બોલિવૂડથી હોલિવૂ઼ડ સુધી:ઈરફાન ખાન, એશ્વર્યા રાયથી લઈને ઓમ પુરી સુધી, આ બોલિવૂડ સ્ટાર્સ હોલિવૂડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડમાં ઘણી સારી ફિલ્મો આપનાર એક્ટર્સમાંથી એવા લોકો પમ છે જેઓ પોતાના પર્ફોર્મન્સના કારણે હવે ગ્લોબલ સ્ટાર બની ગયા છે. તેમાંથી કેટલાક સ્ટાર્સ બોલિવૂડ સુધી મર્યાદિત છે તો કેટલાક હોલિવૂડમાં પણ પોતાની છાપ છોડી રહ્યા છે. જાણો બોલિવૂડના કયા એક્ટર્સે હોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો છે-

ડિમ્પલ કાપડિયા- 80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ ફિલ્ટ 'ટેનેટ'માં મુખ્ય ભૂમિકા નિભાવીને હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મના ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલન હતા, જેમને ઈન્ડિયામાં પણ શૂટિંગ કર્યું છે. ફિલ્મ 4 ડિસેમ્બરે રિલીઝ થઈ છે.

ઈરફાન ખાન- બોલિવૂડના સૌથી લોકપ્રિય એક્ટરમાંથી એક સ્વર્ગસ્થ ઈરફાન ખાન ઘણી હોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યા છે. એક્ટર 'લાઈફ ઓફ પાઈ' (2012), 'જુરાસિક પાર્ક' , ન્યૂયોર્ક, 'આઈ લવ યુ', 'એ માઈટી હાર્ટ' અને 'ધ અમેઝિંગ સ્પાઈડર મેન'માં જોવા મળ્યા છે.

ઓમપુરી- બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઓમપુરીએ હોલિવૂડમાં પણ શ્રેષ્ઠ અભિનયથી પોતાનું સ્થાન બનાવ્યું છે. એક્ટર ફિલ્મ 'માય સન ધ ફેનેટિક', 'ઈસ્ટ ઈઝ ઈસ્ટ', 'સિટી ઓફ જોય', 'વોલ્ટ', 'સિટી ઓફ ધ ડાર્કનેસ' અને 'ચાર્લી વિલ્સન્સ વૉર' જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે.

અમરીશ પુરી- બોલિવૂડના સૌથી પોપ્યુલર વિલનમાંથી એક અમરીશ પુરીએ હોલિવૂડમાં પોતાની અભિનયથી દર્શકોને ઘણા પ્રભાવિત કર્યા. એક્ટર 1984માં રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ ઈન્ડિયાના 'જોન્સ એન્ડ ધ ટેમ્પલ ઓફ ડૂમ'માં જોવા મળ્યા છે. આ ફિલ્મમાં અમરીશે નેગેટિવ રોલ કર્યો હતો.

નસીરુદ્દીન શાહ- બોલિવૂડના સિનિયર એક્ટર નસીરુદ્દીન શાહે ઘણી હોલિવૂડ ફિલ્મોનો ભાગ રહ્યા છે તેમણે 'ધ લીગ ઓફ એક્સ્ટ્રા ઓર્ડિનરી જેન્ટલમેન' , 'ધ મોનસૂન વેડિંગ' અને 'ધ ગ્રેટ ન્યૂ વન્ડરફૂલ' જેવી ઈન્ટરનેશન ફિલ્મોમાં અભિનય કર્યો છે.અભિનેતાને બોલિવૂડમાં યોગદાન આપવા બદલ પદ્મ શ્રી અને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

એશ્વર્યા રાય બચ્ચન- મિસ વર્લ્ડ રહી ચૂકેલી એશ્વર્યા રાય બચ્ચન ઘણા વર્ષોથી બોલિવૂડમાં બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી રહી છે. માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ અભિનેત્રીએ હોલિવૂડમાં પણ 'પ્રોવોક્ડ-એ ટ્રૂ સ્ટોરી', 'બ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈસ', 'મિસ્ટ્રેસ ઓફ સ્પાઈસિજ', 'પિંક પેંથર 2' અને 'ધ લાસ્ટ લીજન' ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

અનુપમ ખેર- હિન્દી ફિલ્મોમાં સૌથી વર્સેટાઈલ એક્સટર્સમાંથી એક અનુપમ ખેરે બોલિલૂડની સાથે 'બેન્ડ ઈટ લાઈક બેકહમ', 'સિલ્વર લાઈનિંગ પ્લેબુક' , 'બ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈસ' અને 'સ્પીડી સિંહ' જેવી ઘણી સારી હોલિવૂ઼ડ ફિલ્મોમાં કામ કર્યું છે.

મલ્લિકા શેરાવત- અભિનેત્રી હોલિવૂડ ફિલ્મ ઉપરાંત 'ધ મિથ' અને 'પોલિટિક્સ ઓફ લવ' જેવી ઘણી ઈન્ટરનેશનલ ફિલ્મોમાં જોવા મળી છે. તેમણે વર્ષ 2009માં કરિયર એચિવમેન્ટ અને ચેરીટેબલ એફર્ટ માટે લોસ એન્જેલસનો હોનર સિટિઝનશિપ એવોર્ડ પણ મળ્યો છે.

દીપિકા પાદુકોણ - બોલિવૂડની સૌથી વધારે કમાણી કરનારી અભિનેત્રીઓમાંથી એક દીપિકા પાદુકોણને વર્ષ 2017માં હોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. એક્ટ્રેસ 'ત્રિપલ એક્સઃરિટર્ન ઓફ જેન્ડર કેજ'માં વિન ડીઝલની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મે 345 મિલિયન ડોલરની વર્લ્ડ વાઈડ કમાણી કરી હતી. ત્યારબાદ દીપિકા એક ગ્લોબલ સ્ટાર બની ગઈ છે.

પ્રિયંકા ચોપરા- મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાએ વર્ષ 2017માં ફિલ્મ બેવૉચખી હોલિવૂડમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ એક્ટ્રેસ 2019માં 'એજન્ટ ઈટ રોમાન્ટિક'માં જોવા મળી છે. ડેબ્યૂ બાદ એક્ટ્રેલ ટીવી સિરીઝ 'ક્વાંટિકો'માં લીડ રોલ કરતી જોવા મળી હતી. આ સિરીઝ માટે એક્ટ્રેસને બે પીપલ્સ ચોઈસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

તબ્બુ- એક્ટ્રેસ વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'લાઈફ ઓફ પાઈ'માં જોવા મળી છે. આ ફિલ્મને વર્લ્ડવાઈડ ઘણી લોકપ્રિયતા મળી હતી. તે ઉપરાંત એક્ટ્રેસ 'નેમ-સેક' ફિલ્મનો પણ ભાગ રહી છે.

અન્ય સમાચારો પણ છે...