• Gujarati News
  • Entertainment
  • Hyderabad Police Register Offense Against 'Rang De Basanti' Fame Actor Siddharth For Making Obscene Comments

સિદ્ધાર્થને માફી ન મળી:'રંગ દે બસંતી' ફૅમ એક્ટર સિદ્ધાર્થની વિરુદ્ધ અશ્લીલ કમેન્ટ કરવા બદલ હૈદરાબાદ પોલીસે ગુનો નોંધ્યો

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે અભિનેતા વિરુદ્ધ IPCની કલમ 509 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો

હૈદરાબાદ પોલીસની સાઈબર ક્રાઈમ બ્રાંચે એક્ટર સિદ્ધાર્થ સૂર્યનારાયણની વિરુદ્ધ શટલર સાઈના નેહવાલની વિરુદ્ધ વિવાદિત ટ્વીટને લઈને કેસ દાખલ કર્યો છે. સિદ્ધાર્થની ઓનલાઈન ટિપ્પણી અંગે એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે અભિનેતા વિરુદ્ધ IPCની કલમ 509 (મહિલાઓની મર્યાદાનું અપમાન કરવાના ઈરાદાથી શબ્દ, ઈશારા અથવા કાર્ય) અને અન્ય કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

સિદ્ધાર્થને નોટિસ મોકલવામાં આવશે
હૈદરાબાદ સાઈબર ક્રાઈમ વિંગ ડિટેક્ટિવ ડિપાર્ટમેન્ટના એડિશનલ DCP કેવીએમ પ્રસાદે જણાવ્યું કે, પ્રેરણા થિરુવેપતિ નામની એક મહિલાએ વિભાગને આ કેસને લઈને સંપર્ક કર્યો હતો. ફરિયાદમાં નીલમ ભાર્ગવ રામનું નામ પણ સામેલ છે. કેવીએમ પ્રસાદે જણાવ્યું કે, આ કેસની તપાસ કરવામાં આવશે અને એક્ટર સિદ્ધાર્થને નોટિસ મોકલવામાં આવશે.

સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર લેટર લખીને માફી માગી હતી
સિદ્ધાર્થે કહ્યું હતું, 'ડિયર સાઈના થોડાં દિવસ મેં તમારી એક પોસ્ટના જવાબમાં તમારી સાથે અશિષ્ટ મજાક કરી હતી અને તે અંગે હું માફી માગું છું. હું તમારી અનેક વાતો સાથે અસહમત હોઈ શકું, પરંતુ જ્યારે પણ હું તમારી પોસ્ટ વાચું છું તો મારી નિરાશા અથવા ગુસ્સા માટે મારા ખોટા શબ્દોને યોગ્ય ઠેરવી શકતા નથી. મને ખ્યાલ છે કે મારામાં આનાથી વધારે ગ્રેસ છે. જ્યાં સુધી જોકની વાત છે તો હું તેને સમજાવવાનો પ્રયાસ કરું તો પહેલી વાત તો એ યોગ્ય નથી. તે જોક માટે સોરી.'

'તમે હંમેશાં મારા ચેમ્પિયન રહેશો'
વધુમાં સિદ્ધાર્થે કહ્યું હતું, 'અલબત્ત, મને ખ્યાલ છે કે મેં ખોટા ઈરાદાથી મારી મજાક તથા વર્ડ પ્લેનો ઉપયોગ કર્યો નહોતો. હું મહિલાઓનું સન્માન કરું છું. મને આશા છે કે સાઈના આ માફીનો સ્વીકાર કરશે અને આ ભૂલીને આગળ વધશે. તમે હંમેશાં મારા ચેમ્પિયન રહેશો. આ ઈમાનદારીથી કહી રહ્યો છું.'

સાઈનાએ જવાબ આપ્યો તે પોતાની જગ્યાએ ખુશ છે
સાઈના નેહવાલે બુધવારે જણાવ્યું કે, આ મહિલાઓ વિશે છે, તેમને આ રીતે કોઈ મહિલાને ટાર્ગેટ ન કરવી જોઈએ, પરંતુ ઠીક છે. મને તેની કોઈ પરવા નથી, હું મારી સ્પેસમાં ખુશ છું. ભગવાન તેમને આશીર્વાદ આપે. જો કે, આ કેસ પહેલા રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ ટ્વિટર ઈન્ડિયાને સિદ્ધાર્થનું અકાઉન્ટ તરત બ્લોક કરવા માટે કહ્યું હતું.

સાઈનાના પિતાએ કહ્યું- પરિવાર પરેશાન
લંડન ઓલિમ્પિક 2012ની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઈના નેહવાલના પિતા હરવીર સિંહ નેહવાલે કહ્યું કે 'જ્યારે તેણે મારી દીકરી માટે આવા શબ્દોનો ઉપયોગ કર્યો ત્યારે મને ખૂબ ખરાબ લાગ્યું. તેણે દેશ માટે શું નથી કર્યું? સાઈનાએ મેડલ જીત્યા છે, દેશનું નામ રોશન કર્યું છે. આ ઘટનાથી પરિવાર અને સાઈના વ્યથિત છે. સાથે તેમણે એવું પણ કહ્યું કે હું અભિનેતાને ઓળખતો પણ નથી, કમેન્ટ પછી પહેલી વખત તેનું નામ સાંભળ્યું.

શું છે સમ્રગ બાબત?
સાઈનાએ સો.મીડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબના ફિરોઝપુર ખાતે થયેલી સુરક્ષામાં ચૂક થઈ એની નિંદા કરી હતી. સાઈનાએ કહ્યું હતું, 'કોઈ પણ રાષ્ટ્રના વડાપ્રધાનની સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવે તો તે રાષ્ટ્ર ક્યારેય પોતાને સુરક્ષિત હોવાનો દાવો કરી શકે નહીં. હું કડક શબ્દોમાં અરાજકતાવાદીઓએ વડાપ્રધાન મોદી પર કરેલા કાયરતાપૂર્ણ હુમલાની નિંદા કરું છું.'

સાઈનાની આ પોસ્ટ પર એક્ટર સિદ્ધાર્થે ચેમ્પિયન માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કરીને કહ્યું હતું, 'ભગવાનનો આભાર છે કે આપણી પાસે ભારતના રક્ષક છે. ધિક્કાર છે તમારી પર.' આ લાઇન્સની સાથે સિદ્ધાર્થે હેશટૅગમાં રિહાન્ના શબ્દનો ઉપયોગ કર્યો હતો.