તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Ketan Rawal, Who Is Helping The Police And Doctors By Giving His Vanity Vans, Is Spending 40 Thousand Rupees Every Day

મદદ માટે હાથ લંબાવ્યો:કેતન રાવલે પોલીસ અને ડૉક્ટર્સની સેવા માટે પોતાની 20 વેનિટી વૅન આપી, રોજ મેન્ટેનન્સનો 40 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે

2 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
બિઝનેસમેને કહ્યું, મુંબઈએ મને ઘણું બધું આપ્યું છે હવે તેને પરત કરવાનો મારો વારો છે
  • કેતને ગયા વર્ષે પણ આશરે 65 દિવસ માટે વેનિટી વૅન્સ આપી હતી
  • સૈફ અલી ખાન, જ્હોન અબ્રાહમ, કંગના રનૌત, સોનાક્ષી સિંહા, શિલ્પા શેટ્ટી અને તાપસી પન્નુ જેવા સેલેબ્સ કેતનની વેનિટી વૅન વાપરે છે

બોલિવૂડના ઘણા સેલિબ્રિટીને વેનિટી વૅન આપનારા કેતન રાવલ એકવાર ફરીથી મુંબઈની મદદ માટે આગળ આવ્યા છે. તેમણે પોતાની બધી વેનિટી વૅન લોકડાઉન દરમિયાન મુંબઈમાં ફરજ બજાવી રહેલા પોલીસને ઉપયોગ કરવા આપી છે. એટલું જ નહિ પણ અમુક વૅન તેમણે કોવિડ દર્દીઓની દેખભાળ કરી રહેલા ડૉક્ટર્સની સેવા માટે મૂકી છે. ખાસ વાત તો એ છે કે, કેતન રાવલ વેનિટી વૅનનો રોજનો મેન્ટેનન્સ ખર્ચ પોતે ઉઠાવે છે, તે આશરે 40 હજાર રૂપિયા છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત દરમિયાન તેમણે પોતાના કામ વિશે વાત કરી.

પોલીસ આપણા માટે સતત મહેનત કરી રહી છે. આ સમયે આપણે તેમની તકલીફ દૂર તો નહીં કરી શકીએ, પરંતુ થોડી ઓછી કરવાના પ્રયત્નો કરી રહ્યો છું. ગયા વર્ષે પણ આશરે 65 દિવસ માટે મેં મારી વેનિટી વૅન્સ આપી હતી અને આ વર્ષે પણ આ જ કરી રહ્યો છું. જ્યાં સુધી કોવિડની સ્થિતિ નહિ સુધરે ત્યાં સુધી મારી સેવા ચાલુ રહેશે. હું આશરે 15 વર્ષથી આ બિઝનેસ સાથે જોડાયેલો છું અને મારી પાસે આશરે 50 વૅન છે. મુંબઈએ મને ઘણું બધું આપ્યું છે હવે તેને પરત કરવાનો મારો વારો છે.

મહિલા પોલીસ મને ‘ભાઈ’ કહે છે
કેતને કહ્યું, મહામારીને લીધે એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન થયું છે. થિયેટર્સ બંધ છે. માત્ર અમુક વેબ સિરીઝનું શૂટિંગ ચાલુ છે. તેવામાં અમને પણ ઘણું નુકસાન થયું છે. આવનારા 6-7 મહિના સુધી સ્થિતિ આવી જ રહેશે. તેવામાં અમે હવે વેબ સિરીઝ અને ટીવી શૂટ પર જ નિર્ભર છીએ. બિઝનેસ ઠપ પડ્યો છે. મુંબઈ પોલીસ મારા કામના વખાણ કરે છે. મહિલા પોલીસ મને ભાઈનો દરજ્જો આપે છે. મહિલા પોલીસને ફરજ બજાવતી વખતે ઘણી તકલીફ થતી હતી, ઈમર્જન્સી હોય તો પણ તેઓ જઈ શકતી નહોતી. શરુઆતમાં મને પોલીસ માટે ટેન્ટ બનાવવાનો વિચાર આવ્યો પણ મેં વેનિટી વૅન આપવાનો નિર્ણય કર્યો.

એક વેનિટી વૅન પર આશરે 2000 રૂપિયાનો ખર્ચ
કેતને અત્યાર સુધી આશરે 18થી 20 વેનિટી વૅન પોલીસ અને ડૉક્ટર્સને આપી છે. તેનું મેન્ટેન્સ તેઓ જાતે જ કરે છે. કેતને કહ્યું, સાફ-સફાઈ કર્મચારીઓથી લઈને ડ્રાઈવરને હું જ રૂપિયા આપું છું. એક દિવસનો ખર્ચ આશરે 2000 રૂપિયા આવે છે.

આ સેલેબ્સ કેતનની વેનિટી વૅન વાપરે છે
સૈફ અલી ખાન, જ્હોન અબ્રાહમ, સની દેઓલ, અર્જુન રામપાલ, કંગના રનૌત, સોનાક્ષી સિંહા, શિલ્પા શેટ્ટી, તાપસી પન્નુ, રોહિત શેટ્ટી, સંજય લીલા ભણસાલી, નિખિલ અડવાણી જેવા ઘણા સેલેબ્સ કેતનની વેનિટી વૅનનો ઉપયોગ તેમના શૂટિંગ દરમિયાન કરે છે.