તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Entertainment
  • John Starts Shooting For 'Attack' Before Shah Rukh Khan's 'Pathan', Film Team To Go To Anantnag After Delhi

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્હોન અબ્રાહમ કાશ્મીરમાં શૂટિંગ કરશે:શાહરૂખ ખાનની 'પઠાણ' પહેલા જ્હોને 'એટેક'નું શૂટિંગ શરૂ કર્યું, દિલ્હી બાદ ફિલ્મની ટીમ અનંતનાગ જશે

21 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ

જ્હોન અબ્રાહમ બેક ટૂ બેક ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો છે. તાજેતરમાં તેણે ફિલ્મ 'સત્યમેવ જયતે 2' નું શૂટિંગ પૂરું કર્યું છે. અગાઉ જ્હોન ફિલ્મ 'પઠાણ' શરૂ કરવાનો હતો. પરંતુ હવે તેણે ફિલ્મ 'એટેક' પહેલા શરૂ કરી દીધી છે. ફિલ્મના પ્રોડ્યુસર અજય કુમારના જણાવ્યા પ્રમાણે, આ ફિલ્મનું શૂટિંગ દિલ્હીમાં ઘણા સમયથી ચાલી રહ્યું છે, પરંતુ જ્હોને બે દિવસ પહેલા તેને ફરીથી શરૂ કર્યું છે. અત્યારે તેણે પોતાના પાત્રા સંબંધિત કેટલાક પાસાઓ પર રિહર્સલ શરૂ કર્યું છે. અને તેમાં દેશભક્તિની કહાનીના પણ સુર હશે. તે રિયલ લાઈફ ઈન્સિડન્ટને જોડીને બનાવવામાં આવી રહેલી એક ફિક્શનલ કહાની છે.

પહાડોમાં ફિલ્મનું શૂટિંગ થશે
ફિલ્મના એક બીજા પ્રોડ્યુસર પાર્ટનરની ટીમે પણ આ ડેવલપમેન્ટને કન્ફર્મ કર્યું છે. તેમણે લોકેશન હજી પણ જાહેર નથી કર્યું પરંતુ એટલું કહ્યું છે કે પહાડોમાં ફિલ્મનું શૂટિંગ થશે અને કહ્યું કે, જ્હોને શૂટિંગ શરૂ કરી દીધું છે પરંતુ જેકલીન ફર્નાન્ડિઝ અને રકુલ પ્રીત સિંહનું શિડ્યુઅલ પછીના દિવસોમાં હશે.

ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 'દિલ્હી બાદ ટીમ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં રવાના થઈ શકે છે. આ અંગે ટીમે ગત મહિને જ ત્યાં શોધખોળ શરૂ કરી હતી. કાશ્મીરમાં શૂટિંગની વ્યવસ્થા કરાવતા લોકોએ આ સૂચના પર મોહર લગાવી છે. તેમણે કહ્યું, કાશ્મીમાં પહેલગામ સિવાય બીજા લોકેશન પણ પ્રોડક્શનના લોકોને પસંદ આવ્યા છે. ગુનેગારોને પકડતા સિક્વન્સને અહીં ફિલ્માવવામાં આવી શકે છે.'

રિતીક રોશન પણ કાશ્મીરમાં શૂટિંગ કરશે
જ્હોન અબ્રાહમ ઉપરાંત રિતીક રોશન પણ કાશ્મીમાં શૂટિંગ કરવાનો છે. તે પોતાનું ડિજિટલ ડેબ્યૂ 'ધ નાઈટ મેનેજર'ને હિન્દીમાં શૂટ કરશે અને તેવી પણ શક્યતા છે કે તે માર્ચથી કાશ્મીરના વિવિધ લોકેશનો પર સિરીઝનું શૂટિંગ કરશે. કાશ્મીરમાં રહેતા લોકો ખુશ છે કે તેમના ત્યાં ફિલ્મોની પ્રવૃત્તિઓ ફરીથી વધી રહી છે.

કાશ્મીરના શૂટિંગ સંચાલકોએ જણાવ્યું કે, 'કલમ 370 હટાવ્યા પહેલા દર વર્ષે અંદાજે પાંચ બોલિવૂડની ફિલ્મોનું અહીં શૂટ થતી હતી. તે ઉપરાંત દસથી વધારે બોલિવૂડ ફિલ્મોના ગીતો અહીં શૂટ થયા હતા. પરંતુ હવે સાઉથની ફિલ્મ પણ અહીં ઘણી શૂટ થઈ રહી છે. જ્હોન અને રિતીક જેવા મોટા સ્ટારના કારણે અહીં ફરીથી જૂની રોનક પાછી આવશે.'

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો