકળો લગાવી રહ્યા છે કે, છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' ફ્લોપ ગઈ હોવાથી આ નિર્ણય લીધો હોય. પરંતુ આમિર ખાને આ બાબતે મૌન સેવ્યું છે. તો આમિર ખાન 'લાલ સિંહ ચઢ્ઢા' બાદ 'ચેમ્પિયન'માં કામ કરવાનો હતો. પરંતુ હવે આ ફિલ્મમાં પણ રોલ નિભાવવાનો ઇન્કાર કરી દીધો છે.

આમિરે ફિલ્મથી બ્રેક લેવાનું જણાવ્યું કારણ
થોડા દિવસ પહેલાં આમિર ખાન દિલ્હીમાં એક ચેટ શોમાં પહોંચ્યો હતો, જેનું આયોજન તેના બાળપણના મિત્રએ કર્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન આમિરે પોતાની કારકિર્દી અને ફિલ્મો વિશે ખુલીને વાત કરી હતી. આ ચેટ શોમાં આમિરે કહ્યું હતું કે હવે એ એક્ટિંગમાંથી બ્રેક લેવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ બ્રેકની જાહેરાત કરતાં આમિરે કહ્યું હતું કે ,જ્યારે હું કોઈ પણ ફિલ્મ એક એક્ટર તરીકે કરું છું ત્યારે એમાં સંપૂર્ણ પણે ખોવાઈ જાઉં છું. તે સમયે મારા જીવનમાં બીજું કશું જ હોતું નથી. 'લાલ સિંહ ચડ્ઢા' પછી મારે ફિલ્મ 'ચેમ્પિયન'માં કામ શરૂ કરવાનું હતું. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ સારી હોય મને સ્ટોરી પણ ખૂબ પસંદ આવી હતી. પરંતુ પછી મને સમજાયું કે મારે બ્રેકની જરૂર છે જેથી હું મારા પરિવાર, માતા અને બાળકો સાથે સમય વિતાવી શકું. '

35 વર્ષમાં પહેલી વાર આમિરે લીધો બ્રેક
આમિરે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, 'મને લાગે છે કે હું 35 વર્ષથી સતત મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. મને લાગે છે કે આ મારી નજીકના લોકો સાથે અન્યાય કરી રહ્યો છું. તેથી મને લાગે છે કે મારે મારા પ્રિયજનો સાથે થોડો સમય પસાર કરવો જોઈએ જેથી હું જીવનને અલગ રીતે અનુભવી શકું. હવે હું એકથી દોઢ વર્ષ સુધી એક્ટર તરીકે કોઈ કામ નહીં કરું.

'ચેમ્પિયન' ફિલ્મમાં પણ નહીં જોવા મળે આમિર
ફિલ્મ 'ચેમ્પિયન' વિશે વાત કરતા આમિરે કહ્યું હતું કે, 'હવે હું એક પ્રોડ્યુસર તરીકે 'ચેમ્પિયન'નો ભાગ બનીશ. હવે હું મારી ફિલ્મમાં કામ કરવા માટે કલાકારોનો સંપર્ક કરીશ. આશા રાખું છું કે, હું આ કામ સારી રીતે કરી શકીશ. હવે હું મારા જીવનના એક તબક્કે છું જ્યારે મારે સંબંધોનો આનંદ માણવો જોઈએ. મને લાગે છે કે મને અત્યારે જીવનમાંથી તેની જ જરૂર છે. '

આમિર ખાન પ્રોડક્શન્સ ઉપરાંત સોની પિક્ચર્સ ઇન્ટરનેશનલ પ્રોડક્શન અને ઇન્ડિયા અને 200 નોટ આઉટ પ્રોડક્શન્સ મળીને ફિલ્મ 'ચેમ્પિયન'નું પ્રોડક્શન કરશે. અગાઉ આ ફિલ્મમાં આમિરએક્ટર તરીકે જોવા મળવાનો હતો પરંતુ હવે મિસ્ટર પરફેક્શનિસ્ટે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. '

આમિર ખાનના 2 વાર લગ્ન તૂટ્યા
આમિર ખાન અને રીનાએ વર્ષ 2002માં 16 વર્ષના લગ્ન જીવન પર પૂર્ણ વિરામ લગાવ્યું હતું. બંનેનું કહેવું હતું કે, તેમના છૂટાછેડા બંનેના પરિવારના લોકો માટે ટ્રોમા હતો. છૂટાછેડા બાદ પણ આમિરના રીના સાથે સારા સંબંધ હતા. આમિર અને રીનાને બે બાળકો ઇરા ખાન અને જુનૈદ ખાન છે.

આ બાદ આમિર અને કિરણ રાવે 2005માં લગ્ન કર્યાં હતાં. એક્ટર આમિર ખાન અને કિરણ રાવના 15 વર્ષના લગ્ન જીવન બાદ બંનેએ પરસ્પર સંમતિથી ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો છે. કિરણ અને આમિરનો એક દીકરો છે, જેનું નામ ‘આઝાદ’ છે અને અત્યારે તે 10 વર્ષનો છે. આઝાદનો જન્મ સરોગસીથી થયો છે. કિરણને કન્સીવ કરવામાં તકલીફ થતી હોવાથી તેમણે સરોગસીનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી આઝાદનો જન્મ 2011માં થયો હતો.