ટીવીના ‘મહાદેવ’ને કોરોના:એક્ટર મોહિત રૈના હોસ્પિટલમાં દાખલ છે, પોસ્ટમાં લખ્યું-માનવતા માટે પ્રાર્થના કરો, તે એક જાદુ તરીકે કામ કરે છે

6 મહિનો પહેલા
એક અઠવાડિયાં પહેલાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો
  • મોહિતે વાઈરસથી બચવા લોકોને ઘરમાં જ રહેવા વિનંતી કરી
  • સોશિયલ મીડિયા યુઝર્સે મોહિત માટે પ્રાર્થના કરી

બોલિવૂડ અને ટીવી સ્ટાર્સ સતત કોરોનાવાઈરસની ઝપેટમાં આવ્યાનાં ન્યૂઝ આવી રહ્યા છે. હવે એક્ટર મોહિત રૈના કોરોના સંક્રમિત થયું છે. મોહિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપતા કહ્યું, એક અઠવાડિયાં પહેલાં મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, હાલ એક્ટર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.

વાઈરસથી બચવા આપણે ઘરની અંદર તો રહી જ શકીએ છીએ
મોહિતે પોસ્ટમાં લખ્યું, જ્યારે-જ્યારે અંદર કે બહાર જોવું છું. દરેક માટે નાનકડી પ્રાર્થના કરું છું. પિતાજી હંમેશાં કહેતા હતા કે પ્રાર્થના એક જાદુ તરીકે કામ કરે છે. હું તમને બધાને વિનંતી કરીશ કે સુરક્ષિત રહો અને માનવતા માટે પ્રાર્થના કરો. ગયા અઠવાડિયે કોવિડ પોઝિટિવ થયા પછી હું ડૉક્ટરની દેખરેખ હેઠળ છું. રોજ અહીં હ્યુમન ઈમોશન્સ જોવું છું. આપણે તેમના લીધે સ્વસ્થ છીએ. વાઈરસથી બચવા આપણે ઘરની અંદર તો રહી જ શકીએ છીએ. મિત્રો, ફરીથી મળીશ તમને.

મોહિતની પોસ્ટ
મોહિતની પોસ્ટ

યુઝર્સે મોહિત માટે પ્રાર્થના કરી
‘કાફિર’, ‘ભૌકાલ’, ‘મહાદેવ’ અને ‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’માં કામ કરી ચૂકેલા મોહિતના સમાચાર જાણ્યા પછી તેના કો-સ્ટાર્સ અને યુઝર્સ તેના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. મોહિતને ટીવી શો દેવો કે દેવ મહાદેવથી ફેમ મળી હતી. તેની સાથે મોની રોયની જોડી દર્શકોને ઘણી ગમી હતી.

બોલિવૂડમાં અર્જુન રામપાલ કોરોનાથી સ્વસ્થ થયો
ગુરુવારે અર્જુન રામપાલે કોરોનાથી રિકવર થયાની વાત શેર કરી. 17 એપ્રિલે એક્ટરનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ આવ્યા પહેલાં અર્જુને વેક્સિન લીધી હતી. અર્જુને કહ્યું, વેક્સિનનો એક ડોઝ લેવાને લીધે જલદી સાજો થયો અને વાયરસથી એટલી અસર ના થઈ.

અર્જુને પોસ્ટમાં શું લખ્યું?
એક્ટરે ગુડ ન્યૂઝ આપતાં લખ્યું, દરેક પીડિત અને પોતાના મેમ્બરને ગુમાવી ચૂકેલા લોકો માટે હું પ્રાર્થના કરું છું. મારા બે ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ભગવાન દયાળુ છે. જલદી સ્વસ્થ થવા પાછળ ડૉક્ટર્સ જવાબદાર છે, કારણ કે મેં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હતો, આથી વાયરસની અસર ઓછી થઇ ગઈ અને મને કોઈ લક્ષણ પણ દેખાતાં નહોતાં. હું દરેકને વિનંતી કરું છું કે શક્ય હોય તેટલી જલદી વેક્સિન લઇ લો અને પોતાનું ધ્યાન રાખો. તમારા બધાના આશીર્વાદ અને પ્રેમ માટે આભાર. પોઝિટિવ રહો, પણ પોઝિટિવ ના બનો. સુરક્ષિત રહો અને સ્માર્ટ રહો. આ સમય પણ વીતી જશે. લવ એન્ડ લાઈટ.

સેલેબ્સ કોરોનાની ઝપેટમાં
અર્જુન રામપાલ અને નીલ નીતિન મુકેશ પહેલાં સોનુ સૂદ, મનીષ મલ્હોત્રા, સુમિત વ્યાસ અને પવન કલ્યાણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની બીજી લહેરમાં અક્ષય કુમાર, ગોવિંદા, વિકી કૌશલ, આમિર ખાન, કેટરીના કૈફ, ભૂમિ પેડનેકર, કાર્તિક આર્યન, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, પરેશ રાવલ, સતીશ કૌશિક, આશુતોષ રાણા સહિત અન્ય ઘણા સેલેબ્સ સંક્રમિત થઇ ચૂક્યાં છે. ઘણા કોરોનાને હરાવીને રિકવર પણ થઇ ગયાં છે.