તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • KK Menon's Dada Saheb Phalke Selected As Most Versatile Actor At International Film Festival Awards, Says On Social Media Thank You

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અચિવમેન્ટ:કેકે મેનનની દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સમાં મોસ્ટ વર્સટાઈલ એક્ટર તરીકે પસંદગી, સોશિયલ મીડિયા પર કહ્યું- આભાર

10 દિવસ પહેલા

'બ્લેક ફ્રાઇડે' (2004), 'સરકાર રાજ' (2008), 'ગુલાલ' (2009), 'ABCD'(2013) અને 'ધ ગાઝી એટેક' (2017) જેવી ફિલ્મોમાં જોવા મળેલા અભિનેતા કેકે મેનને દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ અંતર્ગત મોસ્ટ વર્સટાઈલ એક્ટરનું બિરુદ આપવામાં આવ્યું. 54 વર્ષીય અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી છે. તેણે ટ્રોફીનો ફોટો શેર કર્યો છે અને દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલને ટેગ કરતા લખ્યું છે, "આભાર."

મેનને ટીવીથી કરિયરની શરૂઆત કરી હતી
કેકે મેનને તેની કરિયરની શરૂઆત ટીવી સિરિયલથી કરી હતી. બોલિવૂડમાં તેની પહેલી ફિલ્મ 'નસીમ' (1995) હતી, જેમાં તેણે એક નાનકડો રોલ કર્યો હતો. થોડા વર્ષો બાદ 'ભોપાલ એક્સપ્રેસ' (1999)માં તે લીડ એક્ટર તરીકે જોવા મળ્યો હતો. જો કે, તેને ઓળખ 2004માં રિલીઝ થયેલી 'બ્લેક ફ્રાઈડે'થી મળી હતી. તેને 'હૈદર' (2014) માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ મળ્યો છે. છેલ્લે તે 2020માં રિલીઝ થયેલી વેબ સિરીઝ 'સ્પેશિયલ ઓપ્સ'માં જોવા મળ્યો હતો.

અવોર્ડ્સની ટીમને PM મોદીની શુભેચ્છાઓ
થોડા દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સની ટીમને શુભેચ્છા પાઠવી હચી. તેમણે પોતાના લેટરમાં લખ્યું હતું, દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ-2021 વિશે જાણીને ખુશી થઈ છે. આ અવોર્ડ દાદા સાહેબ ફાળકેના વારસાની ઉજવણી કરે છે, જે સાચા દૂરદર્શી હતા. જેમની ઈન્ડિયન સિનેમાની શાનદાર જર્નીમાં અગ્રણી અને અદમ્ય ભૂમિકા રહી છે.

પોતાના લેટરમાં PMએ આગળ લખ્યું છે, "તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન. આશા છે કે, આ અવોર્ડ્સ ઘણા સ્ટેકહોલ્ડર્સને વાર્તા કહેવાની કળાને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે પ્રેરિત કરશે. ફિલ્મ ફેસ્ટિવલ અવોર્ડ્સ-2021ની સફળતા માટે શુભેચ્છાઓ." દાદા સાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના પાંચમાં એડિશનની સેરેમની 20 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો