ઓલિમ્પિક ચેમ્પિયનની તૈયારી:માધવન તેના પુત્રને સ્વિમિંગની તાલીમ આપવા દુબઈ શિફ્ટ થયો, વેદાંત પહેલેથી જ નેશનલ મેડલિસ્ટ છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 'રહેના હૈ તેરે દિલ મે' ફેમ એક્ટર માધવન ઈચ્છે છે કે વેદાંતને સૌથી મોટી સ્પોર્ટિંગ ઈવેન્ટ માટે શ્રેષ્ઠ સુવિધાઓ મળે
  • વેદાંતે ઓક્ટોબરમાં જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર માટે ટોટલ 7 મેડલ જીત્યા હતા

એક્ટર આર માધવનને સ્પોર્ટ્સ પ્રત્યે ઘણો લગાવ છે. તેને બોક્સિંગ પર બનેલી ફિલ્મ સાલા ખડૂસમાં લીડ રોલ પણ કર્યો હતો. હવે માધવનો દીકરા વેદાંતને ઓલિમ્પિક ચેમ્પિયન બનાવવાની તૈયારીમાં લાગી ગયો છે. વેદાંતને સારી ફેસિલિટી અને ટ્રેનિંગ અપાવવા માટે તે દુબઈ શિફ્ટ થઈ ગયો છે. 16 વર્ષનો વેદાંત પહેલાથી જ નેશનલ સ્વિમિંગ મેડલિસ્ટ છે.

વેદાંતનું સપનું મારા કરિયર કરતા વધારે મહત્ત્વનું છે
'રહેના હૈ તેરે દિલ મે' ફેમ એક્ટર માધવન ઈચ્છે છે કે વેદાંતને સૌથી મોટી સ્પોર્ટિંગ ઈવેન્ટ માટે શ્રેષ્ઠ સુવિધાઓ મળે. એક ઈન્ટરવ્યુમાં તેને આ વાતને કન્ફર્મ કરી છે કે તે પત્ની સરિતા બિરજે અને દીકરા વેદાંતની સાથે દુબઈમાં છે. માધવનનું કહેવું છે કે, મુંબઈમાં મોટા સ્વિમિંગ પૂલ અથવા તો કોવિડના કારણે બંધ છે અથવા ત્યાં સુવિધાઓ નથી. અમે અહીં વેદાંતની સાથે છીએ, જ્યાં તે મોટા પૂલમાં ટ્રેનિંગ લે છે. તે ઓલિમ્પિકનું સપનુ પૂરું કરવામાં મહેનત કરી રહ્યો છે. આ પ્રયાસમાં સરિતા અને હું હંમેશાં તેની સાથે છીએ.

માધવન અને તેની પત્ની સરિતા બિરજે હંમેશા પુત્ર વેદાંતના સપનાને સપોર્ટ આપે છે.
માધવન અને તેની પત્ની સરિતા બિરજે હંમેશા પુત્ર વેદાંતના સપનાને સપોર્ટ આપે છે.

માધવને વેદાંતને એક્ટિંગમાં ન આવવા વિશે પણ વાત કરી. તેને કહ્યું કે, તેને હંમેશાંથી વિશ્વાસ રહ્યો છે કે બાળકો તેમના જીવનમાં શું કરવા માગે છે તેની પસંદ તેમને જાતે કરવી જોઈએ. માધવને કહ્યું, તે આખી દુનિયામાં સ્વિમિંગ ચેમ્પિયનશિપ જીતી રહ્યો છે અને અને અમને ગૌરવની અનુભૂતિ કરાવી રહ્યો છે, અમે તેનાથી ઘણા ખુશ છીએ. એક્ટરે તમામ સ્ટારના માતા-પિતાને સલાહ પણ આપી છે. માધવને કહ્યું કે, તેમને તેમના બાળકોને ઉડવા દેવા જોઈએ. તેને આગળ કહ્યું, મને કોઈ પસ્તાવો નથી કે વેદાંત એક્ટર નથી બન્યો. તેના દ્વારા પસંદ કરવામાં આવેલું પ્રોફેશન મારા માટે મારી કરિયર કરતા વધારે મહત્ત્વનું છે.

વેદાંતે નેશનલ ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર માટે 7 મેડલ જીત્યા છે.
વેદાંતે નેશનલ ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર માટે 7 મેડલ જીત્યા છે.

નેશનલ ચેમ્પિયનશિપમાં 7 મેડલ જીત્યા છે વેદાંતે
વેદાંતે ઓક્ટોબરમાં જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર માટે ટોટલ 7 મેડલ જીત્યા હતા. તેને બેંગ્લુરુમાં બસવનગુડી એક્વાટિક સેન્ટરમાં આયોજિત સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા. વેદાંતે 800 મીટ ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ, 1500 મીટર ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ, 4×100 મીટર ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ અને 4×200 મીટર ફ્રિસ્ટાઈલ સ્વિમિંગ રિલે ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા હતા. 100 મીટર, 200 મીટર, અને 400 મીટર ફ્રીસ્ટાઈલ સ્વિમિંગ ઈવેન્ટમાં તેને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેના પર ફેન્સ સહિત ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આર માધવનને અભિનંદન પાઠવ્યા હતા. તે ઉપરાંત દીકરાના સારા ઉછેર માટે માધવનના વખાણ પણ કર્યા હતા.

માધવનને તેના પુત્ર પર ગર્વ છે.
માધવનને તેના પુત્ર પર ગર્વ છે.

અમે ગર્વ અનુભવી રહ્યા છીએ
આર માધવને તાજેતરમાં પોતાના દીકરાના 16મા જન્મદિવસ પર એક સ્પેશિયલ પોસ્ટ પણ શેર કરી હતી. તેને લખ્યું હતું, હું જે વસ્તુઓમાં સારો છું, તે તમામ વસ્તુઓમાં મને પાછળ છોડી દેવા માટે ધન્યવાદ. મારી છાતી ગર્વથી ફૂલી ગઈ છે. હું તારી પાસેથી ઘણું બધું શીખીશ. 16મા જન્મદિવસની શુભેચ્છા. હું આશા કરું છું કે તું સારો વ્યક્તિ બને. હું એક સૌભાગ્યશાળી પિતા છું.

સોશિયલ મીડિયા પર વેદાંત અને આર્યનની તુલાન
થોડા દિવસો પહેલા શાહરૂખ ખાનના દીકરા ડ્રગ્સ કેસમાં ફસાવવા પર લોકોએ સોશિયલ મીડિયા પર આર્યનની તુલના માધવનના દીકરા વેદાંત સાથે કરી હતી. ત્યારે યુઝર્સે વેદાંતની પ્રશંસા કરી હતી. તો બીજી તરફ શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન ડ્રસ કેસમાં ફાસાવવા પર તેની ટિકા કરવામાં આવી હતી. કેટલાક યુઝર્સ બંનેના સંસ્કારોની તુલના પણ કરી રહ્યા હતા. યુઝર્સના અનુસાર, એક દીકરો દેશ માટે મેડલ જીતી રહ્યો છે અને બીજો નશાના કેસમાં ફલાયો છે. થોડા દિવસ પહેલા વેદાંતનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે જમીન પર બેસીને ખાતો હતો. વેદાંતના આ ફોટો પર પણ લોકોએ ઘણી પ્રશંશા કરી હતી.

આર્યન અને વેદાંતના સંસ્કારો અને ઉછેરની તુલના થઈ.
આર્યન અને વેદાંતના સંસ્કારો અને ઉછેરની તુલના થઈ.