તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • "I Apologized To Him But Now I Think He Lied About Everything," Said Sofia Hayat Over Arman Kohli's Arrest.

ડ્રગ કેસમાં અરમાનની ધરપકડ:કોર્ટે અરમાન કોહલીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો, ડ્રગ્સ મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોફિયા હયાતે કેસમાં પોતાની પ્રતિક્રિયા આપી
  • કહ્યું, થોડા દિવસ પહેલા જ અરમાને એક કોમન ફ્રેન્ડ દ્વારા મારી માફી માગવાનો પ્રયાસ કર્યો હતો.

મુંબઈની કોર્ટે બોલિવૂડ એક્ટર અરમાન કોહલીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. કોહલીની ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ તેના ઘરેથી ડ્રગ મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ કોર્ટની બહાર આવતા અરમાન કોહલીએ કહ્યું કે, મારા પર લગાવવામાં આવેલા આરોપ ખોટા છે, સમય આવશે ત્યારે હું પ્રેસ કોન્ફરન્સ કરીને મારો પક્ષ રજૂ કરીશ.

રવિવારે બોલિવૂડ એક્ટર અરમાન કોહલીને ત્યાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ દરોડા પાડ્યા હતા, જેમાં તેના ઘરેથી કોકેઇન મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે ‘બિગ બોસ-7’માં તેની કો-પાર્ટિસિપન્ટ રહેલી એક્ટ્રેસ અને ‘કર્વી આઇકોન’ તરીકે જાણીતી ટેલિવિઝન પર્સનાલિટી સોફિયા હયાતે આ કેસમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ‘થોડા દિવસ પહેલાં જ અરમાને એક કોમન ફ્રેન્ડ દ્વારા મારી માફી માગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હવે લાગે છે કે એ તદ્દન જુઠ્ઠો છે.’

અરમાનની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી
અરમાનની ‘બિગ બોસ 7’ શો દરમિયાન પણ ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે આ જ સોફિયા હયાતે તેની વિરુદ્ધ મોપ (લાકડીવાળા ઝાડુ)થી મારવાની ફરિયાદ નોંધાવી હતી. જો કે, શરૂઆતમાં તેના પર સાંતાક્રૂઝ પોલીસે મારપીટ કરવાનો કેસ દાખલ કર્યો હતો, પરંતુ લોનાવલા સિટી પોલીસે તેના પર જાતીય સતામણીનો આરોપ પણ લગાવ્યો હતો. થોડા દિવસ બાદ અરમાન જામીન પર છૂટી ગયો હતો.

‘બિગ બોસ 7’ દરમિયાન સોફિયા હયાતે અરમાન કોહલી પર પોતાને ઝાડુથી મારવાનો આરોપ લગાવેલો અને અરમાનની ધરપકડ થયેલી
‘બિગ બોસ 7’ દરમિયાન સોફિયા હયાતે અરમાન કોહલી પર પોતાને ઝાડુથી મારવાનો આરોપ લગાવેલો અને અરમાનની ધરપકડ થયેલી

સોફિયાએ ખુલાસો કર્યો
એક ઈન્ટરવ્યુમાં સોફિયાએ જણાવ્યું કે, ‘અરમાને મારી માફી માગી ત્યારે હું તો આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. એ પોતાની સાથે મારા સંબંધો સુધારવાનો પ્રયાસ પણ કરવા લાગ્યો હતો.’ સોફિયાએ જણાવ્યું- ‘એણે એક સારા વ્યક્તિ બનવાનું વચન આપ્યું હતું અને બિગ બોસ દરમિયાન જે બન્યું તેના માટે માફી પણ માગી હતી. મેં તેના પર વિશ્વાસ કર્યો અને બીજી તક આપી. પરંતુ મેં તેને કહ્યું કે તે યુવાનો માટે એક ઇન્સ્પિરેશન બને અને તેમને શીખવાડે કે મહિલાઓ પર હાથ ન ઉપાડવો જોઈએ.’

ધરપકડને લઈને સોફિયા આશ્ચર્યચકિત થઈ ગઈ
સોફિયાએ અરમાનના ડ્રગ્સ કેસમાં ધરપકડ વિશે કહ્યું, ‘તેના ઘરમાં ડ્રગ્સ મળવાના સમાચાર સાંભળીને હું તો ચોંકી ગઈ અને મને લાગી રહ્યું છે શું અરમાનની માફી સાચી હતી. મને લાગે છે કે એ સમયે તેને પોતાના જ કોઈ મતલબથી મારી માફી માગી હશે. બાદમાં તેનું બિહેવિયર મારા માટે બદલાઈ ગયું. હકીકતમાં તેને મારા માટે કોઈ સન્માન નથી.’
NCBનું ઓપરેશન
NCBએ અરમાનના ઘરે ચાલી રહેલા ઓપરેશન 'રોલિંગ થંડર' અંતર્ગત દરોડા પાડ્યા હતા, એજન્સી સુશાંત કેસ બાદથી મુંબઈમાં સતત ડ્રગ પેડલર્સ અને સપ્લાયર્સના નેટવર્ક પર કાર્યવાહી કરી રહી છે.