તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Memories To Irfan Khan And Bhanu Athaiya At The Academy Awards, Also Paid Tribute To Many Legendary Artists Like Chadwick Plummer

ઓસ્કર 2021:ઈરફાન ખાન અને કોસ્ચ્યુમ ડીઝાઈનર ભાનુ અથૈય્યાને વીડિયો ક્લિપમાં શ્રદ્ધાંજલિ આપી, રિશી કપૂર અને સુશાંત સિંહ રાજપૂતને પણ યાદ કર્યા

5 મહિનો પહેલા
ઈરફાન ખાન અને ભાનુ અથૈય્યાનું ગયા વર્ષે અવસાન થયું હતું
  • ભાનુ અથૈય્યાને વર્ષ 1982માં આવેલી ‘ગાંધી’ ફિલ્મ માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડીઝાઈનનો ઓસ્કર અવોર્ડ મળ્યો હતો
  • રિશી કપૂર અને સુશાંત સિંહ રાજપૂતને ઓફિશિયલ વેબસાઈટ પર મેમોરિયમ ગેલેરીમાં ફોટો સામેલ કરી શ્રદ્ધાંજલિ આપી
  • વીડિયો ક્લિપમાં ક્રિસ્ટોફર પ્લમર અને ચેડવિક બોસમેન જેવા ઘણા દિગ્ગ્જ કલાકારોને યાદ કર્યા

સોમવારે 93મા ઓસ્કર અવોર્ડ્સનું આયોજન થયું. આ દરમિયાન અવોર્ડ સેરેમનીમાં મેમોરિયમ સેગ્મેન્ટમાં દુનિયાભરના દિગ્ગજ દિવંગત એક્ટર્સને યાદ કરવામાં આવ્યા. એકેડમીએ બોલિવૂડ એક્ટર ઈરફાન ખાન અને ઇન્ડિયન ઓસ્કર-વિનિંગ કોસ્ચ્યુમ ડિઝાઈનર ભાનુ અથૈય્યાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

વીડિયો ક્લિપથી દુનિયાને અલવિદા કહી ચૂકેલા કલાકારોને યાદ કર્યા
ઈરફાન અને ભાનુને સીન કોનેરી, ક્રિસ્ટોફર પ્લમર અને ચેડવિક બોસમેન જેવા ઘણા દિગ્ગ્જ કલાકારો સાથે શ્રદ્ધાંજલિ આપી. અવોર્ડ સેરેમનીમાં એક વીડિયો ક્લિપ દ્વારા ગયા વર્ષે દુનિયા છોડીને ચાલ્યા ગયેલા એક્ટર્સ, ડિરેક્ટર્સ, રાઈટર્સ, ટેક્નીશિયન્સ સહિત દુનિયાના ઘણા કલાકારોને યાદ કરવામાં આવ્યા.

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં ઈરફાને દુનિયામાંથી વિદાય લીધી હતી
ઈરફાન ખાને માત્ર બોલિવૂડ જ નહિ પણ હોલિવૂડ ફિલ્મ્સમાં પણ કામ કરીને પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હતી. એક્ટરની વિદાયથી એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીન મોટી ખોટ પડી. ભાનુ અથૈય્યાને વર્ષ 1982માં આવેલી ગાંધી ફિલ્મ માટે બેસ્ટ કોસ્ચ્યુમ ડીઝાઈનનો ઓસ્કર અવોર્ડ મળ્યો હતો. ગયા વર્ષે 15 ઓક્ટોબરે ભાનુનું નિધન થયું હતું.

મેમોરિયમ વીડિયો ક્લિપમાં ઈરફાન ખાન અને ભાનુને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જ્યારે રિશી કપૂર અને સુશાંત સિંહ રાજપૂતને ઓફિશિયલ વેબસાઈટ પર મેમોરિયમ ગેલેરીમાં બંનેનો ફોટો સામેલ કરી શ્રદ્ધાંજલિ આપી. રિશી કપૂરનું નિધન 30 એપ્રિલ અને સુશાંતે 14 જૂને આત્મહત્યા કરીને દુનિયાને અલવિદા કહ્યું હતું.

મેમોરિયમ વીડિયો: