KRKને 9 દિવસે જેલમાંથી છૂટ્યો:‘અમુક લોકો મારા પપ્પાને મારી નાખશે’, જામીન મળ્યા બાદ KRKના દીકરાની આજીજી, ‘એમને સુશાંતની જેમ મરવા ન દેશો’, લંડનથી પિતાના અકાઉન્ટમાંથી ટ્વીટ કરી

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટર અને રિવ્યુઅર કમાલ રાશિદ ખાન (KRK) વિવાદાસ્પદ સો.મીડિયા પોસ્ટ કેસમાં 9 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યો છે. કોર્ટે કમાલ ખાનને 30 ઓગસ્ટના રોજ 14 દિવસના જ્યુડિશિયલ જામીન પર મોકલ્યો હતો. આ પહેલાં KRKને મંગળવારે યૌનશોષણ કેસમાં શરતી જામીન આપવામાં આવ્યા હતા.

ગુરુવારે થાણે જેલમાંથી બહાર આવ્યા બાદ બીજું ડેવલપમેન્ટ એ થયું કે KRKના દીકરા ફૈસલ કમાલે તેના પિતાના અકાઉન્ટમાંથી ટ્વીટ કરીને સૌને ચોંકાવી દીધા હતા. KRKના દીકરાએ લખ્યું કે, ‘હું KRKનો દીકરો ફૈસલ કમાલ છું. અમુક લોકો મુંબઈમાં મારા પિતાને ટોર્ચર કરીને મારી નાખવા માગે છે. હું માત્ર 23 વર્ષનો છું અને લંડનમાં રહું છું. મારે મારા પિતાની મદદ શી રીતે કરવી તે મને સમજાતું નથી.’ પછી એ જ ટ્વીટમાં તેણે અભિષેક બચ્ચન, રિતેશ દેશમુખ અને મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને લખ્યું કે, ‘પ્લીઝ, મારા પિતાને બચાવી લો. હું અને મારી બહેન તેમના વિના મરી જઇશું.’ એ જ ટ્વીટના થ્રેડમાં KRKના દીકરાએ લખ્યું કે, ‘અમે નથી ઇચ્છતા કે મારા પિતાનો અંજામ પણ સુશાંત સિંહ રાજપૂત જેવો થાય.’

KRKને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે
KRKના અશોક સરાવગીએ જણાવ્યું હતું કે પર્સનલ બોન્ડ અથવા રોકડ તરીકે 15,000 રૂપિયા જમા કરાવીને જામીન મળ્યા છે. આ સાથે જ્યાં સુધી ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી આરોપીએ સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું રહેશે. તેણે મહિનાના બીજા અને ચોથા સોમવારે સવારે 11 વાગ્યા સુધીમાં તેની હાજરી નોંધાવવાની રહેશે.

યૌનશોષણ કેસમાં જામીન કેમ મળ્યા?
KRKને જામીન મળવાના કારણ અંગે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં વકીલ અશોક સરાવગીએ કહ્યું હતું, 'વર્સોવા પોલીસે 2021માં છેડતીનો કેસ કર્યો હતો. એ કેસમાં જામીન મળવાનું કારણ એકદમ સિમ્પલ હતું. જ્યારે ફરિયાદકર્તાએ KRKની સેક્સ્યૂઅલ ડિમાન્ડ રિજેક્ટ કરી તેમ છતાંય ફરિયાદકર્તા શા માટે KRKના સંપર્કમાં હતી. ફરિયાદકર્તાને KRKના કેરેક્ટરની ખબર હતી તોપણ સંપર્કમાં રહેવાનું કારણ શું? દલીલો બાદ આ કેસમાં કોર્ટે જામીન આપ્યા હતા.'

શું છે યૌનશોષણ કેસ?
પોલીસે કહ્યું હતું કે 27 વર્ષીય એક મહિલાએ KRK વિરુદ્ધ FIR કરી હતી. 2017માં તે એક્ટિંગ માટે મુંબઈ આવી હતી. KRKને તે હાઉસ પાર્ટીમાં મળી હતી. અહીં KRKએ પોતાને ફિલ્મ પ્રોડ્યુસર કહ્યો અને બંનેએ એકબીજાને ફોનનંબર લીધા હતા.

FIR પ્રમાણે, KRKએ પીડિતાને એક ફિલ્મ 'કેપ્ટન નવાબ'માં લીડ રોલ આપવાનું વચન આપ્યું હતું. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી હોવાનું વાત કહી હતી. 2019માં કમાલ ખાને બર્થડે સેલિબ્રેશન માટે મુંબઈના ચાર બંગલા સ્થિત ઘર પર પીડિતાને બોલાવી હતી, પરંતુ તે ગઈ નહોતી. બે-ત્રણ દિવસ બાદ જ્યારે પીડિતા કમાલ ખાનના ઘરે ગઈ તો તે પીડિતાને બેડરૂમમાં લઈ ગયો હતો અને દારૂની ઑફર કરી હતી. પીડિતાએ ના પાડી તો ઓરેન્જ જ્યૂસ ઑફર કર્યો હતો. જ્યૂસ પીધા બાદ પીડિતાને ઊંઘ આવવા લાગી હતી. ત્યાર બાદ KRKએ પીડિતા સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઈરફાન અને રિશી કપૂર પર કર્યું હતું વિવાદાસ્પદ ટ્વીટ
KRKના બે વર્ષ જૂના કેસમાં મુંબઈ પોલીસે તેની 30 ઓગસ્ટના રોજ એરપોર્ટથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ KRKને બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીં 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી હતી. KRK વિરુદ્ધ 2020માં યુવા સેનાની કોર કમિટીએ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. કમાલ ખાને સ્વર્ગીય ઈરફાન ખાન તથા રિશી કપૂર વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ કરી હતી. પોલીસે કમલ વિરુદ્ધ આઈપીસીની કલમ 294 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

હું પહેલાં જ જાણતો હતો ઈરફાન અને રિશી કપૂર જશે : KRK
KRK2020માં ઇરફાન ખાન (29 એપ્રિલ) અને રિશી કપૂર (30 એપ્રિલ)ના નિધન પછી ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું, 'મેં થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે કોરોના ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી કેટલાક જાણીતા લોકોને તેની સાથે નહીં લઈ જાય. એ વખતે મેં નામ નહોતાં લખ્યાં, કારણ કે લોકો મને ગાળો આપતા, પણ મને પહેલેથી જ ખબર હતી કે રિશી અને ઇરફાન જશે. મને એ પણ ખબર છે કે હવે પછીનો કોનો નંબર આવશે.'

અન્ય સમાચારો પણ છે...