તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • Maharashtra Congress President Nana Patol Asks: Why Are You Silent, Don't You Dare To Speak Against Tanshah Modi Government

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારના નિશાના પર અમિતાભ-અક્ષય:પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો મુદ્દે મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ પૂછ્યું- ચૂપ કેમ છો? શું મોદી સરકારની વિરુદ્ધ બોલવાની હિંમત નથી?

13 દિવસ પહેલા

પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતો પર મૌનને લઈને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર અક્ષય કુમાર પર નિશાન સાધ્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, મનમોહન સિંહની સરકારના સમયે જ્યારે ફ્યુલના ભાવ વધ્યા હતા, ત્યારે આ અભિનેતાઓએ સોશિયલ મીડિયા પર તેની ઘણી ટીકા કરી હતી.

'શું મોદી સરકાર વિરુદ્ધ બોલવાની હિંમત નથી?'
એક પ્રેસ કોન્ફરન્સમાં નાના પટોલેએ કહ્યું, યુપીએ ગવર્નમેન્ટ દરમિયાન ફ્યુલની કિંમત વધવા પર વિરોધ કરવાળા એક્ટર્સ હવે ક્યાં છે? તે સમયે જ્યારે પેટ્રોલ 70 રૂપિયા લિટર હતું, ત્યારે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ હવે જ્યારે પેટ્રોલ 100 રૂપિયા લિટર થઈ ગયું છે તો તેઓ ચૂપ કેમ છે? શું તેમનામાં મોદી સરકારની વિરુદ્ધ બોલવાની હિંમત નથી?

'યુપીએ ગવર્નમેન્ટ લોકશાહી રીતે કામ કરી રહી હતી'
પટોલ કહ્યું કે, યુપીએ ગવર્નમેન્ટ લોકશાહી રીતે કામ કરતી હતી, તેથી તેઓ તેની ટીકા કરી શકતા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પેટોલે કેન્દ્ર સરકાર, ડિઝલ અને LPGની કિંમત ઓછી કરીને સામાન્ય લોકોને રાહત આપવાની માગ પણ કરી.

તેમણે મોદી સરકાર પર પ્રજાના ખિસ્સા કાપવાનો આરોપ લગાવતા કહ્યું કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંતમને જોતા દેશમાં ડિઝલ 25 અને પેટ્રોલ 35 રૂપિયા લિટર વેચવું જોઈએ.

અમિતાભ બચ્ચન 'મે ડે', અક્ષય કુમાર 'બચ્ચન પાંડે'માં વ્યસ્ત
અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મ 'મે ડે'ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેનું નિર્દેશન અજય દેવગણ કરી રહ્યો છે. ફિલ્મમાં અજય દેવગન, રકુલ પ્રીત સિંહ, અંગીરા ધર, આકાંક્ષા સિંહ અને બોમન ઈરાની પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની સંભવિત રિલીઝ ડેટ 29 એપ્રિલ 2022 છે.

અક્ષય કુમારની વાત કરીએ તો તે અત્યારે 'બચ્ચન પાંડે'નું શૂટિંગ કરી રહ્યો છે. ફરહાદ-સામજીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મમાં કૃતિ સેનન અને જેકલીન ફર્નાન્ડિઝ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 26 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો