રોહિત શેટ્ટીની બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમમાં અજય દેવગણની સાથે કામ કરનારી અભિનેત્રી કાજલ અગ્રવાલ લાંબા સમય બાદ મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. જો કે, એરપોર્ટ પર તે એકલી નહોતી, તેની સાથે તેનો 11 મહિનાનો દીકરો નીલ પણ તેની સાથે હતો. ટર્મિનલ ગેટ તરફ જતા પહેલા તેણે નીલ સાથે પાપારાઝી માટે પોઝ પણ આપ્યો.
એરપોર્ટ પર નો-મેકઅપ લુકમાં સ્પોટ થઈ અભિનેત્રી
કાજલે લાંબું સફેદ રંગનું ટોપ પહેર્યું હતું અને તેની સાથે બેજ પેન્ટ પહેર્યું હતું. આ સમયે તે તેના ‘નો-મેકઅપ લુક’માં હોય તેવું લાગતું હતું. તે પોતાની કારમાંથી ઊતરી અને નીલને પોતાના બાહુપાશમાં જકડી લીધો. તેણે મીડિયા માટે સોલો પોઝ પણ આપ્યા હતા. પાપારાઝી એકાઉન્ટનાં એક વીડિયોમાં તેણી એરપોર્ટ ગેટ તરફ આગળ વધતાં કેમેરા પર હસતો પોઝ આપીને જતી જોવા મળે છે. નાનો નીલ તેના સ્ટ્રોલરમાં બેઠેલો જોવા મળે છે. તે વાદળી પેન્ટ સાથે સફેદ શર્ટમાં હતો.
2020માં બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા
કાજલે વર્ષ 2020માં બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા. બંને ગયા વર્ષે જ એક બાળકનાં માતા-પિતા બન્યા, જેનું નામ તેમણે નીલ રાખ્યું હતું. તેનો જન્મ 19 એપ્રિલ, 2022નાં રોજ થયો હતો. કાજલ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નીલ સાથે તેના જીવનની ઘણી ફોટોઝ શેર કરતી રહે છે.
9 મહિનાનો થયો ત્યારે સોશિયલ મીડિયા પર શેર કરી ફોટોઝ
નીલનાં 9 મહિના પૂરા થયા ત્યારે નાના બાળક સાથેની મનોહર ફોટોઝ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ ફોટોઝમાં કાજોલ જીન્સ સાથે સફેદ શર્ટમાં જોવા મળી હતી જ્યારે નીલે પેન્ટ સાથે બ્લુ ફ્લેનેલ શર્ટ પહેર્યો હતો. પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેણે પોતાના દીકરા સાથે એક ક્યૂટ ફોટો પણ એડ કર્યો હતો, જેમાં તેણે પોતાના દીકરાને પકડીને પ્રેમથી જોયો હતો.
અપકમિંગ ફિલ્મો
નીલનાં જન્મ બાદ તે કમલ હાસન અને પ્રિયા ભવાની શંકરની સાથે પોતાની કમબેક ફિલ્મ ‘ઇન્ડિયન-2’ પર કામ કરી રહી છે. આ સિવાય તેની પાસે ત્રણ તમિલ ફિલ્મો છે- કરુંગાપિયમ, ઘોસ્ટી અને ઉમા.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.