મોડલ અને મલયાલમ એક્ટ્રેસ સહાનાનું રહસ્યમય રીતે મૃત્યુ થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, સહાનાનો મૃતદેહ તેના ઘરના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. એક્ટ્રેસ પોતાના મૃત્યુના એક દિવસ પહેલા જ પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. સહાનાના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમની દીકરી ઘરેલુ હિંસાનો સામનો કરી રહી હતી. આ કેસમાં પોલીસે એક્ટ્રેસના પતિ સજ્જાદની ધરપકડ કરી છે.
મારી દીકરી ક્યારેય આત્મહત્યા ન કરે- સહાનાની માતા
સહાનાની માતાએ મીડિયાને કહ્યું, મારી દીકરી સાહાના ક્યારેય આત્મહત્યા જેવું પગલું ન ભરે. તેની હત્યા થઈ છે. તે હંમેશા મને ફરિયાદ કરતી હતી કે તેનો પતિ સજ્જાદ તેની સાથે મારપીટ કરે છે અને તેને ખાવાનું પણ નથી આપતો. તે દારૂ પીને તેણે ત્રાસ આપતો હતો. સજ્જાદની સાથે તેની બહેન અને તેના માતા-પિતા પણ તેને ત્રાસ આપતા હતા. મેં તેને એમ પણ કહ્યું હતું કે, તું તેનાથી અલગ થઈ જાય. તેની હત્યા થઈ છે. પોલીસે આ કેસમાં તપાસ કરવી જોઈએ અને મારી દીકરીને ન્યાય આપવો જોઈએ.
પતિ બેરોજગાર હતો
આ કેસમાં પોલીસ અધિકારીએ કહ્યું, સજ્જાદ પહેલા કતારમાં નોકરી કરતો હતો પરંતુ અત્યારે તે બેરોજગાર છે. તે અત્યારે સહાનાની સાથે કોઝિકોડમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તાજેતરમાં સહાનાએ એક ફિલ્મમાં કામ કર્યું. કહેવામાં આવે છે કે, સહાનાને ફિલ્મ એક્ટિંગ માટે મળતા પૈસાના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો.
સજ્જાદે મદદ માગીઃ મકાન માલિક
સહાનાનાં મકાન માલિકને જણાવ્યું, મેં મદદ માટે સજ્જાદનો અવાજ સાંભળ્યો અને હું ઘરની તરફ ભાગ્યો. ઘરમાં ગયો તો મેં જોયું કે તેની પત્ની તેના ખોળામાં પડી હતી. જ્યારે મેં તેને પૂછ્યું કે શું થયું તો તેને કહ્યું તે જવાબ આપી રહી નથી. મેં તેને હોસ્પિટલ લઈ જવા માટે કહ્યું. પછી અમે પોલીસને ફોન કર્યો અને તેઓ પાંચ મિનિટમાં પહોંચી ગયા.
ઘરેલુ હિંસાની ફરિયાદ દાખલ કરવા માગતી હતી
સહાના કોઝિકોડમાં રહેતી હતી. સહાના અને સજ્જાદના લગ્ન લગભગ દોઢ વર્ષ પહેલા થયા હતા. થોયા સમય પહેલા સહાના ઘરેલુ હિંસા વિશે ફરિયાદ દાખલ કરવા માગતી હતી પરંતુ સજ્જાદના મિત્રોના સમજાવટ પર તેણે ફરિયાદ દાખલ ન કરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.