• Home
  • Entertainment
  • More than 600 theaters reopened in China; films like 'Avatar' and 'Inception' will be released to attract viewers

ચીનમાં 600થી વધુ થિયેટરો ફરીથી શરૂ કરાયા, દર્શકોને આકર્ષિત કરવા માટે 'અવતાર' અને 'ઇનસેપ્શન' જેવી ફિલ્મો રિલીઝ થશે

More than 600 theaters reopened in China; films like 'Avatar' and 'Inception' will be released to attract viewers
X
More than 600 theaters reopened in China; films like 'Avatar' and 'Inception' will be released to attract viewers

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 04:11 PM IST

એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ કોરોના વાઈરસના કારણે ચીનનું એન્ટરટેનમેન્ટ માર્કેટ ઠપ્પ થઈ ગયું હતું, જે હવે નુકસાનથી ઉભરવા માટે તૈયાર છે. હોલિવૂડ રિપોર્ટરના જણાવ્યા પ્રમાણે, દેશમાં અંદાજે 600થી 700 થિયેટરો ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. ચીનને વિશ્વનું બીજું સૌથી મોટુ બોક્સ ઓફિસ માનવામાં આવે છે. 

થિયેટરોને ટિકિટના વેચાણના 100 ટકા હિસ્સો મળશે
થિયેટરમાં દર્શકોને લોભાવવા માટે ચીન જૂની હિટ ફિલ્મોને ફરીથી રિલીઝ કરશે. ચીનના ફિલ્મ બ્યુરો તેમાં  થિયેટરોને મદદ કરશે. ચીન ફિલ્મ ગ્રુપની તરફથી જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ કે, થિયેટરોને જૂની પાંચ હિટ ફિલ્મોની પ્રિન્ટ આપવામાં આવશે. તેમજ ફિલ્મોના સરકારી નિયમનકારોના શેરહોલ્ડરો સાથે થયેલી ડીલ પ્રમાણે, થિયેટરો ફિલ્મ ટિકિટના વેચાણનો 100 ટકા હિસ્સો પોતાની પાસે રાખશે.

  • ડિસ્ટ્રિબ્યુટર અને શેરહોલ્ડરનો ટિકિટ રેવેન્યૂ પર 48 ટકા હિસ્સો હોય છે
  • 51 ટકા થિયેટરોની પાસે જાય છે
  • 6 ટકા સરકારને અને ટેક્સમાં આપવામાં આવે છે

આ મોટી ફિલ્મો રિલીઝ થશે
થિયેટરોમાં 'અવતાર', 'ઇનસેપ્શન',  'ઈન્ટરસ્ટેલર' અને એવેન્જર્સ સિરિઝની તમામ ફિલ્મો રિલીઝ કરવામાં આવશે. તે ઉપરાંત ચીનમાં બનેલી  'વુલ્ફ વોરિયર 2', 'વુલ્ફ ટોટેમ' અને 'અમેરિકન ડ્રીમ્સ ઇન ચાઇના'  પણ થિયેટરોમાં દર્શાવવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી