• Gujarati News
  • Entertainment
  • Latin Grammy Award Winner Brazilian Singer Marilia Mendonca Dies In Plane Crash, Pre crash Video Goes Viral

સિંગરનું નિધન:લેટિન ગ્રેમી એવોર્ડ વિનર બ્રાઝિલની સિંગર મારિલિયા મેન્ડોન્કાનું પ્લેન ક્રેશમાં મોત, દુર્ઘટના પહેલાનો વીડિયો વાયરલ

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવાર સાંજે મેરિલિયા મેન્ડોન્કા કાર્ટિંગામાં પરફોર્મ કરવાની હતી
  • ‘ધ ક્વિન ઓફ સફરીંગ’ના નામથી ઓળખાતી સિંગર માત્ર 26 વર્ષની હતી

બ્રાઝિલની ફેમસ યંગ સ્ટાર સિંગર મારિલિયા મેન્ડોન્કાનું એક પ્લેન ક્રેશમાં નિધન થયું છે. તે પોતાના દેશની સૌથી ફેમસ સિંગરમાંથી એક હતી. શુક્રવારે એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું. જો કે, આ અકસ્માત કેવી રીતે થયો તેની હજુ કોઈ જાણકારી સામે આવી નથી. મારિલિયા લેટિન ગ્રેમી એવોર્ડ વિનર રહી ચૂકી છે. ‘ધ ક્વિન ઓફ સફરીંગ’ના નામથી ઓળખાતી સિંગર માત્ર 26 વર્ષની હતી.

પ્લેન ક્રેશના કારણની તપાસ કરવામાં આવી રહી છે
મારિલિયા મેન્ડોન્કા બ્રાઝિલમાં જ પોતાના એક મ્યુઝિક પ્રોગ્રામમાં ભાગ લેવા ગઈ હતી. તેનું પ્લેન બ્રાઝિલના ગોઆનિયા શહેરથી કાર્ટિંગા જઈ રહ્યું હતું. તે દરમિયાન તેનું પ્લેન ક્રેશ થયું હતું. સિંગરના નિધનની જાણકારી આપતા અધિકારીઓ જણાવ્યું કે આ પ્લેન અકસ્માતમાં મારિલિયા સાથે તેના એક અંકલ અને એક પ્રોડ્યુસર તથા બે ક્રુ મેમ્બર્સના પણ મોત નિપજ્યા છે. હાલમાં પ્લેન ક્રેશ કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવી રહી છે. શુક્રવાર સાંજે મેરિલિયા મેન્ડોન્કા કાર્ટિંગામાં પરફોર્મ કરવાની હતી, પરંતુ અહીં પહોંચવાના 12 કિલોમીટર પહેલા જ તેનું પ્લેન એક જીવલેણ અકસ્માતનો શિકાર બન્યું હતું.

મૃત્યુ પહેલાનો વીડિયો વાયરલ
મીડિયા રિપોર્ટ્સના અનુસાર, મારિલિયાએ પ્લેન ક્રેશ થયાના ગણતરીના કલાકો પહેલા એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પ્રાઈવેટ એરક્રાફ્ટ પર બોર્ડિંગ કરવાની તૈયારી કરતી જોવા મળી હતી. તેના મૃત્યુના સમાચારથી સમગ્ર વિશ્વમાં તેના કરોડો ફેન્સને આઘાત લાગ્યો છે.

આલ્બમ 'સર્ટેન્ઝો' માટે પ્રખ્યાત હતી સિંગર
મારિલિયાએ વર્ષ 2019માં સર્વશ્રેષ્ઠ આલ્બમ 'સર્ટેનઝો' (2019) દ્વારા પોતાની ઓળખ બનાવી હતી. આ આલ્બમ માટે તેણે ગ્રેમી એવોર્ડ પણ જીત્યો હતો. મારિલિયા ફક્ત બ્રાઝિલમાં જ નહીં અલગ અલગ દેશોમાં પણ લોકપ્રિય હતી. તેને યુટ્યુબ પર લગભગ 2.2 કરોડ ફોલોઅર્સ હતા. સ્પોટીફાય પર 80 લાખથી વધુ લોકો તેને દર મહિને સાંભળતા હતા. ગત વર્ષે કોવિડ-19 મહામારીમાં તેણે લોકોની મદદ માટે યુટ્યુબ પર લાઈવ સ્ટ્રિમનો 33 લાખ વ્યુઅર્સનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.