વિક-કેટ હનીમૂનનો ફર્સ્ટ ફોટો:કેટરીના કૈફે હનીમૂન ડેસ્ટિનેશનેશનો પહેલો ફોટો શેર કર્યો, હાથમાં વિકીના નામની લગાવેલી મહેંદી ફ્લોન્ટ કરી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટરીના અને વિકી લગ્નના એક દિવસ પછી હનીમૂન માટે માલદીવ્સ ગયા હતા
  • મહેંદીવાળા ફોટો પર ફેન્સ, હુમા કુરેશી, નેહા ધુપિયા, પ્રીટિ ઝિન્ટા, અને જોયા અખ્તર સહિત ઘણા લોકોએ કમેન્ટ કરી છે

કેટરીના કૈફ અને વિકી કૌશલે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. હવે તાજેતરમાં કેટરીનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં કેટરીનાનાં માત્ર હાથ દેખાઈ રહ્યા છે અને હાથમાં વિકીના નામની મહેંદી લગાડેલી જોવા મળી રહી છે. આ ફોટોના કેપ્શનમાં કેટરીનાએ કંઈ લખ્યું નથી, પરંતુ માત્ર હાર્ટવાળી ઈમોજી બનાવી છે.

રિપોર્ટ્સના અનુસાર, કેટરીના અને વિકી લગ્નના એક દિવસ પછી હનીમૂન માટે માલદીવ્સ ગયા હતા. એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે કેટરીનાએ જે ફોટો શેર કર્યો છે, તે માલદીવ્સનો છે. કેમ કે ફોટોના બેકગ્રાઉન્ડમાં દરિયાનું વાદળી પાણી જોઈ શકાય છે, જેનાથી ખબર પડે છે ન્યૂલીવેડ કપલ હનીમૂન માટે માલદીવ્સ જ ગયા હતા. કપલ પોતાના શોર્ટ હનીમૂન બાદ 14 ડિસેમ્બરે મુંબઈ પરત ફર્યું હતું.

કેટરીનાએ શેર કર્યો હનીમૂનનો પહેલો ફોટો
કેટરીનાના આ ફોટોને માલદીવ્સથી તેના હનીમૂનની પહેલી તસવીર પણ કહેવામાં આવી રહી છે. ફોટોમાં મહેંદી સિવાય કેટના હાથમાં ચૂડો પણ જોવા મળી રહ્યો છે. જો કે, કેટરીનાએ પોતાના હનીમૂનનો વિકીની સાથે કોઈ રોમેન્ટિક ફોટો હજી સુધી શેર નથી કર્યો, પરંતુ પોતાના હાથની મહેંદી બતાવી છે. માનવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં તે પોતાના હનીમૂનના વિકીની સાથેના રોમેન્ટિક ફોટો પણ શેર કરશે.

કેટરીનાની મહેંદીમાં વિકીનું નામ છુપાયેલું છે
ફોટોમાં હાથમાં રેડ-વ્હાઈટ ચૂડો પહેરેલી કેટરીનાએ કેમેરાની સામે માત્ર પોતાની મહેંદી લાગેલા હાથ જ બતાવ્યા છે. ઘાટ્ટા કલર માટે સોહતની આ મહેંદી ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જે કેટરીનાના હાથ પર સારી લાગી રહી છે. નવી નવેલી દુલ્હનના હાથમાં તેના પતિનું નામ છુપાયેલું હોય છે. કેટરીનાની મહેંદીમાં પણ વિકીનું નામ છુપાયેલું છે. વિકીનું નામ તેની જમણી હથેળીની રીંગ ફિંગર પર લખેલું છે.

ફેન્સ સહિત ઘણા સેલેબ્સે કેટરીનાની મહેંદીના વખાણ કર્યા
કેટરીનાની આ મહેંદીવાળા ફોટો પર ફેન્સ, હુમા કુરેશી, નેહા ધુપિયા, પ્રીટિ ઝિન્ટા, અને જોયા અખ્તર સહિત ઘણા સેલેબ્સ કમેન્ટ સેક્શનમાં પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા લોકો હાથમાં મૂકવામાં આવેલી આ સુંદર મહેંદીને કેટરીના અને વિકીનો ગાઢ પ્રેમનો પુરાવો ગણાવી રહ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાઈરલ થઈ રહ્યો છે. લગ્નના 2 દિવસ પહેલા એટલે કે 7 ડિસેમ્બરના રોજ કેટરીના અને વિકીની મહેંદી અને 8 ડિસેમ્બરે હલ્દી-સંગીત સેરેમની હતી. વિકી-કેટ હનીમૂનથી પરત ફર્યા બાદ કામ પર પાછા ફર્યા છે.

વિકીએ કેટના હલવાની પ્રશંસા કરી હતી
હનીમૂનથી પરત ફર્યા બાદ કેટરીનાએ બે દિવસ પહેલા જ ઘરે સોજીનો હલવો બનાવ્યો હતો. વિકીએ હલવાનો એક ફોટો શેર કરીને સોશિયલ મીડિયા પર કેટરીનાના હલવાની પ્રશંસા કરતા લખ્યું હતું, "બેસ્ટ હલવો એવર". કેટરીના કૈફ લગ્ન બાદની બધી વિધિને મનથી નિભાવી રહી છે. હનીમૂનથી પરત ફર્યા બાદ કેટે પોતાના લગ્ન બાદની તેની એક વિધિ શેર કરી છે.કેટરીના પહેલી વખત તેના સાસરિયાંના રસોડામાં પ્રવેશી અને સોજીનો હલવો બનાવ્યો. હલવાથી ભરેલી વાટકીની સાથે તેને એક ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું- 'મેં બનાવ્યો'. ઉલ્લેખનીય એ છે કે, આ રસોડું ચલાવવાની વિધિ છે જે નવી વહુને સાસરીના રસોડામાં પહેલી વખત કરવાની હોય છે. તેમાં વહુને કંઈક ગળ્યું બનાવવાનું હોય છે.

પહેલી વખત સાથે કામ કરશે કેટ-વિકી
રિપોર્ટ્સના અનુસાર, લગ્ન બાદ અત્યાર સુધી વિકી અને કેટરીના એક સાથે કામ કરતા જોવા મળશે. આ બંનેને એક હેલ્થ પ્રોડક્ટ માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં તેનું શૂટિંગ પણ શરૂ થઈ જશે. તે ઉપરાંત બંને એક લક્ઝરી બ્રાન્ડ માટે પણ સાથે સ્ક્રિન શેર કરશે. અત્યાર સુધી બંને એક સાથે માત્ર એવોર્ડ શો, ફોટો ઓપ્સ અને ચેટ શોમાં જોવા મળ્યા છે. ત્યારબાદ તેમના લગ્નની તસવીરો સામે આવી.

વિક-કેટે રિસેપ્શનનો પ્લાન B બનાવ્યો
રાજસ્થાનમાં લગ્ન બાદ કેટરીના કૈફ અને વિકી કૌશલ મુંબઈ પરત ફર્યા હતા. બંનેએ ડિસેમ્બરમાં જ મુંબઈના લોકોને લગ્નની પાર્ટી આપવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ કોરોનાના કારણે હવે તેને લંબાવવામાં આવી શકે છે. પ્લાન Aના અનુસાર, બંને આવતા અઠવાડિયે જ રિસેપ્શન આપવાનું વિચારી રહ્યા હતા, જેથી તેમની લગ્નની તારીખ રિસેપ્શનની તારીખ વચ્ચે બહુ અંતર ન રહે. પ્લાન B પણ છે, જેમાં બંને મુંબઈમાં હાજર કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના રિસેપ્શનને આગળ લંબાવી શકે છે. લગ્ન બાદ વિક-કેટ બંનેએ પ્રી-વેડિંગ ફોટોશૂટ, લગ્ન, મહેંદી સહિત ઘણી સેરેમનીના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.