શું કુણાલ જાનીએ આપી હતી આર્યનની ટિપ?:સુશાંત કેસમાં પકડાયેલા કુણાલના શાહરુખ સાથે સારા સંબંધ, પુરતા પુરાવા મળ્યા બાદ જ NCBએ 4.8 લાખની ટિકિટ ખરીદીને ક્રુઝ પર રેડ કરી

મુંબઈ2 મહિનો પહેલા
કુણાલ જાનીના અભિનેતા શાહરુખ ખાન અને તેમના પરિવારની સાથે સારા સંબંધ છે. તેથી માનવામાં આવે છે કે તેને આર્યન ક્રુઝ પર જશે તે અંગે પુરતી જાણકારી હતી.

સુશાંતસિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલાં ડ્રગ્સ કેસમાં 30 સપ્ટેમ્બરે પકડાયેલા હોટલ સાથે સંકળાયેલો બિઝનેસમેન કુણાલ જાનીની જામીન અરજી મંગળવારે કિલા કોર્ટે ફગાવી દીધી છે. કુણાલ હાલ NCBની કસ્ટડીમાં છે અને સૂત્રોનું માનવામાં આવે તો તેના ફોનની તપાસ દરમિયાન જ તપાસ એજન્સીને કૉર્ડેલિયા ક્રુઝ પર ડ્રગ્સ પાર્ટી થશે તે અંગેની માહિતી મળી હતી. કુણાલના અભિનેતા શાહરુખ ખાન અને તેની પત્ની ગૌરી ખાન સાથે સારા સંબંધ છે. આ બંને ઉપરાંત કુણાલના બોલિવુડમાં ઘણાં સારા કનેક્શન ધરાવે છે.

તપાસમાં સામે આવ્યું છે કે કુણાલની મુંબઈમાં બે મોટી હોટલ્સ છે અને અહીં અનેક મોટી પાર્ટી આયોજિત થઈ છે. શાહરુખની પત્ની ગૌરી ખાને પણ 2017માં કુણાલની એક હોટલમાં પાર્ટીનું આયોજન કર્યું હતું. કુણાલની હોટલ્સમાં થનારી પાર્ટીઝમાં બોલીવુડના અનેક મોટા સ્ટાર્સ સામેલ થાય છે. કુણાલની ધરપકડ બાદથી કહેવામાં આવે છે કે NCBની રડારમાં અનેક મોટા બોલીવુડ સ્ટાર્સ આવી શકે છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ આર્યનના પરિવાર સાથેની નિકટતાને કારણે કુણાલને ત્યાં થનારી પાર્ટીની જાણ હતી.

પુરતી જાણકારી પછી જ NCBએ 80-80 હજારની ટિકિટ લીધી
આ જાણકારી પછી NCBની ટીમ યાત્રી બનીને ક્રુઝ પર સવાર થયા અને શિપ જ્યારે સમુદ્રમાં અધવચ્ચે પહોંચી તો આર્યન સહિત 8 લોકોને પકડવામાં આવ્યા. એવું પણ કહેવાય છે કે NCB કોઈ પણ જાતના પુરાવા વગર 80-80 હજાર રૂપિયાની ટિકિટ નથી લેતી. આ હાઈ પ્રોફાઈલ દરોડા માટે NCBએ પોતાના 25 અધિકારીઓને કામે લગાડ્યા હતા. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે 6 અધિકારી પાર્ટીના કપડાં પહેરીને ક્રુઝ શિપ પર ચડ્યા હતા. આ દ્રષ્ટીએ લગભગ 4 લાખ 80 હજાર રૂપિયાની ટિકિટ NCB દ્વારા પહેલાં જ ખરીદવામાં આવ્યા હતા.

NCBએ ન માન્યું કે તેઓને પહેલેથી જ આર્યન ત્યાં હશે તેની જાણકારી હતી
NCBના એક અધિકારીએ કહ્યું, "તે સમયે અમને આ અંગે કોઈ જાણકારી ન હતી કે આ બાળક કોણ છે. અમે નક્કી કર્યું હતું કે NCBના અધિકારી પાર્ટીમાં જતા લોકોની વચ્ચે સામેલ થશે, કેમકે અહીં જ ડ્રગ્સ લેનારાઓને પકડી શકાય એમ હતું."

તેઓએ વધુમાં જણાવ્યું કે, "અનેક વખત નશીદા પદાર્થના દરોડામાં અધિકારીઓ પહોંચે તે પહેલાં જ ગુનેગારોને સતર્ક કરી દેવામાં આવે છે. જેથી તે ડ્રગ્સને સુરક્ષિત જગ્યાએ મુકવામાં સફળ થઈ જાય અને અમને કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં ઘણી જ મુસ્કેલીઓ પડે છે."

પાર્ટીઝમાં ડ્રગ્સની સુવિધા ઊભી કરવાનું કામ કરતો હતો જાની
NCBને તે વાતના પુરતા પુરાવા મળ્યા છે કે આ પાર્ટીઓમાં ડ્રગ્સ પહોંચાડવાનું કામ કુણાલ જાની કરતો હતો. NCBના સૂત્રો મુજબ કુણાલ જાની નાઈઝિરીયન ડ્રગ્સ પેડલર્સ અને અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઈ અગિસિલાઓસ ડેમેટ્રિયડ્સની વચ્ચે મહત્વની કડી છે.

આ રીતે જાની ડ્રગ્સની સપ્લાઈ કરતો હતો
NCBના જણાવ્યા મુજબ તપાસમાં સામે આવ્યું છે કે કુણાલ જાની નાઈઝિરિયન્સ ડ્રગ્સ પેડલર પાસેથી કોકીન લઈને તેને અગિસિલાઓસ ડેમેટ્રિયડ્સ સુધી પહોંચાડતો હતો અને અગિસિલાઓસ બોલીવુડ અને બિઝનેસ જગતની હસ્તિઓ સુધી તેની સપ્લાઈ કરતી હતી. એટલું જ નહીં નાઈઝીરિયન્સ પાસેથી ખરીદવામાં આવેલી કોકીન ડ્રગ્સનો ઉપયોગ હોટલમાં આયોજિત થનારી હાઈ પ્રોફાઈલ ડ્રગ્સ પાર્ટીઓમાં પણ મોટા સ્તરે કરતો હતો.

જાનીના દાઉદ ગેંગ સાથે પણ છે સંબંધ
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ પાર્ટીઓમાં ડ્રગ્સના ધંધામાં દાઉદ ઈબ્રાહિમનો પાર્ટનર કૈલાશ રાજપૂતના જૂથના સુફરાન લકડાવાલા અને અબૂ અસલમ આઝમી ડ્રગ્સની સપ્લાઈ કરતા હતા. કુણાલ જાની, સુશાંતસિંહ રાજપૂત ડ્રગ્સ કેસ અને અન્ય એક કેસમાં પણ પહેલાંથી જ વોન્ટેડ હતો અને ઘણાં દિવસથી ફરાર હતો.

અન્ય સમાચારો પણ છે...