માનવતા:કોરોના દર્દીઓ માટે કન્નડ એક્ટર અર્જુન ગૌડા એમ્બ્યુલન્સ ડ્રાઈવર બન્યો, અડધા ડઝન દર્દીના અંતિમ સંસ્કાર કર્યા

6 મહિનો પહેલા
  • એમ્બ્યુલન્સ ડ્રાઈવર બનીને સ્માઈલ કેર ફોર ઓલ નામનો પ્રોજેક્ટ પણ શરુ કર્યો
  • અર્જુન છેલ્લા ઘણા દિવસથી આ કામ કરી રહ્યો છે

કન્નડ ફિલ્મ એક્ટર અને સર્ટિફાઈલ ન્યૂટ્રીશનિસ્ટ અર્જુન ગૌડાએ કોરોનાકાળમાં માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તે કોરોના દર્દીઓ માટે એમ્બ્યુલન્સ ડ્રાઈવર બન્યો છે. આ કામ માટે તેણે સ્માઈલ કેર ફોર ઓલ નામનો પ્રોજેક્ટ પણ શરુ કર્યો છે. અર્જુન છેલ્લા ઘણા દિવસથી આ કામ કરી રહ્યો છે અને તેણે અત્યાર સુધી 6 લોકોના અંતિમ સંસ્કાર કર્યા છે.

સેવા એ જ મારો ધર્મ
અર્જુને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, હું દરેક પ્રિકોશનનું ધ્યાન રાખી રહ્યો છું. સાથે ટ્રેનિંગ પણ લઇ ચૂક્યો છું. કર્ણાટકના લોકોની સેવા ને કામ કરવાનું કમિટમેન્ટ મારા માટે એક સન્માનની વાત છે. અર્જુનના ફિલ્મ કરિયરની વાત કરી તો તે યુવારત્ના, ઓડેયા, રુસ્તમ અને આ દ્ર્શ્યા જેવી ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે.

એક્ટરની પોસ્ટ
એક્ટરની પોસ્ટ

અર્જુન અંતિમ સંસ્કાર માટે જાય છે
એક્ટરે શુક્રવારે વધુ એક પોસ્ટ શેર કરીને લખ્યું, અંતિમ સંસ્કાર, ન પુણ્યમ ન પાપમ ન સુખમ ન દુખમ ન મંત્રો ન તીર્થમ ન વેદ ન યજ્ઞ: અહમ ભેજનમ નૈવ ભોજ્યમ, ન ભોક્તા, ચિદાનંદ રૂપ:
શિવોહમ શિવોહ. આ પોસ્ટ સાથે અર્જુન એક કોરોના સંક્રમિત દર્દીની ડેડબોડી સાથે ઊભેલો છે.