મશહૂર બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી કૃતિ સેનન લોહરીના અવસરે પંજાબના જલંધરમાં પહોંચ્યાં. બંનેએ અલગ-અલગ જગ્યાએ જઇને લોકોની સાથે લોહરીના પર્વ પર પંજાબની લોક બોલીઓમાં અને લોકગીત પર હાથમાં ચીપિયો (વાદ્ય યંત્ર) પકડીને ભાંગડા કરીને ખૂબ એન્જોય કર્યો.
ફેન્સને દિલ ખોલીને મળ્યાં
જ્યાં એક તરફ મુંબઇમાં કાર્તિક આર્યન અને અભિનેત્રી કૃતિ સેનનનું ફિલ્મ ટ્રેલર લોન્ચ થઇ રહ્યું હતું ત્યાં પંજાબની ધરતી પર જલંધરમાં બંને પોતાના ફેન્સ સાથે લોહરીના પર્વને સેલિબ્રેટ કરી રહ્યાં હતાં. બંને એક પ્રાઇવેટ યુનિવર્સિટી પહોંચ્યાં હતાં. ત્યાં બંને પોતાના ફેન્સની સાથે રૂબરૂ થયાં. બંનેએ હાથમાં મોબાઇલ લઇને પોતાના ફેન્સ સાથે સેલ્ફી પણ લીધી.
અગ્નિમાં લોહરી પર આહૂતિ પણ આપી
અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી કૃતિ સેનન જલંધરમાં પૂરી રીતે પંજાબી રંગમાં રંગાયેલાં નજરે આવ્યાં. બંનેએ પોતાના ફેન્સ સાથે પંજાબી સંસ્કૃતિ અનુસાર પ્રગટાવેલ અગ્નિમાં લોહરીના પર્વે તલ-ચોખાની આહુતિ પણ આપી. તેની સાથે પંજાબી ગજક, મગફળી અને રેવડીનો આનંદ પણ ઉઠાવ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.