• Gujarati News
  • Entertainment
  • From Deepika Padukone To Anushka Sharma, These Actresses Have Not Added Their Husband's Surname To Their Names After Marriage.

સેલેબ્સ ટ્રેન્ડ:દીપિકા પાદુકોણથી લઈને અનુષ્કા શર્મા સુધીની આ એક્ટ્રેસિસ લગ્ન પછી પોતાના નામની આગળ પતિની સરનેમ નથી લખતી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્વિંકલે 1991માં અક્ષય કુમાર સાથે લગ્ન કર્યાં પરંતુ લગ્ન પછી પણ તે ટ્વિંકલ ખન્ના તરીકે ઓળખાય છે
  • પ્રિયંકા ચોપરાએ પણ પોતાના નામની આગળ પતિની સરનેમ દૂર કરી

થોડા દિવસો પહેલા જ પ્રિયંકા ચોપરા પોતાના નામની આગળ પતિ નિક જોનસની સરનેમ દૂર કરવાને કારણે ચર્ચામાં હતી. તાજેતરમાં તે એક આર્ટિકલમાં પોતાને નિક જોનસની પત્ની કહેવા પર ગુસ્સે થઈ હતી. પ્રિયંકાને એ વાત પસંદ નથી કે તેની ઓળખ માત્ર નિકની પત્ની તરીકે કરવામાં આવે, જ્યારે તે પોતે એક મોટી સ્ટાર છે અને તે પોતાના દમ પર આ મુકામ સુધી પહોંચી છે.

આમ તો બોલિવૂડમાં અન્ય ઘણી એવી એક્ટ્રેસિસ છે જે પોતાના પતિની સરનેમને પોતાના નામની આગળ નથી જોડતી અને ન તો તેમની ઓળખ તેમના પતિ પર નિર્ભર છે. તે પોતે જ એક મોટું વ્યક્તિત્વ ધરાવે છે. ચાલો બોલિવૂડમાં આ ટ્રેન્ડ સેટ કરનારી કેટલીક અભિનેત્રીઓ પર એક નજર કરીએ...

દીપિકા પાદુકોણ
દીપિકાએ 14 નવેમ્બર, 2018ના રોજ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બધાને એવું લાગ્યું હતું કે રણવીરની સરનેમ પોતાના નામની આગળ જોડશે પરંતુ આવું ન થયું. દીપિકાએ તેનો જવાબ આપતા કહ્યું હતું કે, હું ઈચ્છું છું કે રણવીર તેનું નામ બદલીને રણવીર સિંહ પાદુકોણ રાખે. તેની આ વાતથી સ્પષ્ટ થઈ ગયું હતું કે પોતાની સરનેમ નહીં બદલે.

અનુષ્કા શર્મા
અનુષ્કા પણ વિરાટ કોહલીની પત્ની તરીકે નહીં પરંતુ પોતાના નામથી જ ઓળખાવા માગે છે. બંનેએ 11 ડિસેમ્બર 2017માં ઈટાલીના ટસ્કનીમાં લગ્ન કર્યા હતા પરંતુ અનુષ્કાએ પોતાનું નામ ન બદલ્યું અને ન તો તેમાં વિરાટ કોહલીની સરનેમ ઉમેરી.

ટ્વિંકલ ખન્ના
ટ્વિંકલે 1991માં અક્ષય કુમાર સાથે લગ્ન કર્યાં પરંતુ લગ્ન પછી પણ તે ટ્વિંકલ ખન્ના તરીકે ઓળખાય છે કેમ કે તેણે પોતાના નામમાં અક્ષય કુમારની સરનેમ નથી ઉમેરી. એક સોશિયલ મીડિયા ચેટ દરમિયાન એક યુઝરે ટ્વિંકલને કહ્યું હતું કે, ટ્વિંકલ ખન્ના તમને કેમ લાગે છે કે તમે કુમાર સમજી બેઠા છો? તેના પર ટ્વિંકલે જોરદાર જવાબ આપતા લખ્યું હતું કે, ઘણા લોકો મને આ વિશે પ્રશ્નો પૂછે છે પરંતુ આ જેન્ટલમેન રીત નથી- હું જણાવી દઉં કે મારી સરનેમ હંમેશાં ખન્ના જ રહેશે.

વિદ્યા બાલન
વિદ્યાએ ફિલ્મ પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે 2021માં લગ્ન કર્યા હતા. બધાને લાગ્યું કે તે પોતાનું નામ વિદ્યા સિદ્ધાર્થ રોય કપૂર લખશે પરંતુ વિદ્યાએ આ સમાચારોને નકારી કાઢતા લખ્યું હતું, મને ખબર નથી કે કોણે કહ્યું કે હું મારું નામ બદલીને વિદ્યા સિદ્ધાર્થ રોય કપૂર રાખીશ પરંતુ હું હંમેશા વિદ્યા બાલન જ રહીશ. હું અને સિદ્ધાર્થ માનીએ છીએ કે તે સિદ્ધાર્થ રોય કપૂર જ રહે અને સિદ્ધાર્થ બાલન રોય કપૂર નહીં થાય તેથી હું પણ વિદ્યા બાલન જ રહીશ અને વિદ્યા બાલન રોય કપૂર નહીં બનું.

રાની મુખર્જી
રાનીએ 21 એપ્રિલ 2014માં આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેને પોતાના નામની આગળ આદિત્યની સરનેમ ન લગાવી. રાનીએ તેનું કારણ જણાવતા કહ્યું હતું કે તેને પોતાના નામથી પ્રેમ છે અને તે ત્યારે ચેન્જ કરશે જ્યારે તે પોતાના બાળકોનું એડમિશન કોઈ સ્કૂલમાં કરાવશે પરંતુ ફેન્સ માટે તે હંમેશાં રાની મુખર્જી જ રહેશે.