પ્રિયંકા ચોપરાની એક્શન થ્રિલર સીરિઝ 'સિટાડેલ' હાલમાં જ રિલીઝ થઈ છે. હવે એક્ટ્રેસે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'સિટાડેલ'નો એક BTS વિડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના સ્ટંટ સીન કરી રહી છે અને એક્શન સીન દરમિયાન તેને ઘણી ઈજા પણ થઇ હતી.
'લોહી, પરસેવો અને આંસુ'
ઉલ્લેખનીય છે કે, આ સીરિઝમાં તેણે મોટાભાગના સ્ટંટ પોતે જ કર્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સીરિઝના શૂટિંગ દરમિયાન તેણે સેટ પર ઘણું લોહી, પરસેવો અને આંસુ વહાવ્યાં છે. આ વીડિયોને શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, 'લોહી, પરસેવો અને આંસુ, મારા પોતાના સ્ટંટને કેક વૉક જેવો અદ્ભુત અનુભવ કરાવવા બદલ મારી ટીમ અને સ્ટંટ સંયોજકોનો આભાર.
આ વીડિયો દ્વારા પ્રિયંકાએ તેની ટીમ અને સેટ પર સ્ટંટ કરવામાં મદદ કરનાર લોકોનો ખાસ આભાર માન્યો છે.
પ્રિયંકા જાસૂસ એજન્ટના રોલમાં છે
રુસો બ્રધર્સ દ્વારા નિર્દેશિત, 'સિટાડેલ' એક જાસૂસી થ્રિલર સીરીઝ છે, જેની વાર્તા પ્રિયંકા અને રિચર્ડ મેડનની આસપાસ ફરે છે. બંને આ સીરીઝમાં એજન્ટની ભૂમિકા ભજવી રહ્યા છે. પ્રિયંકા ઉપરાંત સિટાડેલમાં લેસ્લી મેનવિલે, રિચર્ડ મેડન અને સ્ટેનલી ટુચી પણ મુખ્ય ભૂમિકામાં છે.
આ સિરીઝ 28 એપ્રિલના રોજ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવી છે. આ 6 એપિસોડ વાળી સિરીઝના નવા એપિસોડ દર શુક્રવારે રિલીઝ થઈ રહ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.