કેટરીના-વિકી કૌશલ અને આલિયા-રણબીર બાદ વધુ એકવાર બોલિવૂડ કપલની લગ્નની શરણાઈઓના શૂર ગુંજી ઉઠશે. આ સાથે જ 2023માં બોલિવૂડમાં ફર્સ્ટ વેડિંગ થશે.કિઆરા અડવાણી અ સિદ્ધાર્થ મલ્હોત્રાએ આખરે વેડિંગ વેન્યુ પર કળશ ઢોળી દીધો છે. લગ્નની ડેટની અને વેન્યુની જાહેરાત થતા જ ફેન્સ ઉત્સાહિત થઇ ગયા છે. તો આ શાહી લગ્નનું ડેસ્ટિનેશન પણ સામાન્ય નથી.
કિઆરા-સિદ્ધાર્થે ભારતના ટોપ 15 વેડિંગ ડેસ્ટિનેશનમાં સામેલ જગ્યાની પસંદગી કરી છે. આ સ્થળ રાજસ્થાનના મુંબઈથી હજારો કિલોમીટર દૂર છે. ક્યૂટ કપલ જેસલમેરની રેતી વચ્ચે વચ્ચે આવેલી સૂર્યાગ્રહ હોટલમાં લગ્ન કરવાનો પ્લાન કરી રહ્યા છે.
ભાસ્કરના રિપોર્ટમાં વાંચીએ... આખરે સિદ્ધાર્થે સૂર્યગઢ હોટલની પસંદગી કેમ કરી?
ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ પેલેસ
જેસલમેરની સૂર્યગઢ હોટલ શહેરથી લગભગ 16 કિમી દૂર સેમ રોડ પર આવેલી છે. આ હોટલનું નિર્માણ જયપુરના એક બિઝનેસમેન દ્વારા ડિસેમ્બર 2010માં કરવામાં આવ્યું હતું. લગભગ 65 એકર વિસ્તારમાં ફેલાયેલી આ હોટલ જેસલમેરના પીળા પથ્થરોથી બનેલી છે.
આ હોટલ ડેસ્ટિનેશન વેડિંગ માટે દુનિયાભરમાં જાણીતી છે. આ સાથે જ અહીં ને લગ્ન માટે બેસ્ટ રૂમની સાથે-સાથે સ્વિમિંગ પૂલ અને 65 એકરની હોટલમાં લગ્નના તમામ ફંક્શન્સ કરવા માટે એક સરસ લોકેશન મળે છે.
કિઆરા-સિદ્ધાર્થ બાવરીમાં લેશે 7 ફેરા
હોટલમાં વેડિંગ ફંક્શન માટે અલગ-અલગ જગ્યાઓ બનાવવામાં આવી છે. હોટલનું ઇન્ટીરિયર અને લોકેશન મહેમાનોને ખૂબ જ પસંદ આવે છે. આ કારણે બંનેએ લગ્ન માટે સૂર્યગઢની પસંદગી કરી હતી.
બાવરી :
હોટલમાં બાવરી નામની એક જગ્યા બનાવવામાં આવી છે. આ જગ્યા ખાસ લગ્ન માટે જ બનાવવામાં આવી છે. મંડપની આસપાસ ચાર થાંભલા લગાવવામાં આવ્યા છે. આ મંડપમાં કિઆરા-સિદ્ધાર્થ ફેરા ફરશે. હોટલના તળાવ કિનારે 2 મોટા બગીચા છે. જ્યાં એક હજારથી વધુ મહેમાનો આવી શકે છે.
કિઆરાનું મહેંદીનું ફંક્શન અહીં થશે
હોટલનું સૌથી મોટું કોર્ટ યાર્ડ સંગીત, હલ્દી અને મહેંદી માટે બેસ્ટ પ્લેસ છે. ચારે બાજુ પીળા પત્થરોથી બનેલી કોતરણીવાળી જાળીવાળી ઉંચી ઇમારતો લાંબા પડદા પર લગાવીને ભવ્ય અને સુંદર બનાવવામાં આવે છે. મહેમાનો માટે રણમાં ડિનર પણ ઉપલબ્ધ છે. રણમાં ડિનર પર વ્યક્તિ દીઠ 15 હજાર રૂપિયા લેવામાં આવે છે. આ સ્થળે સ્ટાર કપલના લગ્નના ફંક્શન્સ પણ યોજાશે.
2 કરોડ રૂપિયા પ્રતિદિનનો ખર્ચ
આ હોટેલમાં સૌથી વધુ ડેસ્ટિનેશન શાહી લગ્નનું આયોજન કરવામાં આવે છે. ડેસ્ટિનેશન વેડિંગ માટે એપ્રિલથી સપ્ટેમ્બર મહિનામાં દારૂ વગરના એક દિવસની કિંમત આશરે 1 કરોડ 20 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે. તો ઓક્ટોબરથી માર્ચ સુધી ટૂરિસ્ટ સિઝનમાં બુકિંગ માટે રોજના લગભગ 2 કરોડ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે.
એક રૂમનું ભાડું 2 લાખ રૂપિયાથી વધારે
કિલ્લા જેવી આ ઇમારતમાં સુંદર પથ્થરની કોતરણીની સાથે-સાથે શાનદાર ઇન્ટરિયર પણ છે. આ હોટલમાં મહેમાનોનું રાજસ્થાની અંદાજમાં સ્વાગત કરવામાં આવે છે. પીળા પત્થરોથી બનેલી આ હોટલમાં 3 કેટેગરીમાં રૂમ ઉપલબ્ધ છે, જેનું એક દિવસનું ભાડું 20 હજારથી 2 લાખ રૂપિયા સુધીનું છે. જે લોકો અહીં આવે છે તેમને શાહી મિજાજનો અનુભવ કરીને જ જાય છે. મહેમાનો માટે પણ અલગ-અલગ સુવિધાઓ છે.
હોટલમાં આ સુવિધાઓ છે
પીળા પથ્થરોથી બનેલી હોટલમાં 3 કેટેગરીમાં રૂમ ઉપલબ્ધ છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ અહીં રજાઓનો આનંદ માણવા માટે આવે છે.
લક્ઝરી રૂમ્સને 3 કેટેગરીમાં છે
હોટલ સૂર્યગઢમાં કુલ 84 રૂમ અને લગભગ 92 બેડરૂમ છે. રૂમને 3 કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. બેઝ કેટેગરીમાં ફોર્ટ રૂમ, હેરિટેજ અને પેવેલિયનનો સમાવેશ થાય છે. બીજી કેટેગરીમાં સ્વીટ રૂમ કેટેગરીમાં સિગ્નેચર, લક્ઝરી અને સૂર્યગઢ સ્વીટનો સમાવેશ થાય છે. ત્રીજી કેટેગરીમાં 5 વિલા છે, જેમાંથી 3 જેસલમેર હવેલીના નામે અને 2 થાર હવેલીના નામથી જાણીતી છે.
બેઝ કેટેગરી
સ્યૂટ કેટેગરી (એક દિવસનું ભાડું)
હોટલની પાછળ 5 વિલા પણ બનાવવામાં આવ્યા છે.
હોટલ સૂર્યગઢમાં પાછળની તરફ 5 અલગ-અલગ વિલા છે. વિલાને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. જેસલમેર હવેલી (5) અને થાર હવેલી (2)
હોટલમાં બે બગીચા વચ્ચે આર્ટિફિશિયલ લેક બનાવવામાં આવ્યું છે. આ લાંબા પહોળા તળાવમાં કુદરતી વરસાદી પાણી એકઠું થાય છે. મોટા ભાગની પાર્ટીઓ લેક વ્યૂમાં જ થાય છે.
વર્લ્ડ ક્લાસ સ્પા, અને એરેના નામનું જિમ પણ છે
હોટલમાં ખૂબ મોટો ઇન્ડોર ગરમ સ્વિમિંગ પૂલ છે. આ પૂલનું નામ 'નીલ' છે. આ ગરમ સ્વિમિંગ પૂલમાં ગરમ પાણીની સુવિધા છે. શિયાળામાં પણ મહેમાનો આરામથી સ્વિમિંગની મજા લઇ શકે છે. આ સાથે જ સેન્ડ નામનું વર્લ્ડ ક્લાસ સ્પા, અખાડા નામનું જિમ પણ છે. જેમાં મહેમાનને તમામ પ્રકારની કસરત કરવાની સુવિધા મળે છે. કાર્ડ્સ નામની એક ઇન્ડોર ગેમ પણ છે. જેમાં તમને કાર્ડ અને બિલિયર્ડ ગેમ્સ રમવા મળે છે. હોટલમાં દ્રાક્ષ નામનું એક બાર પણ છે, જ્યાં તમને દેશ અને દુનિયાનો સૌથી મોંઘો દારૂ મળી શકે છે.
રાજસ્થાની ભોજન માટે અલગ રેસ્ટોરાં
હોટલમાં 2 રેસ્ટોરાં છે. લિજેન્ડ્સ ઓફ મારવાડ અને નોશ નામની આ રેસ્ટોરાંમાં મહેમાનોને વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે.
લિજેન્ડ્સ ઓફ મારવાડ - આ રેસ્ટોરાંમાં માત્ર ડિનર જ મળે છે. જેમાં માત્ર રાજસ્થાની વેજ અને નોનવેજ જ પીરસવામાં આવે છે.
નોશ- નોશ નામની આ રેસ્ટોરાં મલ્ટિ-કુશન રેસ્ટોરાં છે. જેમાં, તમે લંચ અને ડિનર બંને લો છો. વેજ અને નોન-વેજ બંને પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે.
સૂર્યગઢ પેલેસમાં પણ ઘણી ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. જેના કારણે ડેસ્ટિનેશન વેડિંગના લિસ્ટમાં ટોપ પર છે.
ઓર્ગેનિક ગાર્ડન, મિની ઝૂ અને હોર્સ રાઇડિંગ
કેમિકલના ઉપયોગ વગર શાકભાજી 100 ટકા ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે, જેનો ઉપયોગ હોટલના સલાડમાં થાય છે. આ સાથે બાળકો માટે મીની ઝૂ પણ છે. આ મીની ઝૂમાં પશુ-પક્ષીઓને રાખવામાં આવે છે. મહેમાનો માટે ઘોડેસવારીની સુવિધા પણ છે, જે ઇન-હાઉસ મહેમાનો માટે મફત છે. જેમાં તળાવની બાજુમાં 3 ઘોડા તમને ઘોડેસવારી કરાવે છે.
લેક સાઇડ અને સેલિબ્રેશન નામનું ગાર્ડન
ફંક્શન માટે 2 મોટા ગાર્ડનનો પણ સમાવેશ કરવામાં આવે છે. બંને ગાર્ડનમાં ફંક્શન્સનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે તેમનું નામ પણ થોડું લેક સાઇડ અને સેલિબ્રેશન છે. બંનેની બેસવાની ક્ષમતા લગભગ 350થી 400 લોકોની છે. હોટલમાં દરરોજ સાંજે 7:30 થી 8:30 વાગ્યા સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે. મહેમાનો માટે એક દિવસ સુફી અને એક દિવસ રાજસ્થાની લોકગીતો રજૂ કરવામાં આવે છે. આ બધી ઘટનાઓ સનસેટ પેટિયો ગાર્ડનમાં થાય છે.
આ હોટલને ઘણા અવોર્ડ મળ્યા છે
ગત વર્ષે હોટલ સૂર્યગઢને રીડર્સ ચોઇસ એવોર્ડ મળી ચૂક્યો છે. દેશની 15 બેસ્ટ હોટલોમાં જેસલમેરની હોટલ સૂર્યગઢને ટ્રાવેલ મેગેઝિન કોંડ નાસ્ટ ટ્રાવેલર દ્વારા વર્ષ 2021 માટે રીડર્સ ચોઇસ એવોર્ડ્સની યાદીમાં છઠ્ઠું સ્થાન આપવામાં આવ્યું છે. આ રેન્કિંગ અપ્રતિમ આતિથ્ય સત્કાર, શાહી વૈભવ અને ગ્રાહક સેવાના માપદંડો પર જાહેર કરવામાં આવી છે. વર્ષ 2010માં બનેલી આ હોટલને તેની સુંદરતા અને આતિથ્ય માટે ઘણા એવોર્ડ મળ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.