• Gujarati News
  • Entertainment
  • Kamal Haasan's Party To Provide Food To 7 Lakh Deprived People For A Week, 70 Camps Set Up For Organ Donation

બર્થ ડે પર પરોપકારી કામ:કમલ હાસનની પાર્ટી એક અઠવાડિયા સુધી 7 લાખ વંચિત લોકોને ખાવાનું આપશે, ઓર્ગન ડોનેશન માટે 70 કેમ્પ લગાવવામાં આવ્યા

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમલ હાસન 7 નવેમ્બરના રોજ પોતાનો 67મો જન્મદિવસ સેલિબ્રેટ કરવાનો છે

વર્સેટાઈલ એક્ટર કમલ હાસન 7 નવેમ્બરના રોજ પોતાનો 67મો જન્મદિવસ સેલિબ્રેટ કરવાનો છે. એક્ટરમાંથી પોલિટિશિયન બનેલા કમલે બર્થડે પહેલા ગરીબો માટે ફ્રીમાં ભોજન સેવા શરૂ કરી છે. આ અભિયાન એક અઠવાડિયા સુધી ચાલશે જ્યાં તેની પાર્ટી મક્કલ નિધિ મય્યમે (MNM)7 લાખ લોકોને ભોજન પૂરું પાડવાનું લક્ષ્યાંક રાખ્યું છે. આ પરોપકારી પહેલને કમલ હાસને ચેન્નઈમાં પોતાની પાર્ટી ઓફિસમાં લીલી ઝંડી બતાવી.

ઓર્ગન ડોનેશન અને હેલ્થ કેમ્પ પણ લાગશે
ઉલંગનાયગન કમલ હાસનનું એક નામ છે જે તેના ફેન્સ દ્વારા તેને પ્રેમથી સંબોધિત કરવામાં આવે છે. કમલે તેનાપ્રભાવશાળી રાજકીય જીવનમાં લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો છે. હવે કમલના જન્મદિવસની ઉજવણીનું તેના કાર્યકરો દ્વારા કાળજીપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે અને તમિલનાડુ રાજ્યમાં 70 અંગદાન અભિયાનો અને તબીબી શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે.

તેમના કામમાં પણ થશે
પાર્ટી હેડક્વાર્ટર ખાતે યોજાનાર કાર્યક્રમોમાં કાર્યકર્તાઓ અને અન્ય રાજકીય નેતાઓને મળશે. ત્યારબાદ તે ચેન્નઈ અને કોઈમ્બતુરના વંચિત વિસ્તારોમાં 2 ડ્રિંકિંગ વોટર પ્લાન્ટ ખોલવાની જાહેરાત કરશે.

ત્યારબાદ તે કમલ ડિજિટલ લાયબ્રેરી અને કેએચ સ્કૂલ ઓફ સ્કિલ ડેવલપમેન્ટનું ઉદ્ઘાટન કરતો જોવા મળશે, જેથી તમામ ક્ષેત્રોમાં જીવન કૌશલ્યો અને પ્રાચીન કળા શીખવામાં મદદ મળી શકે.

વિક્રમમાં કમલ જોવા મળશે
વર્ક ફ્રંટની વાત કરીએ તો સુપર સ્ટાર કમલ હાસન આ દિવસોમાં વિજય સેતુપતિ અને ફહાદ ફાસિલ કો-સ્ટાર 'વિક્રમ' ના શૂટિંગમાં વ્યસ્ત છે. લાંબા સમયથી રાહ જોવામાં આવી રહેલી આ ફિલ્મ 2022માં રિલીઝ થશે અને ટીમ તેને સંપૂર્ણ રીતે બ્લોકબસ્ટર બનાવવા માટે કોઈ કસર છોડી રહી નથી.