સોમવારે સવારે 95મા ઓસ્કર એવોર્ડ સમારંભથી સારા સમાચાર આવ્યા છે. ભારતીય ફિલ્મ RRR ના 'નાટુ-નાટુ' ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. 'નાટુ-નાટુ' એ અગાઉ ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો ખિતાબ જીત્યો હતો. આરઆરઆરનું 'નાટુ-નાટુ' ગીત લખનારા ચંદ્ર બોસ અને સંગીતકાર એમ.એમ.કેરાવાણીએ ઓસ્કર સમારંભમાં ટ્રોફી લીધી હતી.
આ વરસે દિગ્દર્શક એસ.એસ.રાજામૌલીની ફિલ્મ 'RRR'ને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. RRRએ પહેલી ભારતીય ફિલ્મ હતી જેને આ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. આ એવોર્ડ જીતીને RRRએ ભારતને ગૌરવ અપાવ્યું હતું. આ પહેલાં કાલ-રાહુલે આરઆરઆરના ગીત 'નાટુ-નાટુ' પર લાઇવ પરફોર્મન્સ આપ્યું હતું. પરફોર્મન્સ શરૂ થતાં જ દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
2 મહિલાઓએ ભારત માટે કર્યું છે: ગુનીત
'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. તેનું દિગ્દર્શન કાર્તિકેયી ગોન્સાલ્વેસ દ્વારા કરવામાં આવ્યું છે અને ગુનીત મોંગા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મનો એવોર્ડ મળવા પર નિર્માતા ગુનીત મોંગાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, અમે હાલમાં જ ભારતીય પ્રોડક્શન માટે પહેલો ઓસ્કાર જીત્યો છે. બે મહિલાઓએ કરી બતાવ્યું છે. હું હજી પણ ધ્રૂજી રહ્યો છું. આ સાથે જ ડિરેક્ટર કાર્તિકી ગોન્સાલ્વેસે લખ્યું - આ એવોર્ડ મારી માતૃભૂમિ ભારત માટે છે.
ગુનીતની બીજી ડોક્યુમેન્ટરીએ ઓસ્કર જીત્યો
'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' ગુનીતની બીજી ફિલ્મ છે જેમણે ઓસ્કર એવોર્ડ જીત્યો છે. અત્યાર અગાઉ એની ફિલ્મ પિરિયડ એન્ડ ઑફ ઍક્વેશનને 2019માં બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મની કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મની વાત સાઉથ ઇન્ડિયન કપલ બોમન અને બેઇલીની છે જે રઘુ નામના અનાથ નાનકડા હાથીની સંભાળ રાખે છે. આ ફિલ્મ દ્વારા મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેનું બોન્ડિંગ દેખાડવામાં આવ્યું છે.
દીપિકા પાદુકોણ પ્રેઝન્ટર તરીકે સામેલ થઇ
દીપિકા પાદુકોણઆ વર્ષે પ્રેઝન્ટર તરીકે સેરેમનીનો ભાગ બની છે. સોમવારે લોસ એન્જલસમાં સવારે 5.30 વાગ્યે સમારોહ શરૂ થયો હતો. એકેડેમી એવોર્ડ્સ ટ્વિટર હેન્ડલ દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં જોવા મળ્યું નથી.
કેટેગરી | વિનર | |
1 | બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ | પિનોચ્ચિયો |
2 | બેસ્ટ સપોર્ટિંગ એક્ટર | કે હુઈ ક્વાન |
3 | બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ | જેમી લી કર્ટિસ |
4 | બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ | નવલની |
5 | બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ | એન આયરિશ ગુડબાય |
6 | બેસ્ટ સિનેમેટોગ્રાફી | ઓલ ક્વાઇટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ |
7 | મેકઅપ એન્ડ હેરસ્ટાઈલિંગ | ધ વ્હેલ |
8 | કોસ્ચ્યુમ ડિઝાઈનર | બ્લેક પેંથર |
9 | બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ | ઓલ ક્વાઇટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ |
10 | બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ | ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ |
11 | બેસ્ટ ઓરિજિનલ સ્કોર | વોલ્કર બર્ટેલમેન |
12 | બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લે | એવરીથીંગ એવરીવન ઓલ એટ વન્સ |
13 | બેસ્ટ એક્ટર | બ્રેડન ફ્રેઝર |
14 | બેસ્ટ એક્ટ્રેસ | મિશેલ યોહ |
15 | બેસ્ટ પિક્ચર | એવરીથિંગ એવરી વન ઓલ એટ વન્સ |
ગુનીત મોંગાએ ઓસ્કર જીતવા પર આ વાત કહી
નિર્માતા ગુનીત મોંગાએ 'ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ' ને ઓસ્કર એવોર્ડ જીતવા પર ખુશી વ્યક્ત કરી છે. ભારતનો આ પહેલો ઓસ્કર છે જે આ કેટેગરીમાં આપવામાં આવ્યો છે. તમામનો આભાર વ્યક્ત કરતા ગુનીતે મહિલાઓને સપના જોવાનો પણ મેસેજ આપ્યો છે.
આ કેટેગરીમાં પણ એવોર્ડ મળ્યા
ઓસ્કારની અન્ય કેટેગરીમાં 'અવતાર 2'ને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટનો એવોર્ડ મળ્યો હતો.
અપડેટ્સ:
ઓસ્કાર એવોર્ડ સેરેમનીની ખાસ તસવીરો
95મા ઓસ્કાર એવોર્ડની કેટલીક ખાસ વાતો-
અત્યાર સુધીમાં 5 ભારતીય ઓસ્કાર જીતી ચૂક્યા છે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.