હાલમાં જ કાર્તિકની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' ધમાલ મચાવી રહી છે. ફિલ્મે દર્શકોનાં દિલમાં અને બોક્સ ઓફિસમાં હલચલ મચાવી દીધી છે. આ ફિલ્મે 144 કરોડની કમાણી કરી લીધી છે. આ વચ્ચે કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને જાણકારી આપી છે કે, તે ફરી એક વાર કોરોનાની ઝપેટે આવી ચુક્યો છે.
કાર્તિક આર્યને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેની સાથે તેણે તેની 'ભૂલ ભુલૈયા 2'ની સફળતા તરફ ઈશારો કરતા કેપ્શનમાં લખ્યું છે - 'બધું જ પોઝિટિવ ચાલી રહ્યું હતું, કોરોનાથી રહેવાયું નહીં. આ સાથે તેણે એક ઈમોજી પણ બનાવ્યું છે.હવે કાર્તિક આર્યનની પોસ્ટ પર કોમેન્ટ કરીને યુઝર્સ તેને પોતાનું ધ્યાન રાખવાનું કહી રહ્યા છે.
IIFA 2022માં આપવાનો હતો હાજરી
કાર્તિક આર્યન આ વર્ષે IIFA 2022માં ભાગ લેવા જઈ રહ્યો હતો, પરંતુ ગાઈડલાઈન મુજબ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કાર્તિક IIFA 2022માં 4 જૂને એટલે કે આજે શાનદાર પરફોર્મન્સ આપવાનો હતો પરંતુ હવે તે કોરોના પોઝિટિવ હોવાના કારણે ફંક્શનમાં હાજરી આપી શકશે નહીં.
કાર્તિક આર્યન બીજી વાર આવ્યો કોરોનાની ઝપેટે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બીજી વખત છે જ્યારે કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત વર્ષે 22 માર્ચ 2021ના રોજ કોરોનાની ઝપેટે આવ્યો હતો . હાલમાં જ કમ્પોઝર પ્રીતમનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પહેલા અક્ષય કુમારનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તો આદિત્ય રોય કપૂરને પણ કોરોના વળગ્યો છે.
'ભૂલ ભુલૈયા-2' બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ
કાર્તિકની હોરર કોમેડી ફિલ્મ 'ભૂલ ભુલૈયા-2'ને લઈને ચર્ચામાં છે.તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે 21 દિવસમાં એટલે કે ત્રણ અઠવાડિયામાં ભારતમાંથી 144.56 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મે 21મા દિવસે એટલે કે ત્રીજા શુક્રવારે 2.81 કરોડ રૂપિયાની કમાણી કરી છે. હવે ટૂંક સમયમાં કાર્તિકની આ ફિલ્મ પણ 150 કરોડનો આંકડો પાર કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.