'કાંતારા' ફિલ્મ ફરી એક વાર ચર્ચામાં આવી છે. આ વખતે આ ફિલ્મનો ચર્ચાનો વિષય એક્ટર છે. 'કાંતારા' ફિલ્મમાં પોલીસ ફોરેસ્ટ ઓફિસર મુરલીધરનો રોલ નિભાવનાર એક્ટર કિશોરનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. કિશોર તેમની વિચારસરણી અને સામાજિક મુદ્દાઓ વિશે ખુબ જ એક્ટિવ રહે છે. કિશોર પર આરોપ લગાવવામાં આવ્યા છે કે, તમને ટ્વિટરના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. પરંતુ હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે, તેમનું એકાઉન્ટ શેના માટે ક્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ કિશોરનું એકાઉન્ટ સસ્પેન્ડ થયાના સમાચાર વહેતા થયા બાદ ફેન્સ તેનું કારણ જાણવા માગે છે. તો ઘણા ફેન્સે તો ટ્વિટરના સીઈઓ ઈલોન મસ્કને પણ ટેગ કરીને કિશોરનું એકાઉન્ટ રીસ્ટોર કરવાની માગ કરી છે.
કિશોરે કર્યા હતા વિવાદસ્પદ ટ્વીટ
કંપનીએ ટ્વિટરના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કિશોરનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું છે. એક રિપોર્ટઅનુસાર, કિશોરએ દક્ષિણ અભિનેત્રી સાઈ પલ્લવીના વિવાદાસ્પદ નિવેદનને ટેકો આપ્યો હતો. આ બાદમાં તેમણે કાશ્મીરી પંડિતોની હત્યાને મુસ્લિમોની હત્યા સાથે જોડીને ટ્વીટ કર્યું હતું. કિશોરે એમ પણ કહ્યું હતું કે શું ફિલ્મ કલાકારો માટે સામાજિક મુદ્દાઓ પર તેમના મંતવ્યો હોય તે ગુનો છે. બાદમાં તેનું ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કિશોરે 'કાંતારા' ફિલ્મમાં બતાવવામાં આવેલ જમીન વિવાદ પર ભગવાનના ક્રોધ જેવા અનેક વિવાદાસ્પદ ટ્વીટ્સ પણ કર્યા હતા. તો બીજી તરફ કિશોરે એકાઉન્ટ સસ્પેન્ડ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલાં કિશોરના 43,000થી વધુ ફોલોઅર્સ હતા, જે વધીને 66,000 થઇ ગયા હતા, પરંતુ હજુ સુધી તેનું એકાઉન્ટ વેરિફાઇડ કરવામાં આવ્યું ન હતું. તો થોડા સમય પહેલાં જ કિશોરે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેઓએ ટીવી ચેનલ તરફ ઈશારો કરતા કહ્યું હતું કે, 30 નવેમ્બરના સ્વતંત્ર પ્રેસ અને ભારતીય લોકતંત્ર માટે બ્લેક ડે ગણાવ્યો હતો.
ફેન્સે કરી એકાઉન્ટ રિકવર કરવાની માગ
જ્યારથી ફેન્સને ખબર પડી છે કે, કિશોરનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે ત્યારથી ફેન્સ સોશિયલ મીડિયા પર તેનું એકાઉન્ટ રિકવરી કરવાની માગ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, પ્રિય ઈલોન મસ્ક અભિનેતા કિશોરનું ટ્વિટર એકાઉન્ટ કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે?
અન્ય એક યુઝરે લખ્યું, કિશોરજીનું એકાઉન્ટ સસ્પેન્ડ, ટ્વિટર તરફથી આ એક મોટી બેદરકારી છે, તેઓ કર્ણાટકના ખેડૂતોનો અવાજ છે. શું ટ્વિટર એકાઉન્ટ્સ સરકારને પૂછપરછ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.