એકટર આયુષ્માન ખુરાનાએ પોતાની ડેબ્યુ ફિલ્મ 'વિક્કી ડોનર' વિશે વાત કરી હતી. આ દરમિયાન આયુષ્માને ફિલ્મની સિક્વલ બનાવવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. 'વિક્કી ડોનર-2' વિશે આયુષ્માને વાત કરતાં જણાવ્યું હતું કે 'હું ઈચ્છું છું કે વિક્કી ડોનર 2 લગભગ 10 વર્ષ પછી બને. ત્યાં સુધીમાં વિક્કીનાં બાળકો પણ મોટા થઈ જવા જોઈએ અને વિક્કી તેમનાં બાળકોને મળી શકે.'
તો રિયલ લાઇફમાં પણ આયુષ્માનને સ્પર્મ ડોનેટ કર્યું
આયુષ્માન ખુરાના ઇન્ડિયા ટુડેના એક કાર્યક્રમમાં પહોંચ્યો હતો. આ દરમિયાન પોતાની ડેબ્યુ ફિલ્મ વિશે વાત કરતાં ખુલાસો કર્યો હતો કે તેમણે રિયલ લાઇફ પણ સ્પર્મ ડોનેટ કર્યું છે. આયુષ્માને કહ્યું હતું કે હું એ દિવસોમાં અલાહાબાદમાં 'રોડીઝ 2' દરમિયાન એક કામ માટે સ્પર્મ ડોનેટ કર્યું હતું. મને આશ્ચર્ય થયું કે ઈન્ડસ્ટ્રીમાં આ મુદ્દા પર ફિલ્મ બની રહી છે. સ્પર્મ ડોનેટ કરતી વખતે મને આ વિશે કોઈ જાણકારી ન હતી. તો સુજિત સરકારને એ વાતનું આશ્ચર્ય થયું કે મેં તેમને સ્પર્મ ડોનેશન વિશે કોઈ પ્રશ્ન કેમ ન પૂછ્યો?
હોલિવૂડ ફિલ્મોમાં કામ કરવાના સવાલ પર આપ્યો આ જવાબ
જ્યારે આયુષ્માનને હોલિવૂડ ફિલ્મોમાં કામ કરવા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે જવાબ આપ્યો હતો કે 'જો ફિલ્મમાં તેનો રોલ સારો હશે તો હું ચોક્કસથી હોલિવુડની ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરીશ.'
આયુષ્માન ખુરાના આ ફિલ્મોમાં જોવા મળશે
વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો આયુષ્માન ટૂંક સમયમાં 'ડ્રીમ ગર્લ 2', 'ગૂગલી', 'છોટી સી બાત' અને 'બધાઈ હો-2' માં જોવા મળશે. થોડા સમય પહેલાં જ તેની ફિલ્મ એન એક્શન હીરો રિલીઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી ન હતી, તેથી ફેન્સને તેની આગામી ફિલ્મો પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
હારથી પણ મળે છે શીખ
આયુષ્માન જણાવે છે, ઉતાર-ચઢાવ તો બધા લોકોએ જોયો હોય, જેમાંથી જ કંઇક શીખવાનું મળે છે. નિષ્ફળતા જ તમારું માર્ગદર્શક છે. મુંબઈએ મને ઘણું આપ્યું છે. આયુષ્માન આરજે, વીજે, એક્ટર, સિંગર, પરંતુ થિયેટર તેના દિલની નજીક છે .લાઈવ સ્ટેજ શો અને પર્ફોર્મન્સ પણ તેના દિલની નજીક છે.
ઓટીટીના સમયમાં બોલિવૂડમાં આયુષ્માન જે પ્રકારના પ્રયોગ કરે છે એ કરવા જોઈએ? જેના જવાબમાં તે કહે છે, મારી ફિલ્મો 200 કરોડની નથી. હું પરવડી શકું છું. નિર્માતાને કોઈ વધારે નુકસાન નથી થતું. તો OTT વિશે કહે છે કે OTT એ આશીર્વાદ છે. જો OTT ન હોત તો આપણે શું કરતા હોત?
તમારી ફિલ્મો સાઉથમાં રિમેક થઈ રહી છે. લોકો ત્યાં એક્શન હીરોના અધિકારો ઈચ્છે છે. વિવિધ પ્રકારની સામગ્રી જરૂરી છે. હું સાઉથની ફિલ્મોમાં કામ કરવા માગું છું. મને લાગે છે કે હું દક્ષિણ ભારતીય વ્યક્તિ છું, ઉત્તર ભારતીય પરિવારમાં જન્મ્યો છું. હું ફહાદ ફાઝિલ સાથે કામ કરવા માગું છું. હું તેમનાથી ખૂબ જ પ્રેરિત છું.
આયુષ્માનનું બાળપણ હતું કંઈક આવું
બાળપણ વિશે વાત કરતાં આયુષ્માને જણાવ્યું હતું કે હું ખૂબ જ તોફાની હતો. મારા પિતાએ 20 વર્ષ પહેલાં કહ્યું હતું કે મારો દીકરો મુંબઇ જશે ને સ્ટાર બનશે, આ સાચું પડ્યું છે. જો મારા પિતાએ મને મુંબઇ મોકલ્યો ન હોત તો હું ચંદીગઢમાં જ રહ્યો હોત અને ક્યારે પણ મુંબઇ આવવાનો વિચાર પણ ન કર્યો હોત.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.