અક્ષય કુમારની ‘સેલ્ફી’ તો બોક્સઓફિસ પર પીટાઈ ગઈ. આ દરમિયાન અક્ષય કુમાર ધ એન્ટરટેનર્સ ટુર માટે અમેરિકા પહોંચી ગયા હતા. ફક્ત અક્ષય જ નહી નોરા ફતેહી, દિશા પટણી, સોનમ બાજવા અને મોની રોય પણ તેની સાથે અમેરિકામાં છે. હાલ સોશિયલ મીડિયા પર અક્ષય કુમાર અને નોરા ફતેહીની સાથે ડાન્સનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અક્ષય કુમારે ઘાઘરો પહેરીને અક્ષય કુમારે જબરદસ્ત ડાન્સ કર્યો હતો.
બ્લેક આઉટફીટ પર લાલ રંગનો લહેંગો પહેર્યો
અક્ષય કુમાર અને નોરા ફતેહીનો લાઈવ પર્ફોર્મન્સનો વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેમાં અક્ષય પોતાની લેટેસ્ટ ફિલ્મનાં ફેમસ ટ્રેક ‘તૂ ખિલાડી મે અનાડી પર’ ઠુમકા લગાવતો નજરે પડી રહ્યો છે. શુક્રવારે તેઓએ એટલાંટામાં પહેલા શોમાં પરફોર્મ કર્યું. આ શોનો વીડિયો ઓનલાઈન સામે આવતા જ ચાહકો ઉત્સાહિત થઈ ગયા અને પોતાની જાતને રોકી શક્યા ન હતા. તેઓએ કોમેન્ટનાં સેક્શનમાં વખાણનાં પુલ બાંધી દીધા છે. આ વીડિયોમાં અક્ષય બ્લેક આઉટફીટની ઉપર લાલ લહેંગો પહેરીને ડાન્સ કરી રહ્યા છે.
અટલાંટામાં આપી લાઈવ પર્ફોર્મન્સ
અક્ષય કુમારે 3 માર્ચે અટલાંટામાં લાઈવ ડાન્સ પર્ફોર્મન્સ પણ આપી હતી. વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તે સ્ટેજ પર ‘ગૂડ ન્યૂઝ’નાં ગીત ‘લાલ ઘાઘરા’ અને પછી ‘સેલ્ફી’નાં ગીત ‘મેં ખેલાડી તૂ અનાડી’ પર થિરકતા દેખાયો હતો. બીજી તરફ નોરા ફતેહી પણ તેઓને ડાન્સમાં સપોર્ટ કરી રહી હતી. બંનેને સાથે જોઈને ચાહકોની ખુશીઓનો કોઈ પાર ન હતો. આ અવસર પર પહોંચેલા લોકોએ કલાકારોને તાળીઓ વગાડીને અને રાડો નાખીને ઉત્સાહ વધાર્યો હતો અને સાથે જ પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી.
યૂઝર્સે કોમેન્ટ કરી
એક તરફ જ્યાં અક્ષય કુમારના ફેન્સને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે તો બીજી તરફ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરીને એક્ટરની મજાક ઉડાવી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે એક્ટરને ટ્રોલ કરતા લખ્યું કે, 'હવે આ જ જોવાનું બાકી હતું'. આ સાથે જ અન્ય એક યુઝરે લખ્યું કે, 'જો ફિલ્મોમાંથી પૈસા નથી આવી રહ્યા તો આવી રીતે કમાઓ'. આ ઉપરાંત ઘઘરા પહેરવા બદલ પણ ઘણા લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.