• Gujarati News
  • Entertainment
  • From Sonam Kapoor To Sunil Shetty, The Life Partners Of These Bollywood Celebs Run Millions Of Businesses.

સેલેબ્સ લાઈફ:સોનમ કપૂરથી લઈને સુનીલ શેટ્ટી સુધી, આ બોલિવૂડ સેલેબ્સના લાઈફ પાર્ટનર્સ ચલાવે છે કરોડોનો બિઝનેસ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુહીનો પતિ શાહરૂખ ખાનની સાથે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કો-ઓનર પણ છે

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સેલેબ્સ પોતાની ફિલ્મોથી કરોડો રૂપિયા કમાય છે, પરંતુ શુ તમે જાણો છે કે તેમના લાઈફ પાર્ટનર પણ સફળ બિઝનેસમેન છે. કેટલાક પોતાનો ડિઝાઈનર સ્ટોર ચલાવે છે તો કેટલાક મલ્ટીનેશનલ કંપની ચલાવે છે. જાણો એવા કેટલાક સેલેબ્સ વિશેઃ

શિલ્પા શેટ્ટી
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા એક જાણીતો બિઝનેસ મેન છે. રાજ, જેએલ સ્ટ્રીમનો ફાઉન્ડર છે, સાથે જ તાજેતરમાં શિલ્પા અને રાજે મળીને વિયાન નામથી એક ઈન્ડસ્ટ્રી ખોલી છે જે ગેમિંગ અને એનિમેશનનો વેપાર કરે છે. જણાવી દઈએ કે રાજે શાલ વેચવાથી પોતાના વેપારની શરૂઆત કરી હતી, પરંતુ હવે મોટા હીરાનો વેપારી છે. રાજ કુંદ્રાએ વર્ષ 2004માં એક બ્રિટિશ મેગેઝિનના સૌથી અમીર એશિયન બ્રિટિશ લોકોની યાદીમાં 198મા ક્રમે હતો. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં તેની કુલ સંપત્તિ 400 મિલિયન ડોલર એટલે કે 2800 કરોડ બતાવવામાં આવી છે.

અક્ષય કુમાર
અક્ષય કુમારની પત્ની અને એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના પણ બિઝનેસ વુમન છે. ટ્વિકંલ ન માત્ર એક સફળ રાઈટર છે પરંતુ તે એક પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. તેની સાથે ટ્વિંકલ એક સક્સેસફૂલ ઈન્ટિરિયર ડિઝાઈનર પણ છે. તે ડિઝાઈનર સ્ટોર વાઈટ વિંડોની ફાઉન્ડર છે. તેને રાની મુખર્જી, તબુ, રીમા સેન અને કરિના કપૂર જેવી એક્ટ્રેસિસના ઘરને પણ ડિઝાઈન કર્યા છે. તે ઉપરાંત તે કેન્ડલ એક્સપોર્ટ પણ કરે છે.

સુનીલ શેટ્ટી
સુનીલ શેટ્ટીની વાઈફ માના શેટ્ટી પણ એક સક્સેસફૂલ બિઝનેસ વુમન છે. માનાના એક નહીં પણ ઘણા બિઝનેસ છે. તેનો વેપાર ઘણો ફેલાયેલો છે, તે ઉપરાંત તેને ઘણું ઈન્વેસ્ટ પણ કર્યું છે. માના લાઈફસ્ટાઈલ અને લક્ઝરી સ્ટોર 'આર-હાઉસ' અને 'માના એન્ડ ઈશા'ની સાથે રિયલ સ્ટેટ બ્રાન્ડ S2.21 લક્ઝુરિયસ વિલાની ઓનર છે.

સોનમ કપૂર
સોનમ કપૂરનો પતિ આનંદ એસ આહુજા મલ્ટીમિલેનિયર છે. દિલ્હી બેસ્ડ આનંદ શાહી એક્સપોર્ટનો મેનેજિંગ ડાયરેક્ટર છે, આ કંપનીની કુલ સંપત્તિ લગભગ 3 હજાર કરોડ રૂપિયા છે. સાથે દિલ્હીના પૃથ્વીરાજ રોડ પર તેનો 173 કરોડનો બંગલો છે. સાથે આનંદ, કપડાં અને ફૂટવેર બ્રાન્ડ Bhaaneનો CEO છે. તેની સાથે આનંદ ભારતની પહેલી મલ્ટી બ્રાન્ડ સ્નીકર સ્ટોર વેજ નોન વેજનો કો-ફાઉન્ડર પણ છે.

શાહરૂખ ખાન
શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન એક જાણીતી સેલિબ્રિટી ઇન્ટિરિયર ડિઝાઈનર છે. ગૌરીનો બિઝનેસ ઈન્ડિયાની સાથે વિદેશોમાં પણ ફેલાયેલો છે અને તેના કામની ડિમાન્ડ તમામ હોલિવૂડ હસ્તિઓની વચ્ચે પણ રહે છે. ગૌરી ખાને મુકેશ અંબાણી, જેકલીન, કરણ જોહર અને રણબીર કપૂર જેવી સેલિબ્રિટીઝના ઘર ડિઝાઈન કર્યા છે. ગૌરીનું પોતાનું પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પણ છે. આ સાથે ગૌરી ખાનની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2018માં ફોર્ચ્યુન મેગેઝિનની '50 મોસ્ટ પાવરફૂલ વુમન'ની લિસ્ટમાં તે સામેલ હતી. રિપોર્ટ્સના અનુસાર ગૌરી અને શાહરૂખની વાર્ષિક આવક 259 કરોડની આસપાસ છે.

સોહેલ ખાન
સોહેલ ખાનની પત્ની સીમા પણ જાણીતી ફેશન ડિઝાઈનર છે. સીમાએ પોતાના પતિ સોહેલની સાથે મળીને એન્ટરટેઈનમેન્ટ બિઝનેસ શરૂ કર્યો હતો. જોત જોતામાં સીમા ટીવી શો અને મૂવીની લીડિંગ ફેશન ડિઝાઈનર બની ગઈ. ટીવી સિરિયલ 'જસ્સી જૈસી કોઈ' (2003-07) માં કાસ્ટના કોસ્ચ્યુમ સીમાએ જ ડિઝાઈન કર્યા હતા. આ સિરિયલથી તેને ઓળખ મળી હતી. સીમાનું 'બ્રાન્દ્રા 190' નામનું એક બુટિક છે. જેને તે સુઝેન ખાન અને મહિપ કપૂરની સાથે મળીને ચલાવે છે. તે ઉપરાંત સીમાનું મુંબઈમાં બ્યુટી સ્પા અને 'કલિસ્તા' નામથી એક સલૂન પણ છે.

જુહી ચાવલા
જુહી ચાવલાનો પતિ જય મહેતા મલ્ટીનેશનલ કંપની મહેતા ગ્રુપનો ઓનર છે. તેની સાથે તેની સીમેન્ટની બે કંપનીઓ છે. સાથે જુહીનો પતિ શાહરૂખ ખાનની સાથે IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કો-ઓનર પણ છે. રિપોર્ટ્સના અનુસાર જય મહેતાની ટોટલ નેથ વર્થ લગભગ 350 મિલિયન ડોલર એટલે કે 2300 કરોડ રૂપિયાની આસપાસ છે.