GIFA:26 અને 27 ડિસેમ્બરે યોજાશે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડઝ 2020

અમદાવાદ :એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુક લાઇવ દ્વારા જીફા 2020ના નોમિનેશન ડિકલેર કરવામાં આવ્યા
  • 24 ફિલ્મોમાંથી ૧૬ જેટલી ફિલ્મોને અલગ-અલગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું

કોરોના મહામારીના આ કપરા સમયમાં પણ ગુજરાતી એન્ટરટેઇનમેન્ટમાં એક ખુશીના કિરણ તરીકે જીફાએ સતત પ્રયત્નો ચાલુ રાખ્યા છે. ‘મારો દેશ ખીલશે’ ગીત બાદ, TORENTO ગુજરાતી આઇકોનિક ફિલ્મ ફેસ્ટિવલની ભવ્ય સફળતા બાદ “ગુજરાતી આઇકોનીક ફિલ્મ એવોર્ડસ” જેનું છેલ્લા ચાર વર્ષથી હેતલ ઠક્કર અને અરવિંદ વેગડા દ્વારા આયોજન થઈ રહ્યું છે તેની આ વર્ષની પણ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

હાલમાં જ ફેસબુક લાઇવ દ્વારા જીફા 2020ના નોમિનેશન ડિકલેર કરવામાં આવ્યા છે અને આ વર્ષે જીફાના સમયગાળામાં રિલીઝ થયેલી 24 ફિલ્મોમાંથી ૧૬ જેટલી ફિલ્મોને અલગ-અલગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ડિસેમ્બર મહિનાની 26 અને 27 તારીખે ગુજરાત ટુરિઝમ પ્રેઝન્ટ ગુજરાતી આઇકોનીક ફિલ્મ એવોર્ડસ 2020 કાર્યક્રમનું આયોજન થશે.

અન્ય સમાચારો પણ છે...