• Gujarati News
  • Entertainment
  • From Radheshyam, RRR To Prithviraj, Release Of 4 Big Films Of January Was Avoided, 8 Films Of February March Are Also In Danger.

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને ફરીથી ફટકો:રાધેશ્યામ, RRRથી લઈને પૃથ્વીરાજ સુધી, જાન્યુઆરીની 4 મોટી ફિલ્મોની રિલીઝ ટાળવામાં આવી, ફેબ્રુઆરી-માર્ચની 8 ફિલ્મો પણ જોખમમાં

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ પૃથ્વીરાજ 21 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, જે હવે પોસ્ટપોન થઈ

બીજી લહેર પછી ધીમે ધીમે થિયેટરો ખુલવાથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી પાટા પર આવી ગઈ હતી પરંતુ ઓમિક્રોનના ડરના લીધે ફરીથી એક વખત ઈન્ડસ્ટ્રીને ઝટકો લાગ્યો છે. ભારતમાં સતત વધી રહેલા કોવિડ કેસના કારણે દેશના ઘણા રાજ્યોમાં થિયેટરો બંધ કરી દેવામાં આવ્યા છે, જેનાથી જાન્યુઆરીમાં રિલીઝ થનારી મોટાભાગની મોટી ફિલ્મોની રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી છે.

RRR
એસ એસ રાજમૌલિના નિર્દેશનમાં બની રહેલી પેન ઈન્ડિયાની ફિલ્મ RRR 7 જાન્યુઆરીએ રિલીઝ થવા માટે શિડ્યુઅલ કરવામાં આવી હતી, પરંતુ હવે આ ફિલ્મની રિલીઝ ડેટ અત્યારે મુલતવી રાખવામાં આવી છે. મેકર્સે એક અઠવાડિયા પહેલા જાહેરાત કરી હતી કે ફિલ્મને કોઈપણ સ્થિતિમાં પોસ્ટપોન કરવામાં નહીં આવે, જો કે, થિયેટરો બંધ થવાથી મેકર્સે રિલીઝના ત્રણ દિવસ પહેલા ફિલ્મ પોસ્ટપોન કરી છે. રિલીઝ ટાળવાથી મેકર્સને લગભગ સવા કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ, જૂનિયર એનટીઆર, અને રામચરણ લીડ રોલમાં છે.

રાધે શ્યામ
પ્રભાસ અને પૂજા હેગડેની ફિલ્મ રાધે-શ્યામ પણ કોરોનાના કારણે પોસ્ટપોન થઈ ગઈ છે. ફિલ્મ મકર સંક્રાંતિના દિવસે એટલે કે 14 જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થવાની હતી. મેકર્સે 5 જાન્યુઆરીએ ફિલ્મ પોસ્ટપોન કરવાનું કારણ કોવિડના વધતા કેસ જણાવ્યા છે.

પૃથ્વીરાજ
અક્ષય કુમાર અને માનુષી છિલ્લર સ્ટારર ફિલ્મ પૃથ્વીરાજ 21 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, જે હવે પોસ્ટપોન થઈ ગઈ છે. મેકર્સે સોમવારે ફિલ્મ ટાળવાની જાહેરાત કરી છે. મેકર્સના જણાવ્યા પ્રમાણે, આ એક મોટી ફિલ્મ છે જેને કોવિડના સમયે રિલીઝ કરવાથી કોઈ ફાયદો થશે નહીં.

જર્સી
શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ જર્સી 31 ડિસેમ્બરે રિલીઝ થવાની હતી, જો કે કોરોનાકાળમાં 83નું બોક્સ ઓફિસ કલેક્શન જોતા મેકર્સે તેની રિલીઝ ડેટ લંબાવી દીધી છે. ફિલ્મ કયા મહિને રિલીઝ થશે તે વિશે અત્યારે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

આ ફિલ્મોના શૂટિંગ પર અસર પડી

પોન્નિયન સેલ્વન
મણિ રત્નમની ફિલ્મ પોન્નિયન સેલ્વનનું શૂટિંગ આ મહિનાથી મધ્યપ્રદેશમાં શરૂ થવાનું હતું, પરંતુ તેને હોલ્ડ પર રાખવામાં આવી છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય લીડ રોલમાં છે.

લુકા છુપી 2
વિકી કૌશલ અને સારા અલી ખાનની લુકા છુપી 2નું શૂટિંગ 27 જાન્યુઆરી સુધી ઈન્દોરમાં થવાનું હતું, પરંતુ વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખતા મેકર્સ એક અઠવાડિયામાં શૂટિંગ પૂર્ણ કરશે.

કેટરીનાની અનટાઈટલ ફિલ્મ
વિપુલ શાહ કેટરીના કૈફની સાથે એક ફિલ્મ ભોપાલની પાસે ઝાબુઆમાં શરૂ કરવાના હતા, પરંતુ તેના પર હવે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થયા છે.

મેરી ક્રિસમસ
કેટરીનાની અપકમિંગ ફિલ્મ મેરી ક્રિસમસનું શૂટિંગ 7 જાન્યુઆરીથી મુંબઈમાં થવાનું હતું. ફિલ્મ માટે મોટાભાગના સીન રાત્રે શૂટ કરવાના હતા, પરંતુ નાઈટ કર્ફ્યુના કારણે તેને પોસ્ટપોન કરવામાં આવ્યું છે. સ્ટૂડિયોના માલિકોને રાત્રે શૂટિંગ ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.

મલયાલમ ફિલ્મની રીમેક
જ્હોન અબ્રાહમ અને કાર્તિક આર્યનની અપકમિંગ મલયાલમ ફિલ્મની હિન્દી રીમેકનું શૂટિંગ હોલ્ડ પર રાખવામાં આવ્યું છે. શૂટિંગ ઉત્તરાખંડમાં થવાનું હતું જ્યાં નાઈટ કર્ફ્યું છે.

પઠાન
શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાનનું શૂટિંગ જાન્યુઆરીના પહેલા સપ્તાહથી સ્પેનમાં થવાનું હતું, પરંતુ કોવિડના કારણે તેને કેન્સલ કરવામાં આવ્યું છે. યુરોપમાં ઓમિક્રોનના વધતા કેસના કારણે જાન્યુઆરીની જગ્યાએ મેકર્સ ફેબ્રુઆરીમાં સ્પેનનું શિડ્યુઅલ પ્લાન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...