ઇન્ડિયન ક્રિકેટર કેએલ રાહુલ અને ફિલ્મ એક્ટ્રેસ અથિયા શેટ્ટીના લગ્નની વિધિઓ 21 જાન્યુઆરીથી એટલે કે આજથી શરૂ થઈ રહી છે, જે 23 જાન્યુઆરી સુધી ચાલશે. આ ફંક્શન સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસમાં યોજાશે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 21મીએ હલ્દી સેરેમની અને 22મીએ મહેંદી સેરેમની થશે.લગ્ન 23 જાન્યુઆરીએ દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ મુજબ થશે. આ લગ્નમાં સલમાન, અક્ષય, જેકી, અનિલ કપૂર, શિલ્પા શેટ્ટી જેવા સ્ટાર્સ સામેલ થઇ શકે છે.
કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી લગભગ 4 વર્ષથી રિલેશનશિપમાં છે. રાહુલે 2014માં ટેસ્ટ ટીમમાં ડેબ્યુ કર્યું હતું. આથિયાએ 2015માં ફિલ્મ 'હીરો'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અથિયાએ પોતાના કરિયરમાં માત્ર 4 ફિલ્મો કરી છે જેમાંથી એકમાં તે ગેસ્ટ સ્ટાર હતી. અથિયાની કુલ સંપત્તિ 29 કરોડ રૂપિયા છે. તો કેએલ રાહુલ વાર્ષિક 30 કરોડ કમાય છે. ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન હોવા ઉપરાંત રાહુલ IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન પણ છે.
ગયા વર્ષે પહેલીવાર સાથે જોવા મળ્યાં
ગયા વર્ષે અહાન શેટ્ટીની ફિલ્મ 'તડપ'ના પ્રીમિયરમાં અથિયા તથા કેએલ રાહુલ પહેલી જ વાર સાથે જોવા મળ્યાં હતાં. બંનેએ એકબીજાનો હાથ પકડીને ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. મીડિયાની સામે બંનેનું આ પહેલું અપિયરન્સ હતું. બંનેએ સાથે રહીને ઘણા પોઝ આપ્યા હતા.
આવો... જાણીએ બંનેની નેટવર્થ, કમાણી, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી લઈને ફેન ફોલોઇંગ અને કાર કલેક્શન
સૌથી પહેલા કેએલ રાહુલ વિશે જાણીએ...
આવો જાણીએ અથિયા શેટ્ટી વિશે...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.