તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કહેર:જુનિયર એનટીઆર પણ કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર લખ્યું-મારી ચિંતા ના કરો, હું સ્વસ્થ છું, તમે સુરક્ષિત રહો

3 મહિનો પહેલા
  • એક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાણકારી આપી
  • જુનિયર એનટીઆર અને તેનો પરિવાર હાલ હોમ આઈસોલેશનમાં છે

તેલુગુ ફિલ્મનો એક્ટર જુનિયર એનટીઆર કોરોના પોઝિટિવ છે. આ વાતની જાણકારી તેણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જુનિયર એનટીઆર અને તેનો પરિવાર હાલ હોમ આઈસોલેશનમાં છે અને તેણે પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.

ચાહકોને કહ્યું-ચિંતા ના કરો, હું ઠીક છું
જુનિયર એનટીઆરે પોસ્ટમાં લખ્યું, મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ચિંતા ના કરો, હું ઓકે છું. મારા પરિવાર સાથે મેં પોતાને આઈસોલેટ કર્યો છે. અમે ડૉક્ટરને દેખરેખમાં દરેક પ્રોટોકોલનું ધ્યાન રાખી રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી મારા સંપર્કમાં આવેલા લોકો તેમનો ટેસ્ટ કરાવી લે. સુરક્ષિત રહો.

આ તેલુગુ સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે
જુનિયર એનટીઆર પહેલાં અલુ અર્જુન, પવન કલ્યાણ, રામ ચરણ, કલ્યાણ ધેવ, નિવેધા થોમસ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો જુનિયર એનટીઆરની ‘RRR’ રિલીઝ માટે એકદમ રેડી છે. ડિરેક્ટર એસએસ રાજામૌલીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'RRR' 13 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે. રામ ચરણ અને જુનિયર એનટીઆર સિવાય ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન અને આલિયા ભટ્ટ પણ ફિલ્મમાં લીડ રોલમાં છે. 'RRR' 5 ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિળ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ કરવામાં આવશે. 'બાહુબલી' જેવી સુપરહિટ સિરીઝ બનાવનારા રાજામૌલીની 'RRR'નું બજેટ 450 કરોડ રૂપિયા છે.