મિસ્ટર ઈન્ડિયાએ સુસાઈડનો પ્રયાસ કર્યો:બોડી બિલ્ડર મનોજ પાટિલે દવાઓ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો, સુસાઈડ નોટમાં અભિનેતા સાહિલ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સૂતા પહેલા મનોજ પાટિલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુસાઈડ નોટમાં મનોજ પાટીલે અભિનેતા સાહિલ ખાન પર આરોપ લગાવ્યો છે કે તે છેલ્લા ઘણા દિવસોથી તેને હેરાન કરી રહ્યો છે. - Divya Bhaskar
સૂતા પહેલા મનોજ પાટિલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુસાઈડ નોટમાં મનોજ પાટીલે અભિનેતા સાહિલ ખાન પર આરોપ લગાવ્યો છે કે તે છેલ્લા ઘણા દિવસોથી તેને હેરાન કરી રહ્યો છે.
  • મનોજ પાટિલ અત્યારે કૂપર હોસ્પિટલમાં દાખલ છે અને તેની હાલત સ્થિર છે
  • તેને સુસાઈડ નોટમાં લખ્યું છે કે, હેરાનગતિ અને બદનામીને કારણે તે આત્મહત્યાનું પગલું ભરી રહ્યો છે

મિસ્ટર ઈન્ડિયા બોડી બિલ્ડર રહી ચૂકેલા મનોજ પાટિલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. મનોજ પાટિલે સુસાઈડ નોટ પણ લખી હતી. તેમાં તેણે અભિનેતા સાહિલ ખાન પર ગંભીર આરોપ લગાવ્યો છે. મનોજ પાટિલ અત્યારે કૂપર હોસ્પિટલમાં દાખલ છે અને તેની હાલત સ્થિર છે. મળતી જાણકારી અનુસાર, મનોજ પાટિલે કેટલીક દવાઓ લઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

અભિનેતા સાહિલ ખાન પર ગંભીર આરોપ લગાવ્યો
જાણકારીના અનુસાર, સૂતા પહેલા મનોજ પાટિલે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સુસાઈડ નોટમાં મનોજ પાટિલે અભિનેતા સાહિલ ખાન પર આરોપ લગાવ્યો છે કે છેલ્લા ઘણા દિવસોથી તે તેને હેરાન કરી રહ્યો છે. મનોજના અનુસાર, સાહિલ ખાને સોશિયલ મીડિયામાં તેની વિરુદ્ધ ભ્રામક જાણકારી અને વીડિયો પોસ્ટ કર્યા હતા. તેને સુસાઈડ નોટમાં લખ્યું છે કે, હેરાનગતિ અને બદનામીને કારણે તે આત્મહત્યાનું પગલું ભરી રહ્યો છે.

આરોપ છે કે મિસ્ટર ઈન્ડિયા રહી ચૂકેલા મનોજ પાટિલ મિસ્ટર ઓલિમ્પિયા માટે પ્રયાસ કરી રહ્યો હતો. સાહિલ ખાન પણ આ પ્રતિયોગિતામાં સામેલ થવા માગતા હતો. મનોજ પાટિલનો આરોપ છે કે આ કારણોસર સાહિલ ખાન તેને બદનામ કરવાનો સતત પ્રયાસ કરી રહ્યો હતો. તે સિવાય બંનેની વચ્ચે બિઝનેસને લઈને પણ વિવાદ થયો હતો.

પરિવારે સાહિલ ખાનની વિરુદ્ધ કેસ નોંધાવ્યો
આ દરમિયાન મનોજ પાટિલના પરિવારે ઓશિવારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એવું પણ જાણવા મળ્યું છે કે મનોજ પાટીલનો પરિવાર બપોરે મનસે અધ્યક્ષ રાજ ઠાકરને મળશે અને મદદ માટે વિનંતી કરશે.