સાઉથ સુપરસ્ટારની બોલિવૂડમાં એન્ટ્રી:'જવાન' ફિલ્મમાં સુપરસ્ટાર વિજય કોઈ ફી લીધા વગર કરશે કામ, એક દિવસના શૂટિંગમાં સીન આટોપી લેવાશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ઘણા સમયથી પડદાથી દૂર રહ્યા બાદ બોલિવૂડના કિંગખાન એટલે કે શાહરુખ ખાને ફેન્સને સરપ્રાઈઝ આપીને ત્રણ મોટી ફિલ્મની જાહેરાત કરી છે. વર્ષ 2023માં શાહરૂખ ખાનની ત્રણ ફિલ્મ ‘જવાન’, ‘પઠાણ’ અને ‘ડંકી' રિલીઝ થશે. આ ત્રણ ફિલ્મ પૈકી એક ફિલ્મ 'જવાન'ને સાઉથના મોટા નિર્દેશક એટલી કુમારે ડાયરેક્ટ કરી છે. આ પહેલાં એટલી 'થેરી' અને 'બીજીલ' જેવી સુપરહિટ ફિલ્મ બનાવી ચૂક્યા છે.

તો આ ફિલ્મ વિશે તાજેતરની અટકળો તો એવી લગાવવામાં આવી છે કે, સાઉથના સુપરસ્ટાર વિજય, જે એટલી અને શાહરૂખ ખાન બંનેના ખાસ મિત્ર છે, તે આ ફિલ્મમાં કેમિયોનો રોલ નિભાવતા જોવા મળશે.પ્રાપ્ત માહિતી અનુસાર, ‘થલપતિ’ વિજય તેના પાત્ર માટે કોઈ ચાર્જ લેશે નહીં. ઉલ્લેખનીય છે કે 'જવાન'નું ટીઝર થોડા અઠવાડિયા પહેલા જ રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં શાહરૂખ ખાનની સ્ટાઈલ અને એક્શન જોઈને ફેન્સ અચંબામાં પડી ગયા હતા.

ફિલ્મ 'જવાન'માં શાહરૂખ ખાનની સાથે અભિનેત્રી નયનથારા અને વિજય સેતુપતિ પણ લીડ રોલમાં જોવા મળશે. એક રિપોર્ટ અનુસાર, આ ફિલ્મમાં થલપથી વિજયનો એક નાનો રોલ હશે, જેના માટે તે કોઈ ફી લેશે નહીં. અ

તો બીજી તરફ માહિતી અનુસાર, થલપતિ વિજય 'જવાન' માટે એક જ દિવસનું શૂટિંગ કરશે. તે ફિલ્મ માટે કોઇ ફી લેશે નહી. ફિલ્મ 'જવાન' 2 જૂન 2023ના રોજ રિલીઝ થશે.

5 ભાષાઓમાં રિલીઝ થશે 'જવાન'
હાલમાં જ આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું.'જવાન' શાહરૂખની સંપૂર્ણ એક્શન એન્ટરટેઈનિંગ ફિલ્મ છે. આ ફિલ્મમાં નયનતારા લીડ રોલમાં છે. 'જવાન' 2 જૂન, 2023ના રોજ 5 ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે.