કમલ હાસન હેલ્થ અપડેટ:એક્ટરને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા, ડોક્ટરોએ આરામ કરવાની સલાહ આપી

11 દિવસ પહેલા

જાણીતા એક્ટર કમલ હાસનની તબિયત બુધવારે રાતે લથડી હતી. કમલ હાસનની તબિયત લથડતા તેમને બુધવારે (23 નવેમ્બર) રાત્રે ચેન્નાઈના શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમને તાવ હતો, જેના માટે તેમને સારવાર આપવામાં આવી હતી.જો કે, હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

ગત વર્ષે પણ કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થવાની આવી હતી નોબત
કમલ હાસનને ગયા વર્ષે કોરોના થયો હતો.જે બાદ તેમને ચેન્નાઈના શ્રી રામા ચંદ્ર મેડિકલ સેન્ટરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તે જ સમયે કમલને જાન્યુઆરી 2021 માં પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. કમલના જમણા પગના હાડકામાં ઈન્ફેક્શન થયું હતું. જેના કારણે તેને સર્જરી કરાવવી પડી હતી. થોડા વર્ષો પહેલાં થયેલી ઈજાને કારણે તેને આ ચેપ લાગ્યો હતો.

વર્કફ્રન્ટ

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કમલ હાસન ડિરેક્ટર શંકરની ફિલ્મ 'ઈન્ડિયન 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે તેઓ 'બિગ બોસ તમિલ સીઝન 6'નું શૂટિંગ પણ કરી રહ્યા છે. આ સ્થિતિમાં અભિનેતાને થોડા તણાવ હતો અને થાક્યા હોવાની માહિતી મળી રહી છે.

જ્યારે કમલ હાસન 'ઇન્ડિયન 2'નું શૂટિંગ પૂરું કરશે ત્યારે તેઓ ડિરેક્ટર મણિરત્નમ સાથે કામ કરવાનું શરૂ કરશે. ફિલ્મનું નામ 'KH 234' છે.આ સિવાય કમલ હાસન પાસે ડિરેક્ટર પા રંજીથની એક ફિલ્મ પણ છે, જેના પર હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી. ફિલ્મનું ટાઈટલ પણ જાહેર કરવામાં આવ્યું નથી.

6 વર્ષની ઉંમરે એક્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો
કમલ હાસને 6 વર્ષની ઉંમરે એક્ટિંગની શરૂઆત કરી હતી. 1959માં રિલીઝ થયેલી તમિળ ફિલ્મ 'કલાથુર કન્નમ્મા'માં તેમણે એક અનાથ બાળકનો રોલ પ્લે કર્યો હતો. તેમના પર્ફોર્મન્સ માટે તેમને પ્રેસ્ટિજિયસ પ્રેસિડન્ટ ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા હતા. કમલ હાસન 19 વખત (2 હિન્દી અને 17 સાઉથ) ફિલ્મફેર અવોર્ડ જીતી ચૂક્યા છે. કહેવામાં આવે છે કે પછી તેમણે જાતે ફિલ્મફેર એસોસિયેશનમાંથી પોતાનું નામ વિડ્રો કરી લીધું, જેથી ભવિષ્યમાં યુવા એક્ટર્સ આ અવોર્ડ જીતી શકે.

સૌથી વધુ ફિલ્મફેર અવોર્ડ જીતનારા એક્ટર

કમલ હાસન ઇન્ડિયન સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ ફિલ્મફેર અવોર્ડ જીતનારા એક્ટર છે. તેઓ 19 વખત (2 હિન્દી અને 17 સાઉથ) આ અવોર્ડ જીતી ચૂક્યા છે. કહેવામાં આવે છે કે પછી તેમણે જાતે ફિલ્મફેર એસોસિયેશનમાંથી પોતાનું નામ વિડ્રો કરી લીધું, જેથી ભવિષ્યમાં યુવા એક્ટર્સ આ અવોર્ડ જીતી શકે.

એકમાત્ર એક્ટર, જેની 7 ફિલ્મ ઓસ્કરમાં ગઈ છે
ભારત તરફથી ઓસ્કર અવોર્ડની બેસ્ટ ફોરેન ફિલ્મ કેટેગરીમાં કમલ હાસનની 7 ફિલ્મ મોકલાઈ છે, જે કોઈપણ ઇન્ડિયન એક્ટરની સૌથી વધુ ફિલ્મો છે.

વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં

તો કમલ હાસન તેના વિવાદાસ્પદ નિવેદનને લઈને પણ ચર્ચામાં રહે છે. તેમના પાર્ટ મક્કલ નિધિ મચ્યમએ અસંસદીય' શબ્દોની નવી યાદીને કેન્દ્ર સરકારે આડે હાથ લીધી છે. પાર્ટીએ નવી યાદીની નિંદા કરતાં કહ્યું હતું કે તે "લોકશાહીનું ગળું દબાવવા" સમાન છે. ઉલ્લેખનીય છે કે લોકસભા સચિવાલયે "અસંસદીય શબ્દો 2021" શીર્ષક હેઠળ આવા શબ્દો અને વાક્યોનું નવું સંકલન તૈયાર કર્યું છે, જેમાં જુમલાજીવી, બાલ બુદ્ધિ સંસદ, શકુની, જયચંદ, લોલીપોપ, ચાંડાલ ચોકડી, ગુલ ખિલાયે, તનશાહ, ભ્રષ્ટાચાર, નાટક શબ્દો જેવા કે વિકલાંગ, પિથુનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કમલ હાસને 'પોનિયિન સેલવાન-1' ફિલ્મ જોયા પછી હીરો રાજરાજા ચોલનને હિંદુ રાજા તરીકે દર્શાવવા સામે થયેલા વિરોધ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'રાજરાજા ચોલનના સમયમાં હિંદુ ધર્મનો કોઈ ખ્યાલ નહોતો અને આ શબ્દ અંગ્રેજોએ પોતાની સગવડ માટે બનાવ્યો હતો.'

કમલ હાસને 'વિક્રમ'ના પ્રોમો દરમિયાન ભાષાના વિવાદ પર મોટું નિવેદન આપ્યું હતું . તેમણે જણાવ્યું હતું કે અમારું સિનેમા એક છે અને તેને ભાષાના નામે કોઈ વહેંચી શકે નહીં.