તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન ડાયરીઝ:કેટરિનાએ ઘરમાં ઝાડુથી સફાઈ કરતો વીડિયો શેર કર્યો, અર્જુનને કહ્યું- કાંતાબેન

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભિનેત્રી અદા શર્માએ પોતુ કરતો વીડિયો શેર કર્યો

બોલિવૂ઼ડ ડેસ્ક. કોરોના વાઈરસના કારણે દેશભરમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકડાઉનના ટાઈમમાં સેલેબ્સ પોતે ઘરકામ કામ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ પોતાના કામનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. કેટરીનાએ ઘરમાં ઝાડુથી સફાઈ કરતો વીડિયો  શેર કર્યો છે, જેની કમેન્ટ્રી તેમની બહેન ઈસાબેલ કરી રહી છે. આ વીડિયો પર સૌથી કોમેડી કોમેન્ટ અર્જુન કપૂરે કરી છે અને કેટને કાંતાબેન 2.0 હોવાનું કહ્યું. 

ઝાડુને બનાવ્યુ બેટઃ કેટરિનાએ પહેલી વખત ગ્લવ્સ પહેરીને ફ્લોર પર ઝાડુથી સફાઈ કરે છે અને ત્યારે બાદ ઝાડુને બેટની જેમ ફેરવતી જોવા મળી. આ વીડિયો પહેલા કેટે ડે 21 લોકડાઉન લખ્યું છે. એટલે કે,  કેટે આજથી દરરોજ ઘરનું કામ કરશે, અને ઈસાબેલની કમેન્ટ્રીનો વીડિયો શેર કરશે. 

ઘરના કામને બેસ્ટ વર્કઆઉટ કહ્યુંઃ કેટરિનાએ વીડિયોમાં લખ્યું છે કે,ઘરે રહીને સાફ સફાઈ કરવી એ સૌથી બેસ્ટ એક્સરસાઈઝ છે. સાથે તેણે લખ્યું કે, ઈસાબેલ ખુરશી પર બેસીને માત્ર કોમેન્ટ્રી કરે છે, અમે અમારું કામ વહેંચી દીધું છે. 

અભિનેત્રી અદા શર્મા પણ ફ્રી સમયમાં કામ કરી રહી છે. તે સતત ઈન્સ્ટાગ્રામ પર વીડિયો અને તસવીર શેર કરીને ફેન્સને પોતાના ડેઈલી રૂટિન વિશે જાણકારી આપી રહી છે. તાજેતરમાં અદાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે મસ્તીભર્યા અંદાજમાં ઘરમાં સાફ-સફાઈ કરવાની રીત શેર કરે છે. 

સાફ-સફાઈની સાથે એક્સરસાઈઝઃ અદાએ જે નવો વીડિયો શેર કર્યો છે, તેમાં તે એક્સરસાઈઝની સાથે સાથે સાફ-સફાઈ અને પોતુ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતા તેણે લખ્યું તે. તમે જોવા માંગતા બધા મિત્રોને ટેગ કરો. ક્રિએટિવ કટકા અદાની અદા સ્ટાઈલ. તમારામાંથી ઘણા લોકો કહેતા હશે કે ઘરની સાફ-સફાઈના કારણે એક્સરસાઈઝ કરવાનો ટાઈમ નથી મળતો, તો મારી પાસે તમારા બધા માટે એક સોલ્યુશન છે. ઘરનું કામ કરો અને પરિવારની સાથે સમય પસાર કરો. કોરોનાને કારણે ઘરમાં જ રહો, સુરક્ષિત રહો અને સ્વચ્છ રહો. અદાએ 2008માં 1920થી બોલિવૂ઼ડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ હસી તો ફસી, કમાંડો 2, કમાંડો 3, બાયપાસ રોડ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. સન્માનજનક સ્થિતિ બનશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર વિજય પણ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી વધારે ઉત્સાહ રહેશે. ...

વધુ વાંચો