• Gujarati News
  • Entertainment
  • Jacqueline In A Glittering Silver Dress Performed At A Hotel In The Middle Of The Lake, With Red Lipstick In A Hot Look

ઉદયપુરમાં જેકલીન:ઝગમગતાં સિલ્વર ડ્રેસમાં જેકલીને તળાવની વચોવચ આવેલી હોટેલમાં પર્ફોર્મન્સ આપ્યું, રેડ લિપસ્ટિક સાથે હોટ અંદાજમાં જોવા મળી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટ્રેસે હોટ અંદાજમાં સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો
  • 'રામસેતુ'નાં શૂટિંગ માટે જેકલીનના હાલ દમણમાં ધામા

બોલિવુડ એક્ટ્રેસ જેક્લની ફર્નાન્ડિઝે 1 દિવસ પહેલાં ઉદયપુરમાં સ્ટે કર્યો હતો. ઉદયપુરમાં ફરી એક વાર પોતાની અદાથી એક્ટ્રેસે સૌને દિલ જીત્યાં હતા. રવિવારે જેકલીન ઉદયપુરના પિચોલા લેકના જગ મંદિર હોટેલ પહોંચી હતી. હોટેલમાં એક્ટ્રેસે સિલ્વર ચમકતો ડ્રેસ પહેરી પર્ફોર્મન્સ આપ્યું.

આ પહેલાં જેકલીન 2018માં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના પ્રી વેડિંગ ફંક્શનમાં સામેલ થઈ હતી. રવિવારે જેકલીન પોતાની હેર સ્ટાઈલિસ્ટ અને મેકઅપ આર્ટિસ્ટ સાથે ઉદયપુર પહોંચી. તેણે પર્ફોર્મન્સ આપતાં પહેલાંનો સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો છે.

ઈશા અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન જેકલીન
ઈશા અંબાણીના પ્રી વેડિંગ ફંક્શન જેકલીન

જગમંદિર વેડિંગ ડેસ્ટિનેશન

પિચોલા લેકની વચોવચ આવેલી જગમંદિર હોટેલ
પિચોલા લેકની વચોવચ આવેલી જગમંદિર હોટેલ

ફ્લાઈટમાંથી ઉદયપુર લેન્ડ થયા બાદ જેકલીન સીધી જગમંદિર પહોંચી. પિચોલા તળાવની વચોવચ જગમંદિર હોટેલ આવેલી છે. આ હોટેલમાં શાહી લગ્ન થાય છે.

ઘણા સ્ટાર્સની પસંદ ઉદયપુર

ઉદયપુર બોલિવુડનું ફેવરિટ શહેર છે. અહીં રોયલ વેડિંગ્સ સાથે મસમોટી ઈવેન્ટ ઓર્ગેનાઈઝ થાય છે. નીતુ કપૂરે તેની દીકરી રિદ્ધિમાનો જન્મદિવસ ઉદયપુરમાં સેલિબ્રેટ કર્યો હતો. આ સિવાય સારા અલીખાન, અરમાન મલિક, શ્વેતા તિવારી, કુનાલ કામરા સહિતના સેલેબ્સ થોડા દિવસ પહેલાં ઉદયપુરમાં રિલેક્સ થતાં જોવા મળ્યાં છે.

'રામસેતુ'નાં શૂટિંગ માટે ગુજરાતમાં આગમન

દમણ એરપોર્ટ પર અક્ષય અને જેકલીન
દમણ એરપોર્ટ પર અક્ષય અને જેકલીન

અક્ષય કુમાર અને જેકલીનની નવી ફિલ્મ રામસેતુના શૂટિંગ માટે શ્રીલંકાના દરિયાકિનારાની પસંદગી થઈ હતી, પરંતુ શ્રીલંકાની કોવિડ ગાઈડલાઈન્સને લઈને ફિલ્મના શૂટિંગ માટે પ્રોડક્શન હાઉસને પરમિશન ન મળતાં ઉમરગામ અને દમણના બીચની પસંદગી કરવામાં આવી હતી. અક્ષયની રામસેતુ ફિલ્મ માટે એક ગીત અને બાકીના મહત્ત્વના ભાગોનું શૂટિંગ અહીંના બીચ પર કરવામાં આવશે.