તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Entertainment
 • Like This. S. Sandeep Nahar, Who Was Sushant's Co actor In Dhoni Film, Committed Suicide, Made Serious Allegations Against His Wife In A Suicide Note.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલિવૂડમાં વધુ એક સુસાઇડ:એમ. એસ. ધોની ફિલ્મમાં સુશાંતના કો-એક્ટર રહેલા સંદીપ નાહરે આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
એમ. એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મમાં સંદીપ નાહરે સુશાંત સિંહ રાજપૂતના સરદાર મિત્રનો રોલ ભજવ્યો હતો. (ફાઈલ ફોટો) - Divya Bhaskar
એમ. એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી ફિલ્મમાં સંદીપ નાહરે સુશાંત સિંહ રાજપૂતના સરદાર મિત્રનો રોલ ભજવ્યો હતો. (ફાઈલ ફોટો)

સુશાંત સિંહ રાજપૂત સ્ટારર 'એમ. એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી'માં સુશાંત સિંહ રાજપૂતના સરદાર મિત્રના રોલમાં જોવ મળેલા અભિનેતા સંદીપ નાહરે સુસાઈડ કર્યું છે. સોમવારે સાંજે તેને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે પોતાની પત્ની પર ગંભીર આરોપ લગાવ્યા છે.

સંદીપે કહ્યું છે કે "હવે જીવવાની ઈચ્છા નથી થતી. લાઈફમાં ઘણાં સુખ-દુઃખ જોયાં. દરેક વખતે પ્રોબ્લેમને ફેસ કર્યો, પરંતુ આજે હું જે સમયમાંથી પસાર થઈ રહ્યો છું એ સહનશક્તિની બહાર છે. હું જાણું છું કે સુસાઇડ કરવું એ કાયરતા છે. મારે પણ જીવવું હતું, પરંતુ જીવીને પણ શું ફાયદો, જ્યાં સુકૂન અને સેલ્ફ રિસ્પેક્ટ ન હોય?"

પત્ની અને સાસુ પર લગાવ્યા ગંભીર આરોપ
સંદીપે વધુમાં લખ્યું હતું કે "મારી વાઈફ કંચન શર્મા અને તેની માતા વુનુ શર્મા, જેમણે મને ન ઓળખ્યો કે ન જાણવાના પ્રયાસો કર્યા. મારી પત્ની હાઈપર નેચરની છે અને તેની પર્સનાલિટી અને મારી અલગ છે, જે કોઈ રીતે મેચ નથી થતી. રોજ રોજ સવાર-સાંજના ઝઘડા, મારી હવે આ સાંભળવાની તાકાત નથી. એમાં કંચનની કોઈ જ ભૂલ નથી, તેનો સ્વભાવ જ એવો છે, તેને બધું જ નોર્મલ લાગે છે, પરંતુ મારા માટે આ બધું નોર્મલ નથી."

હું મુંબઈમાં ઘણાં વર્ષો સુધી રહ્યો છું. મેં ઘણો ખરાબ સમય પણ જોયો છે, પરંતુ ક્યારેય તૂટી પડ્યો ન હતો. ડબિંગ કર્યું, જિમ ટ્રેનર રહ્યો, એક રૂમના કિચનમાં 6 લોકો રહેતા હતા, સ્ટ્રગલ કરતો હતો, પરંતુ શાંતિ હતી. આજે મેં ઘણુંબધું મેળવ્યું છે, પરંતુ આજે લગ્ન પછી સુકૂન નથી. 2 વર્ષથી જીવન બિલકુલ બદલાઈ ગયું છે. આ વાત પણ ક્યારેય કોઈની સાથે શેર નહીં કરી શકું. દુનિયાને લાગે છે કે તેમનું કેવું સારું ચાલી રહ્યું છે, કેમ કે તેઓ અમારી સોશિયલ પોસ્ટ કે સ્ટોરી જુએ છે, જે એકદમ ખોટી છે. દુનિયા સમક્ષ સારી ઈમેજ દેખાડવા માટે પોસ્ટ નાખું છું, પરંતુ સત્ય ઘણું જ અલગ છે.

સંદીપે લખ્યું- અમારી વચ્ચે મનમેળ જ ન હતો
સંદીપે પોતાની પત્ની અંગે લખ્યું કે "અમારા વચ્ચે જરાય મનમેળ જ ન હતો. કંચન 2 વર્ષમાં 100થી વધુ વખત સુસાઈડને લઈને બોલી ચૂકી છે. તેણે કહ્યું હતું કે તને ફસાવી દઈશ. જુઓ આજે સમય એવો આવી ગયો કે મારે આ પગલું ભરવું પડી રહ્યું છે. પાસ્ટને લઈને લડાઈ છે. તે મારું માન નથી જાળવતી. તે મને ગાળો આપે છે અને મારા પરિવાર અંગે ખરાબ-ખરાબ બોલે છે. જે હવે મારા માટે સાંભળવું સહન કરવાની બહાર થઈ ગયું છે. એમાં તેની કોઈ જ ભૂલ નથી, કેમ કે તે મગજથી બીમાર છે, હું ઈચ્છું છું કે મારા ગયા પછી તેને કંઈ જ કહેવામાં ન આવે, કેમ કે તેને ક્યારેય પોતાની ભૂલનો અહેસાસ નહીં થાય. બસ, તેનો ઈલાજ કરાવી દો કે જેથી મારા ગયા પછી જેના પણ જીવનમાં જાય તેને ખુશીઓ આપે. મારી ફેમિલીને મારા ગયા પછી કોઈ પણ મુશ્કેલી ન આપે."

માતા-પિતાને કહ્યું- થેન્ક્સ
સંદીપ લખે છે, "હું મારાં માતા-પિતાને થેન્ક્સ કરવા માગું છું, કેમ કે તેમણે મને એ બધું જ આપ્યું જે હું ઈચ્છતો હતો. મારું એકટર બનવાનું સપનું પૂરું કર્યું. આજે હું જે કંઈ છું એ તેમના કારણે જ છું. મને ખ્યાલ છે કે તમે બધા કહી રહ્યા હશો કે તેમના માટે કેમ ન જીવ્યો. હું જીવત જો હું સિંગલ હોત. મને ખબર છે કે જીવવા માટે બહાદુરી જોઈએ, પરંતુ હાલ તો ફક્ત હું મારાં માતા-પિતાની માફી માગવા ઈચ્છું છું. એ દરેક ક્ષણ માટે જ્યારે મેં તેમનું દિલ દુભાવ્યું. હું અહીં તેમને પ્રાઉડ ફીલ કરાવવા માટે આવ્યો હતો અને કંઈક બનીને તેમના માટે કંઈક કરવા માગતો હતો, પરંતુ મારી એક ભૂલ જે લગ્ન છે, એને કારણે મારી જિંદગી બદલાઈ ગઈ. હવે જીવવાની ઈચ્છા નથી થતી."

બોલૂવુડમાં ઘણું રાજકારણ છે
પૈસાને લઈને, કામને લઈને દરેક તણાવ ખમી શકાય છે, પરંતુ આ ઔરતવાળો કલેશ ન સહી શકાય. મુંબઈએ મને ઘણું કામ આપ્યું, આ માયાનગરીને થેન્ક્સ કહેવા માગું છું, પરંતુ આ માયાનગરી બોલિવૂડમાં પણ ઘણું જ રાજકારણ છે. તમારે બસ આશા આપીને તમારો સમય ખાઈ જાય છે અને બાદમાં પ્રોજેક્ટમાંથી હાંકી કાઢવામાં આવે છે. એ બધું થયા બાદ પણ, અહીંના લોકો ઘણા જ પ્રેક્ટિકલ છે. નો ઈમોશન, બસ દેખાડાની ખોટી લાઈફમાં જીવે છે. એ સમય જ સારો હતો, જ્યારે કાચા ઘર હતાં, લોકોમાં પ્રેમ હતો. બધા જ પોતાના લાગતા હતા. આજકાલ તો બધા જ પોતાના થઈને પણ પરાયા લાગે છે. ભીડમાં એકલા જીવવું પણ એક કળા છે.

પોલીસની કાર્યવાહી પર રહેશે નજર
એક્ટરે વારંવાર પોતાના પોસ્ટમાં કહ્યું હતું કે મારી વાઈફને કંઈ જ કહેવામાં ન આવે. બસ, તે ફક્ત બીમાર છે અને બીજી અન્ય વાતો પણ પોતાની વાઈફને ઉદ્દેશીને કહી છે. એક્ટરની બધી પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે પરિવારમાં જોવા મળતી અશાંતિથી ઘણો જ પરેશાન હતો. એક્ટર પોતાની વાઈફને લઈને માનસિક રીતે ઘણો જ પરેશાન હતો અને જેને કારણે તેને આટલું મોટું પગલું ભર્યું છે. હવે જોવાનું રહેશે કે સંદીપના નિધન પછી પોલીસ તેની વાઈફને કેવા પ્રકારના સવાલો કરે છે.

અક્ષય કુમારની સાથે કેસરી ફિલ્મમાં પણ નજરે પડ્યો હતો
એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઉપરાંત સંદીપે અક્ષય કુમાર સ્ટારર 'કેસરી' અને એકતા કપૂરના ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝ 'કહને કો હમસફર હૈ'માં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો