મિસ યુનિવર્સ હરનાઝ સંધુ પોતાના વજનને કારણે ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાનાં વધેલા વજનનાં સ્ટ્રગલિંગ દિવસો વિશે વાત કરી છે. હરનાઝે એમ પણ જણાવ્યું હતું, કે શરૂઆતનાં દિવસોમાં તે પોતાનું વજન જોઇને રડતી હતી. જો કે, તે ઘણી વખત એમ પણ કહી ચૂકી છે કે તે સેલિયાક નામની બીમારીથી પીડાતી હતી.
મિસ યુનિવર્સ જીત્યા પછી, હું ફક્ત ખાતી જ હતી : હરનાઝ
પીપલ મેગેઝિન સાથે વાત કરતાં હરનાઝે જણાવ્યું હતું કે, ‘હા, મારું થોડાં પાઉન્ડ વજન વધ્યું છે અને તેના માટે મને ટ્રોલ પણ કરવામાં આવી છે. જો કે, હવે હું તેને લઇને સંપૂર્ણ રીતે રિલેક્સ અને કમ્ફર્ટેબલ થઈ ગઈ છું. હું મારા ધ્યેય માટે સંપૂર્ણપણે નિશ્ચિંત હતી. તે પોતાનાં સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપતી હતી અને સમયાંતરે વર્કઆઉટ પણ કરતી રહેતી હતી. જ્યારે મેં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો ત્યારે મારી પાસે આરામ કરવા માટે લગભગ એક મહિનાનો સમય હતો. મેં તે સમયે બિલકુલ વર્કઆઉટ કર્યું ન હતું. હું ફક્ત મારાં પરિવાર સાથે ભોજન કરવાનો લ્હાવો લઈ રહી હતી. મને ખ્યાલ નહોતો, કે તેની અસર મારાં શરીર પર દેખાશે.
હું ઘણી વાર રડી છું : હરનાઝ
હરનાઝે આગળ કહ્યું- જ્યારે મેં મારા વધેલા વજન પર લોકોની પ્રતિક્રિયા જોઈ તો હું રડતી હતી. હું ઘણી વાર રડી છું. ક્યારેક અચાનક સ્ટેજ પર જવું પડતું અને પછી આ બધી વાતો મનમાં આવતી ત્યારે હું તૂટી જતી. પોતાનાં વજન માટે ટ્રોલ થયા બાદ થોડા મહિના પહેલાં એક ઇન્ટરવ્યૂમાં હરનાઝે કહ્યું હતું કે, ‘હું એવા લોકોમાંની એક છું જેમને અગાઉ એમ કહીને હેરાન કરવામાં આવી હતી કે તે ખૂબ જ પાતળી છે. હવે એ જ લોકો મને એમ કહીને ટ્રોલ કરે છે કે તું જાડી છે, પરંતુ મારી સેલિયાકની બીમારી વિશે કોઈ જાણતું નથી. હું ઘઉંનો લોટ અને બીજી ઘણી વસ્તુઓ ખાઈ શકતી નથી. હું એક હિંમતવાન અને આત્મવિશ્વાસુ છોકરી છું. હું માનું છું કે હું જાડી હોઉં કે પાતળી, એ મારું શરીર છે અને હું મારી જાતને ચાહું છું.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.