દુઃખદ:ચંકી પાંડેનાં માતા અને અનન્યાનાં દાદી સ્નેહલતા પાંડેનું 85 વર્ષની વયે અવસાન

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચંકી પાંડેનાં માતા સ્નેહલતા પાંડે ફિઝિશિયન હતાં - Divya Bhaskar
ચંકી પાંડેનાં માતા સ્નેહલતા પાંડે ફિઝિશિયન હતાં

અભિનેતા ચંકી પાંડે અને યુવા સ્ટાર અનન્યા પાંડેનાં દાદી સ્નેહલતા પાંડેનું 10 જુલાઈ, શનિવારના રોજ 85 વર્ષની વયે અવસાન થયું છે. ચંકી પાંડે, પત્ની ભાવના પાંડે ઉપરાંત મિત્ર દંપતી સમીર સોની- નીલમ કોઠારી વગેરેને સ્નેહલતા પાંડેની અંતિમવિધિ માટે આવી પહોંચ્યાં હતાં. અનન્યા પાંડે પોતાના કોઈ પ્રોફેશનલ કમિટમેન્ટને કારણે પાછળથી અંતિમવિધિમાં સામેલ થઈ હતી. ચંકી, તેનો ભાઈ ચિક્કી પાંડે અને મિત્ર સમીર સોનીએ સ્નેહલતા પાંડેની નનામીને કાંધ આપી હતી. તેમની સ્મશાનયાત્રા તેમનાં બાન્દ્રા સ્થિત નિવાસસ્થાનેથી શરૂ થઈ હતી, અને અંતિમસંસ્કાર સાંતાક્રૂઝ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવ્યા હતા.

સ્નેહલતા પાંડે જાણીતા સર્જન શરદ પાંડેનાં પત્ની હતાં અને તેઓ પોતે પણ ફિઝિશિયન હતાં. તેમને બે દીકરા ચંકી અને ચિક્કી પાંડે છે.

અન્ય સમાચારો પણ છે...