22 વર્ષ બાદ મિસ વર્લ્ડ પર ઉઠ્યા સવાલ:મિસ બાર્બાડોસએ કર્યો દાવો, કહ્યું કે, પ્રિયંકાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ બાદ હોલિવૂડમાં ધૂમ મચાવનાર દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ફરી એકવાર વિવાદમાં આવી છે. 2002માં પ્રિયંકાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. 22 વર્ષ જેવો સમય વીતી ગયા બાદ પ્રિયંકાની જીત પર સવાલ ઉભા થયા છે. આ આરોપ બીજા કોઈએ નહીં પરંતુ પૂર્વ મિસ બારબાડોસ લીલાની મેકકોને લગાવ્યો છે. હાલમાં જ બાર્બાડોસ લીલાની મેકકોને તેની યુટ્યુબ ચેનલ દ્વારા ખુલાસો કર્યો હતો કે તે સમયે મિસ વર્લ્ડ સ્પર્ધા 'ફિક્સ' હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે સમગ્ર સ્પર્ધા દરમિયાન પ્રિયંકાને સ્પેશીયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી.

લીલાનીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
લીલાનીએ કહ્યું, 'હું ખરેખર મિસ વર્લ્ડમાં આ જ બાબતમાંથી પસાર થઈ છું. હું મિસ બાર્બાડોસ હતી અને જે વર્ષે હું આ સ્પર્ધામાં ગઈ હતી તે વર્ષે મિસ ઈન્ડિયા જીતી હતી. જણાવી દઈએ કે, ગયા વર્ષે પણ મિસ ઈન્ડિયા જીતી હતી. સ્પોન્સર પણ ઝી ટીવી, એક ભારતીય કેબલ સ્ટેશન હતું. તેણે આખી મિસ વર્લ્ડ સ્પોન્સર કરી હતી. અમારો સેશ ઉપર પણ પહેલા ઝી ટીવી લખ્યું હતું અને પછી આપણા દેશનું નામ લખ્યું હતું.

પ્રિયંકાને રૂમમાં જમવાનું મળતું હતું
પ્રિયંકા સાથેની ફેવર વિશે વાત કરતાં લીલાનીએ કહ્યું હતું કે, 'પ્રિયંકાના ગાઉન વધુ સારા બનાવવામાં આવ્યા હતા. તે એકમાત્ર સ્પર્ધક હતી, જેને સરોંગ પહેરવાની મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે બાકીનાને ન હતી. તેને તેના રૂમમાં ખાવાનું મળતું હતું. એ સ્પર્ધામાં પ્રિયંકા ચોપરાને કોઈ પસંદ નહોતું કર્યું. આયોજકો હંમેશા તેના સંબંધમાં અન્ય છોકરીઓ સાથે ભેદભાવ કરતા હતા.

તે કોઈ સ્કિન ટોન ક્રીમ પણ લગાડતી હતી
લીલાનીએ વધુમાં કહ્યું કે, 'તે સમયે કહેવામાં આવ્યું હતું કે તે પોતાની સ્કિન ટોનને બરાબર કરવા માટે કેટલીક સ્કિન ટોન ક્રીમ પણ લગાવી રહી હતી, જે ખૂબ જ નકામું હતું. મેં કહ્યું ન હતું કે તે બ્લીચિંગ ક્રીમ છે, પરંતુ તે સ્કિન ટોન ક્રીમ હતું. આવું કરવું તેના માટે કામ કરવું ન હતું, પરંતુ તેની સ્કિન પર ધબ્બા હતા. સ્વિમસ્યુટ રાઉન્ડનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તે એક ડ્રેસમાં હતી.

યુઝર્સ બોલ્યા, લીલાની તમે 22 વર્ષ મોડા કેમ પડ્યા?
લીલાનીનો આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોમાં કમેન્ટ કરી રહ્યા છે કે આરોપ લગાવવામાં 22 વર્ષ મોડું કેમ કર્યું?

અત્રે ઉલ્લેખનીય છે કે, 2000માં મિસ વર્લ્ડ જીત્યા બાદ પ્રિયંકાએ હિન્દી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું અને પછી ટૂંક સમયમાં બી-ટાઉનની પ્રખ્યાત સેલેબ્સમાંની એક બની ગઈ હતી. આ પછી તેણે અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા. હવે પ્રિયંકા નિક અને તેની પુત્રી માલતી સાથે લોસ એન્જલસમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...